________________
નિકો, વેત્તકો અંગુતરસ સંવેઝ મા || એ ૨૩૪ મી ગાથાનો અર્થ સમાપ્ત. /૨૩૪ll
વતરણઃ હવે કાયયોગ વિગેરે જીવગુણોનો ઉત્કૃષ્ટ કાળ પૂર્વગાથાઓમાં કહેવાઈ ગયો છે. પરન્તુ જઘન્ય કાળ કહ્યો નથી. માટે તે જઘન્ય કાળ અહીં કહેવાય છે :
काओगी नर नाणी, मिच्छं मिस्सा य चक्खु सण्णी य ।
आहार कसायी वि य, जहण्णमंतोमुहुत्तंतो ॥२३५॥ Tથાર્થ કાયયોગ, પુરુષવેદ, જ્ઞાન, મિથ્યાત્વ, મિશ્ર સમ્યક્વ, ચક્ષુદર્શન, સંજ્ઞી, આહારક, કષાય એ સર્વનો જઘન્ય સ્થિતિકાળ અત્તર્મુહૂર્તનો છે. તે ૨૩પો
રીક્ષાર્થ: વીવતે = વૃદ્ધિ પામે તે કવિ એટલે શરીર (અર્થાત્ અન્નાદિક વડે જે ચય પામે – વૃદ્ધિ પામે તે કાય) કહેવાય. તે કેવળ શરીરસંબંધી જે વો = વ્યાપાર તે કાયયોગ અને તે કાયયોગ જેને છે તે કાયયોગી. એ કાયયોગીનો જઘન્ય અવસ્થિતિ કાળ અત્તર્મુહૂર્ત પ્રમાણનો છે. અને ઉત્કૃષ્ટ કાળ તો પૂર્વે જ ગોવિનંતાનં ઈત્યાદિ ગાથામાં (કાયયોગનો અનંત કાળ) કહેલો છે. અહીં જઘન્ય કાળની ભાવના (જઘન્ય કાળ કેવી રીતે પ્રાપ્ત થાય છે ? તે સંબંધી વિચાર) પણ તે જ ગાથાની વૃત્તિમાં પૂર્વે કહેવાઈ ગઈ છે, તેથી અહીં ફરીથી નહિ કહેવાય.
તથા નર એ પદનો નિર્દેશ ભાવપ્રધાનવાળો હોવાથી નરપણું એવો અર્થ જાણવો. અને નરપણું એટલે પુરુષપણું અથવા મનુષ્યપણું તે અહીં પુરુષવેદરૂપ જાણવું. ત્યાં પુરુષવેદનો જઘન્ય સ્થિતિકાળ અન્તર્મુહૂર્ત જેટલો જાણવો. અને તે પહેલાં જ તેવી પUTTUTI સ્થિત્ત' ઈત્યાદિ પદવાળી ગાથામાં કહેવાઈ ગયેલો છે. અને મનુષ્યપણું (મનુષ્યગતિ રૂપ મનુષ્યપણું) તો જઘન્યથી અન્તર્મુહૂર્ત જ હોય છે તે પ્રસિદ્ધ જ છે. કારણ કે મનુષ્યનું જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂર્તનું છે તે આ ગ્રંથમાં જ પૂર્વે કહેવાયું છે. અને નરપણાનો વા મનુષ્યપણાનો ઉત્કૃષ્ટ કાળ પણ પૂર્વે કહેવાઈ ગયો છે.
તથા ના - સામાન્યપણે (એટલે મતિ આદિ વિશેષભેદની વિવેક્ષા રહિત સામાન્યથી) જ્ઞાન જેને હોય તે જ્ઞાની કહેવાય. અને તે જ્ઞાની જઘન્યથી અન્તર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટથી અનન્ત કાળ (સાદિ અનન્ત કાળ) સુધી હોય છે. ત્યાં મિથ્યાદૃષ્ટિ જીવ જ્યારે સમ્યકત્વ પામે ત્યારે જ્ઞાની થાય છે. અને તે સમ્યકત્વ ભાવમાં અન્તર્મુહૂર્ત સુધી વર્તાને પુનઃ મિથ્યાત્વ પામે તો અજ્ઞાની થાય છે. માટે એ રીતે જ્ઞાનીનો અવસ્થિતિકાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત કહ્યો છે. અને ઉત્કૃષ્ટ કાળ તો કેવળજ્ઞાનીની અપેક્ષાએ જ્ઞાની ગણતાં તેવા જ્ઞાનીનો (કેવળજ્ઞાનીનો) અપર્યવસિત (જનું પર્યવસાન એટલે પર્યન્તભાગ નથી તે અપર્યવસિત) રૂપ અનન્ત કાળ છે, વાત સુખે સમજી શકાય તેવી છે (એ રીતે જ્ઞાન વા જ્ઞાનીનો કાળ બન્ને પ્રકારે કહ્યો).
તથા મિર્ઝ = મિથ્યાત્વ તે જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે. અને તે સમ્યકત્વથી પતિત અને ચતુર્વક્ર ગતિ પણ પાંચ સમયની હોય છે.) એ રીતે પાંચ પ્રકારની ગતિ હોવા છતાં પણ બાહુલ્યથી બે સમયની અથવા ત્રણ સમયની ગતિ જ ઘણી પ્રવર્તે છે. પરન્ત ચતુઃસમયની અને પાંચ સમયની ગતિ ઘણી પ્રવર્તતી નથી, તે કારણથી અહીં તે બે ગતિ વિવક્ષી નથી. ત્યાં ઉત્કૃષ્ટથી ત્રણ સમયવાળી (દ્વિવકા) ગતિવાળી વિગ્રહગતિમાં પહેલા બે સમય જીવ અનાહારક હોય છે. માટે આહારકના વિચારમાં તે બે સમયજૂન ક્ષુલ્લક ભવ કહેલ છે.'
For Private 3 gonal Use Only
Jain Education International
www.jainelibrary.org