________________
અવધિ તથા વિભંગનો ભેગો નિરન્તર સ્થિતિકાળ નિશ્ચયથી સાધિક બે છાસઠ સાગરોપમ જેટલો થાય છે. તે કારણથી અવધિદર્શનનો પણ નિરન્તર સ્થિતિકાળ એટલો જ (સાધિક બે છાસઠ સાગરોપમ) કહ્યો. હવે એ બાબતની વિશેષ ચર્ચાથી સર્યું. તથા કેવલ સંબંધી સામાન્ય અવબોધરૂપ જે કેવળદર્શન તેનો સ્થિતિકાળ સાદિ અપર્યવસિત એટલે સાદિ સાત્ત છે. એ પ્રમાણે ૨૩૩ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. l/૨૩૩ી તિ દર્શનતુક્કી સ્થિતિમાનઃ ||
વતUT: પૂર્વ ગાથામાં દર્શનચતુષ્કરૂપ જીવગુણનો સ્થિતિકાળ કહીને હવે આ ગાથામાં જીવના ભવ્યત્વાદિ ગુણોનો સ્થિતિકાળ કહેવાય છે :
भव्यो अणाइसंतो, अणाइऽणंतो भवे अभव्यो य ।
सिद्धो य साइऽणंतो, असंखभागंगुलाहारो ॥२३४॥ માથાર્થ: ભવ્ય અનાદિ સાત્ત છે, અને અભવ્ય અનાદિ અનન્ત છે. તથા સિદ્ધ સાદિ અનન્ત છે, અને આહારક જીવ અંગુલના અસંખ્યાતમા ભાગના ક્ષેત્રાપહાર જેટલા કાળ સુધી (અસંખ્ય ઉત્સર્પિણી – અવસર્પિણી સુધી) છે. // ૨૩૪ો.
તીર્થ:પ્રથમ ભવ્ય જીવ અનાદિ સાત્ત સ્થિતિવાળો હોય છે. એમાં કહેવાનું તાત્પર્ય એ છે કે – ભવ્ય પ્રાણીનો જે આ ભવ્યપણારૂપ ગુણ અનાદિ કાળથી વર્તતો હોવાથી અનાદિ કહેવાય છે; અને જ્યારે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થશે ત્યારે અવશ્ય તે ભવ્યગુણ નિવૃત્ત પામશે (ભવ્યત્વનો અભાવ થશે) તે કારણથી સાત્ત કહેવાય છે. કારણ કે સિદ્ધ જીવ ન તો ભવ્ય કહેવાય કે ન અભવ્ય કહેવાય. તે આ પ્રમાણે : | મુક્તિપર્યાય વડે જે ભવિષ્યતિ = થશે (અર્થાતુ જે જીવ વર્તમાનમાં સંસારી પર્યાયપણે વર્તે છે તે જ જીવ જ્યારે મુક્તિપર્યાયપણે પરિણમશે એટલે મુક્તિ પામશે તેવો જીવ જ્યાં સુધી હજી મુક્તિ પામ્યો નથી ત્યાં સુધી જ) તે ભવ્ય કહેવાય. અને જે જીવ મુક્તિપર્યાયપણે કદાપિ પણ થવાનો નથી [અર્થાત્ કદી પણ મુક્તિ પામવાનો જ નથી] તે જીવ મળે કહેવાય છે. સિદ્ધ અવસ્થામાં તો એ બન્ને ભાવ નથી (અર્થાત્ સિદ્ધ તો ભવ્ય પણ નથી અને અભવ્ય પણ નથી); કારણ કે તે સિદ્ધ તો મુક્તિપર્યાયને સાક્ષાત્ અનુભવતા હોવાથી. તે કારણથી સિદ્ધ અવસ્થામાં ભવ્યપણાનો અભાવ થઈ જવાથી સાન્તપણું (ભવ્યત્વનું સાન્તપણું) જાણવું. || રૂતિ વ્ય%ાત: ||
તથા અભવ્ય તો અનાદિ અનન્ત છે, કારણ કે અભવ્યપણું જીવને અનાદિકાળથી વર્તતું હોવાથી અનાદિ છે; અને અભવ્ય જીવ મુક્તિપર્યાયને કદી પણ પામવાનો નથી તે કારણથી અભવ્યપણું અનન્ત છે, એ ભાવાર્થ છે. // તિ મળેછત્તિ: ||
તથા સિદ્ધો ડાંતો - સિદ્ધનું સિદ્ધત્વ સંપૂર્ણ વિશુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રના અનુષ્ઠાન બાદ ઉત્પન્ન થતું હોવાથી સાદિ ગણાય છે; અને સિદ્ધપણું પ્રાપ્ત થયેલા જીવને તે સિદ્ધત્વનો કદી પણ પ્રતિપાત ન થવાથી (અભાવ ન થવાથી) અનન્ત ગણાય છે. એ તાત્પર્ય છે. || તિ સિદ્ધી સ્થિતિષત્તિ: ||
For Privat3 Personal Use Only
Jain Education International
www.jainelibrary.org