SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રમાણ એ પરિહારવિશુદ્ધિ ચારિત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ પ્રાપ્ત થાય છે. (ત્યાં સુધી પ્રમત્તાપ્રમત્તભાવે એ પરિણામમાં વર્તે છે.) તથા સૂક્ષ્મસં૫રીય વારિત્રનો સ્થિતિકાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ નો છે. તેમજ યથાસ્થિતિ વારિત્રની સ્થિતિકાળ પણ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડવર્ષ પ્રમાણનો છે. તે પૂર્વે પણ ભાવાર્થપૂર્વક કહેલો જ છે તે કારણથી અહીં તેની ભાવના પુનઃ કહી નથી. તથા વર્તજ્ઞાનનો પણ સ્થિતિકાળ સાદિ અનન્ત છે તે તો પ્રસિદ્ધ જ છે, તે કારણથી અહીં (આ ગાથામાં) જ્ઞાનોના સ્થિતિકાળ કહેવાનો અધિકાર ચાલે છે છતાં કેવલજ્ઞાનનો કાળ ન કહ્યો. એ ૨૩૨ મી ગાથાનો અર્થ સમાપ્ત../૨૩૨ વતર : હવે આ ગાથામાં વિર્ભાગજ્ઞાન આદિ જીવગુણોનું કાળમાન નિરૂપણ કરાય છે. તે આ પ્રમાણે : विभंगस्स भवट्टिइ, चखुस्सुदहीण बेसहस्साई । णाई अपज्जवसिओ, सपज्जवसिओत्ति य अचक्खू ॥२३३॥ માથાર્થ: વિર્ભાગજ્ઞાનનો સ્થિતિકાળ તે જીવની ભવસ્થિતિ જેટલો (અર્થાત્ આયુષ્ય જેટલો) છે. ચક્ષુદર્શનની સ્થિતિકાળ બે હજાર સાગરોપમ જેટલો છે. અને અચક્ષુદર્શનનો કાળ અનાદિ અપર્યવસિત તથા અનાદિ સપર્યવસિત (અર્થાત્ અનાદિ અનંત અને અનાદિ સાન્ત એમ બે પ્રકારનો છે. ૨૩૩. ટીર્થ: પાંચ જ્ઞાનનો સ્થિતિકાળ તો પૂર્વ ગાથામાં કહેવાઈ ગયો. હવે તે જ્ઞાનના પ્રતિપક્ષી એવા ત્રણ અજ્ઞાનોનો કાળ કહેવાનો પ્રસંગ છે. તે અજ્ઞાન ત્રણ પ્રકારનું છે; મતિઅજ્ઞાન - શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. ત્યાં મતિઅજ્ઞાન અને શ્રતઅજ્ઞાન અભવ્ય જીવોની અપેક્ષાએ અનાદિ અનન્ત છે, અને ભવ્ય જીવોની અપેક્ષાએ વિચારતાં જે અનાદિ મિથ્યાદ્રષ્ટિ ભવ્ય જીવો છે (એટલે પૂર્વે કોઈવાર સમ્યક્ત પામ્યા જ નથી એવા મિથ્યાદ્રષ્ટિ ભવ્ય જીવો) તેઓને અનાદિકાળનાં એ બે અજ્ઞાન છે, પરંતુ તેનો અન્ત હોવાથી અનાદિ સાન્ત છે. તથા જેઓ સમ્યકત્વ પામીને પુનઃ પતિત થઈ મિથ્યાષ્ટિ થયા છે તેવા પતિત સમ્યદૃષ્ટિઓના મતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાનનો સ્થિતિકાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલપરાવર્તરૂપ સાદિ સાન્ત કાળ સુધીનો કાળ પ્રાપ્ત થાય છે. અહીં ગાથામાં જો કે એ બે અજ્ઞાનનો કાળ ગ્રંથકર્તાએ નથી કહ્યો તો પણ ઉપલક્ષણ વ્યાખ્યાથી એ સર્વ પોતાની મેળે જ જાણી લેવું. વિર્ભાગજ્ઞાન રૂપ ત્રીજા અજ્ઞાનનો કાળ તો અહીં ગ્રંથકર્તા પોતે જ (ગાથામાં) કહે છે. તે આ પ્રમાણે : વિમાસ મડુિં - જે તિર્યંચભવમાં અથવા મનુષ્યભવમાં વર્તતા જીવને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે ઉત્પન્ન થયેલા વિર્ભાગાન સહિત જે બીજા ભવમાં જાય, તો તે બે ભવની ૧. એ કાળની ભાવના પૂર્વે કહેવાઈ ગઈ છે, તો પણ સ્થાનની અશૂન્યતા માટે કહેવાય છે, તે આ પ્રમાણે – ઉપશમશ્રેણિમાં ચઢતા વા પડતાં સૂક્ષ્મસંપરાના પહેલા જ સમયે મરણ પામે તો એક સમયનો કાળ છે. અને અંતર્મુહૂર્ત તો એ ગુણસ્થાનનો સ્વાભાવિક કાળ છે. કારણ કે જો મરણ ન પામે તો સૂમસમરાયપણું અવશ્ય અન્તર્મુહૂર્ત સુધી કાયમ જ રહે એવો નિયમ છે, ત્યારબાદ અન્ય ગુણસ્થાન પ્રાપ્ત થાય જ. For Privat3ersonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy