SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં મનુષ્યલોકમાં મતિજ્ઞાન અથવા શ્રુતજ્ઞાન અથવા અવધિજ્ઞાન જેને ઉત્પન્ન થયું છે એવો કોઈ જીવ દેશોન પૂર્વક્રોડવર્ષ સુધી જીવીને તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા અનુત્તર દેવોમાં ઉત્પન્ન થયો. ત્યાંથી પુનઃ અહીં આવ્યો છતો મનુષ્યભવમાં એ ત્રણ જ્ઞાન પતિત નથી થયાં; એવી રીતે એ ત્રણ જ્ઞાનસહિત જ પૂર્વક્રોડવર્ષ સંપૂર્ણ જીવીને પુનઃ તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા અનુત્તર દેવોમાં ઉત્પન્ન થયો. પુનઃ પણ અપતિત એ ત્રણ જ્ઞાનસહિત વર્તતો મનુષ્યમાં આવ્યો. (અને ત્યાં પૂર્વક્રોડવર્ષ સુધી તે ત્રણ જ્ઞાનયુક્ત રહ્યો) તો એ રીતે ત્રણ વાર મનુષ્યના ભવ અને બે વાર અનુત્તરના ભવ થવાથી ત્રણ મનુષ્યભવના ત્રણ પૂર્વક્રોડવર્ષ સહિત છાસઠ સાગરોપમ જેટલો ઉત્કૃષ્ટકાળ એ મતિ આદિ ત્રણ જ્ઞાનનો પ્રાપ્ત થાય છે. અથવા એ જ મનુષ્ય કે જેનાં એ ત્રણ જ્ઞાન પતિત નથી થયાં તેથી ઉત્ક્રાન્ત પણ નથી થયાં (ગયાં નથી) એવો તે મનુષ્ય બાવીસ સાગરોપમના આયુષ્યવાળા અશ્રુતદેવલોકમાં (બારમા દેવલોકમાં) પૂર્વે કહેલા ક્રમ પ્રમાણે જ (એટલે એક મનુષ્યભવ અને એક દેવભવ એ રીતે પરસ્પર અંતરિત રીતે) ત્રણ વાર ઉત્પન્ન થાય તો એ રીતે પણ એ ત્રણ જ્ઞાનોનો કહેલો સાધિક છાસઠ સાગરોપમ જેટલો કાળ પ્રાપ્ત થાય છે. જે કારણથી (સિદ્ધાન્તમાં કહ્યું છે કે –) दो वारे विजयाइसु, गयस्स तिण्णच्चुए अहव ताई । अइरेगं नरभवियं, नाणाजीवाण सव्वद्धं ।।१।। અહીં ગાથામાં એ ત્રણ જ્ઞાનનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ કહ્યો છે, પરન્તુ જઘન્ય કહ્યો નથી. માટે જઘન્ય સ્થિતિકાળ મતિ-શ્રુતનો પ્રત્યેકનો અન્ન મુહૂર્તપ્રમાણ જાણવો. અને અવધિજ્ઞાનનો જઘન્ય કાળ ૧ સમય જાણવો. તે કેવી રીતે ? એમ જો પૂછતા હો તો કહેવાય છે કે (અવધિજ્ઞાનનો જઘન્ય કાળ આ પ્રમાણે) : કોઈ વિર્ભાગજ્ઞાની તિર્યંચ વા મનુષ્ય સમ્યકત્વ ઉત્પન્ન કરે તો તેનું તે વિભંગજ્ઞાન પહેલો એક સમય અવધિજ્ઞાનપણાને પામે છે, અને ત્યારબાદ બીજે જ સમયે પુનઃ અવધિજ્ઞાનાવરણના ઉદયથી તે અવધિજ્ઞાન મૂળથી જ સર્વથા નાશ પામે ત્યારે અવધિજ્ઞાન જઘન્યથી એક સમય પ્રાપ્ત થાય છે. જે કારણથી કહ્યું છે કે – “મના ગહન્ને મંતોમુત્ત, एवं सुयनाणी वि, ओहिनाणी जहणणेणं एक समयं. ૧. સમ્યકત્વની પ્રાપ્તિ થતાં મતિઅજ્ઞાન તે જ મતિજ્ઞાનરૂપે અને શ્રુતજ્ઞાન તે જ શ્રુતજ્ઞાનરૂપે પરિણમે અને અન્તર્મુહુર્તમાં સમ્યકત્વ પતિત થતાં પુનઃ મતિઅજ્ઞાન-શ્રુતજ્ઞાન થઈ જવાથી મતિ-શ્રુતજ્ઞાનનો જઘન્ય કાળ અન્તર્મુહૂર્તપ્રમાણ થાય છે. ૨, તિર્યંચ વા મનુષ્ય વા દેવ એ ત્રણે (- પ્રજ્ઞાપનાજી), ૩. અહીં શ્રીપ્રજ્ઞાપનાવૃત્તિનો ભાવાર્થ આ પ્રમાણે – “અહીં તિર્યંચ પંચેન્દ્રિય અથવા મનુષ્ય અથવા દેવ જે વિભંગજ્ઞાની, છતો સમ્યક્ત્વ પામે, અને તે જીવને સમ્યક્ત્વની પ્રતિપત્તિના સમયે જ સમ્યક્ત્વના સદૂભાવથી વિર્ભાગજ્ઞાન તે અવધિજ્ઞાનરૂપે થયું, અને તે અવધિજ્ઞાન જ્યારે દેવના ચ્યવનરૂપ મરણ વડે દેવને, અને બીજાને (મનુષ્ય-તિર્યંચને) બીજી રીતે પણ (મરણથી વા અવધિઆવરણના ઉદયથી) અનન્તર સમયે પતિત થાય ત્યારે અવધિજ્ઞાનને એકસમયપણું પ્રાપ્ત થાય છે.' અહીં શ્રી પ્રજ્ઞાપનાવૃત્તિમાં એક સમયના અધિકારી ત્રણ જીવ કહ્યા અને ઉપર બે કહ્યા, તથા પડવામાં ઉપર એક આવરણોદય જ હેતુ કહ્યો અને અહીં બે હેતુ કહ્યા એ વિશેષ છે. Jain Education International For Private 34 3sonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy