________________
તથા ઝUTI , Tળકો ઇત્યાદિ – મનઃપર્યવજ્ઞાનનો સ્થિતિકાળ કિંચિત્ જૂન - નવ વર્ષ વડે ન્યૂન પૂર્વક્રોડવર્ષપ્રમાણનો ઉત્કૃષ્ટથી છે. કારણ કે ચારિત્રીઓ જ મન:પર્યવજ્ઞાન પામે છે. અને ચારિત્રો તો ગર્ભકાળથી પ્રારંભીને કંઈક ન્યૂન નવ વર્ષ વ્યતીત થયા બાદ જ ઘણું કરીને પ્રાપ્ત થાય છે. તે કારણથી જ તેટલાં વર્ષ જૂન પૂર્વક્રોડ વર્ષ જેટલો મન:પર્યવજ્ઞાનનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ કહ્યો છે. વળી જઘન્યથી તો એ મન:પર્યવજ્ઞાન એક જ સમયની સ્થિતિવાળું છે. કારણ કે જેને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા અપ્રમત્ત મુનિ એક સમય બાદ કાળ કરી દેવમાં ઉત્પન્ન થાય છે, અને દેવમાં મન:પર્યવજ્ઞાનનો અભાવ છે, માટે એક સમયની સ્થિતિવાળું છે.
તથા સામાયિક વારિત્ર અને છેવોપસ્થાપનીય વારિત્ર એ પણ બન્ને ચારિત્ર છે. અને ચારિત્ર હોવાના કારણથી જ એ બેની પણ એટલી જ સ્થિતિ છે. અર્થાત્ એ દરેક ચારિત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વકોડવર્ષ-પ્રમાણની છે, વળી જઘન્યથી તો એ બન્ને ચારિત્રની પણ દરેકની એકેક સમય પ્રમાણ જ સ્થિતિ જાણવી. કારણ કે એ બે ચારિત્રને એક સમયમાત્રા પ્રાપ્ત કરી અનન્તર સમયે (બીજે સમયે) મરણનો સંભવ હોવાથી; અને મરણ પામીને દેવમાં ઉત્પન્ન થવાથી દેવમાં અવિરતપણું જ હોવાથી કોઈપણ ચારિત્રનો અભાવ છે.
તથા પરિહારવિશુદ્ધિ વારિત્રની પણ જઘન્ય સ્થિતિ ન સમયમાત્ર છે, અને ઉત્કૃષ્ટથી કિંચિત ન્યૂન - ઓગણત્રીસ વર્ષ ન્યૂન પૂર્વક્રોડવર્ષ પ્રમાણની સ્થિતિ છે. જે કારણથી કહ્યું છે કે – __ 'परिहारविसुद्धीए णं भंते ! परिहारविसुद्धिए त्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं एक समयं, उक्कोसेणं देसूणाए एगूणतीसाए वासेहिं ऊणिया पुव्वकोडी' ।।
અહીં જઘન્ય સ્થિતિ જે એક સમયની કહી તે પૂર્વે કહયા પ્રમાણે (એટલે સામાયિક ચારિત્ર તથા છેદોપસ્થાપનિક ચારિત્રની જઘન્ય સ્થિતિ ૧ સમય કહી તે પ્રમાણે) મરણની અપેક્ષાએ જ જાણવી. અને ઉત્કૃષ્ટ સ્થિતિ જે દેશોન ઓગણત્રીસ વર્ષન્યૂન પૂર્વક્રોડવર્ષપ્રમાણ કહી, તેની ભાવના આ પ્રમાણે –
અહીં જઘન્યથી પણ નવમા પૂર્વની આચાર નામની ત્રીજી વસ્તુ સુધીનું દૃષ્ટિવાદ સૂત્ર ભણ્યા હોય એવા મુનિને જ પરિહારવિશુદ્ધિ ચારિત્ર પ્રાપ્ત થાય છે. તે કારણથી કોઈ જીવે દેશોન નવ વર્ષની વયે પૂર્વકોડવર્ષના આયુષ્યવાળાએ પ્રવ્રજ્યા - દીક્ષા અંગીકાર કરી હોય, અને તેને જ્યારે વીસ વર્ષનો દીક્ષા પર્યાય થાય ત્યારે જ દૃષ્ટિવાદ સૂત્ર (બારમું અંગ) ભણવાની આજ્ઞા છે. કારણ કે દીક્ષાનો પર્યાય વીસ વર્ષનો ન થયો છે. આ સુધીમાં પહેલાં દૃષ્ટિવાદ સૂત્રની અનુજ્ઞા સિધ્ધાન્તોમાં નિષેધ કરેલી છે. માટે તે વીર. - " દીક્ષા પર્યાય થયા બાદ દૃષ્ટિવાદના સૂત્રના નવમા પૂર્વની આચાર નામની ત્રીજી વસ્તુ (વસ્તુ એટલે એક મોટો અધ્યાય - વિશેષ) ભણે, ત્યાર બાદ પરિહારવિશુદ્ધિ ચારિત્ર પામી શકે છે]. વળી તે પરિહારચારિત્ર અઢાર માસ સુધીનું છે (અઢાર માસપ્રમાણનું છે), તો પણ તે ચારિત્રના અવિચ્છિન્ન અખંડિત પરિણામ વડે તે જીવે પરિપાલન કર્યું હોય (અર્થાત્ ૧૮ માસનો ક્રિયાવિધિ કર્યા બાદ પણ પરિહારના પરિણામથી પતિત ન થયો હોય) તો એ પ્રમાણે દેશોન ઓગણત્રીસ વર્ષના ન્યૂન પૂર્વક્રોડવર્ષ ૧. પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળો જીવ હે ભગવન્! પરિહારવિશુદ્ધિ ચારિત્રમાં કેટલા દીર્ઘ કાળ સુધી વર્તે? હે ગૌતમ ! જઘન્યથી એક સમય સુધી વર્તે અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન ઓગણત્રીસ વર્ષ વડે ન્યૂન (રહિત, એટલે સાધિક ૨૮ વર્ષ જૂન) પૂર્વક્રોડવર્ષ સુધી પરિહારવિશુદ્ધિ ચારિત્રમાં વર્તે.
Jain Education International
For Private guxsonal Use Only
www.jainelibrary.org