SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ હવે આહારકપણારૂપ ગુણનો (આહારકપણાનો) સ્થિતિકાળ કહેવાય છે. તે આ પ્રમાણે૩ સંવમાં ગુનાહારો - આહારક જીવ તદુભાવે (આહારકપણામાં) નિરન્તર વર્તતો અંગુલના અસંખ્યાતમા ભાગના ક્ષેત્ર જેટલા કાળ સુધી વર્તે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – ‘૩ સંવમાં મોસMળિો સરવેઝ' એ વચનથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં (અર્થાત્ એટલા ક્ષેત્રમાં રહેતા આકાશપ્રદેશોને પ્રતિસમય એકેક અપહરતાં) કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી – અવસર્પિણીઓ થાય છે. તેથી આહારક જીવ નિરન્તર આહાર કરવા યોગ્ય આહારપુગલોને પ્રતિસમય ગ્રહણ કરતો છતો કોઈક જીવ જઘન્યથી ત્રણ સમયપૂન ક્ષુલ્લક ભવગ્રહણ (ક્ષુલ્લકભવ) સુધી આહારકપણે પ્રાપ્ત થાય છે - વર્તે છે. એ જઘન્યપદ સંબંધી વાત સૂત્ર માં (ઉપરની ગાથામાં) કહી નથી તો પણ પોતાની મેળે (અધ્યાહારથી જો જાણી લેવી. અને ઉત્કૃષ્ટથી તો અસંખ્યાત ઉત્સર્પિણી – અવસર્પિણી સુધી જીવ નિરન્તર – સતત આહારકપણામાં વર્તે છે. એ ઉત્કૃષ્ટપદની વાત તો સૂત્રમાં (ઉપરની ગાથામાં) પણ કહી છે જ. અહીં જઘન્યપદે આહારકપણામાં વર્તતો જીવ ત્રણ સમયપૂન ક્ષુલ્લકભવ સુધી કહ્યો, તેની ભાવના આ પ્રમાણે જાણવી કે – કોઈક એકેન્દ્રિયાદિ જીવ મરણ પામ્યો, અને પૂર્વે કહેલા પ્રકાર પ્રમાણે વિગ્રહગતિમાં ત્રણ સમય સુધી અનાહારક થઈને ક્ષુલ્લકભવ જેટલા આયુષ્યવાળા (અર્થાત્ ૨૫૬ આવલિકા જેટલા આયુષ્યવાળા) પૃથ્વી આદિ જીવમાં ઉત્પન્ન થયો. અને ત્યાં (પૃથ્વી આદિકમાં) તેટલા કાળ સુધી (ત્રણ સમય ન્યૂન ૨પ૬ આવલિકા સુધી) નિરન્તર-પ્રતિસમય આહારક હોઈને (આહાર ગ્રહણ કરીને) મરણ પામ્યો, અને પુનઃ પણ વિગ્રહગતિમાં (પરભવમાં જતાં ચાર' સમયની વક્રગતિમાં) અનાહારક થયો. તો એ પ્રમાણે જઘન્યપદે આહારકપણાનો કાળ ત્રણ સમયજૂન ક્ષુલ્લકભવ જેટલો પ્રાપ્ત થયો. - તથા આહારકપણાનો ઉત્કૃષ્ટ કાળ વિચારવામાં તો એ જ વિચારવાનું છે કે જીવ નિરન્તર અવિગ્રહગતિએ જ પરભવમાં ઉત્પન્ન થયા કરે તો ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણીઅવસર્પિણીઓ સુધી ઉત્પન્ન થાય, ત્યારબાદ અવશ્ય ઋજુગતિએ જ ઉત્પન્ન થાય) તે કારણથી એટલા કાળ સુધી નિરન્તર આહારક જીવ પ્રાપ્ત થાય છે. સિદ્ધાન્તમાં કહ્યું છે કે - 'छउमत्थाहारएणं भंते ! छउमत्थाऽहारएत्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं खुड्डागं भवग्गहणं तिसम ऊणं, उक्कोसेणं असंखेनं कालं, असंखेज्जाओ उस्सप्पिणिओस्सप्पिणीओ ૧. બે સમય ન્યૂન સંબંધી પાઠ ટિપ્પણીમાં જ આગળ કહેવાય છે. ૨. અહીં ત્રણ સમય ન્યૂન કહેવામાં કારણભૂત ચાર સમયની જ વિગ્રહગતિ ગણવી, કે જે નિશ્ચયનય આશ્રયિ છે. જો કે વ્યવહારનય આશ્રયિ તો બહુધા પાંચ સમયની જ વિગ્રહગતિમાં ત્રણ સમય અનાહારકપણું કહ્યું છે. પરન્તુ શ્રી પ્રજ્ઞાપનાદિકની વૃત્તિને અનુસાર વિચારતાં આ અધિકારમાં ચાર સમયની વિગ્રહગતિમાં જ ત્રણ સમય અનાહારકપણું ગયું છે, પરન્તુ પાંચ સમયની વિગ્રહગતિમાં નહિ, તે આગળ કહેલા વૃત્તિના અર્થ ઉપરથી જ સહેજે સમજી શકાશે. ૧. અહીં તિરસમ પાઠ કહ્યો છે, પરન્તુ શ્રી પ્રજ્ઞાપનાજી મૂળસૂત્રમાં તો ૩સમય પાઠ કહેલો છે. અને તે પાઠનો ભાવાર્થ વૃત્તિકર્તાએ આ પ્રમાણે કહ્યો છેઃ “જઘન્યથી બે સમય ન્યૂન સુલકભવ” એમાં જો કે ચાર સમયની તેમજ પાંચ સમયની પણ વિગ્રહગતિ થાય છે, જે કારણથી કહ્યું છે કે : उजुया य एगवंका, दुहतो वंका गती विणिद्दिट्ठा । जुञ्जइ तिचउर्वका वि, नाम चउपंचसमयाओ ||१|| (જુગતિ - એકવક્રો ગતિ - અને દ્વિવક્રા ગતિ એ ત્રણ પ્રકારની ગતિ કહેલી છે, તેમજ ત્રિવક્રા ગતિ ચાર સમયની For Privat 38 3sonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy