SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ જે ઉત્કૃષ્ટ સ્થિતિ, તેમાંથી કંઈક ન્યૂન સ્થિતિ, એટલો વિર્ભાગજ્ઞાનનો નિરન્તરપણે ઉત્કૃષ્ટ અવસ્થિતિકાળ જાણવો એ તાત્પર્ય છે. તે આ પ્રમાણે – તિર્યંચ પંચેન્દ્રિય અથવા મનુષ્ય તે કંઈક વ્યક્ત થયો છતો (કિંચિત્ વિર્ભાગજ્ઞાન યોગ્ય અવસ્થાને પ્રાપ્ત થયો છતો) તેને વિભંજ્ઞાન ઉત્પન્ન થયું. અને તે વિભંગજ્ઞાન સહિત તે જીવ અહીં (તે જ ભવમાં) કંઈક ન્યૂન પૂર્વક્રોડ વર્ષ સુધી જીવ્યો. અહીં કોઈક તેવા પ્રકારના ગુણાભાસ વડે વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય છે, અને તેવો ગુણાભાસ કિંચિત્ અવ્યક્તને જ થાય છે. તે કારણથી અહીં પૂર્વક્રોડ વર્ષમાં કિંચિત્ ન્યૂનતા કહી છે. અને ત્યારબાદ તે અપતિત વિર્ભાગજ્ઞાન સહિત જ નીચે સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થયો, અને ત્યાં ૩૩ સાગરોપમ સુધી જીવ્યો. તો એ પ્રમાણે બે ભવમાં મળીને નિરન્તરપણે દેશોન પૂર્વક્રોડ વર્ષ અધિક ૩૩ (તેત્રીસ) સાગરોપમ જેટલો વિલંગજ્ઞાનનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ સિદ્ધ થાય છે. અને વિર્ભાગજ્ઞાનનો જઘન્ય કાળ જે એક સમય જેટલો કહ્યો છે, તે આ પ્રમાણે જાણવો. વિશુદ્ધિને પ્રાપ્ત કરતા (વિશુદ્ધ અવ્યવસાયમાં વર્તતા) એવા કોઈક મિથ્યાષ્ટિને પહેલે સમયે - એક સમય વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું, અને ત્યારબાદ ઉત્કૃષ્ટ વિશુદ્ધિને અનુભવતાં (અર્થાત્ બીજે સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધ અધ્યવસાયમાં વર્તતાં) સમ્યકત્વ ઉત્પન્ન થયું. તો તે સમયે પ્રથમ સમયનું વિભંગજ્ઞાન તે બીજે જ સમયે અવધિજ્ઞાનના સ્વરૂપમાં પરિણમ્મુ (ગણાયું). જેથી એ પ્રમાણે વિલંગજ્ઞાનનો જઘન્ય અવસ્થિતિકાળ એક સમય જેટલો કહ્યો છે. (સિદ્ધાન્તમાં) કહ્યું છે કે – ‘વિમેન'નાળા | મેતે ! વિમાના 7િ Irfમો ઘરે દોડું ? ૧. અર્થાત્ કેટલાંક વર્ષ વીત્યા બાદ વિર્ભાગજ્ઞાન થાય છે, એમ શ્રી પ્રજ્ઞાપનાજીની વૃત્તિમાં કહ્યું છે; રુદ્ધ कश्चित्...पूर्वकोट्यायुः कतिपयवर्षातिक्रमे विभङ्गज्ञानी जायते - इति वचनात. ૨, અહીં ગુણાભાસ એટલે સમ્યકત્વરહિત તપશ્ચર્યાદિ ગુણ, અને સમ્યqસહિત હોય તો તે તપશ્ચર્યાદિ ગુણ ગુણાભાસ નહિ પણ ગુણ કહેવાય. ૩, અહીં કિંચિત્ અવ્યક્ત એટલે મંદમિથ્યાત્વ સંજ્ઞા સંભવે છે. ૧. હે ભગવનુ ! વિભંગશાની જીવ વિર્ભાગજ્ઞાનીપણે કેટલા દીર્ઘ કાળ સુધી રહે ? ગૌતમ ! જઘન્યથી ૧ સમય સુધી અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ અધિક તેત્રીસ સાગરોપમ સુધી (વિર્ભાગજ્ઞાનીપણું સતત કાયમ રહે), વળી અહીં વિર્ભાગજ્ઞાનની એક સમયની સ્થિતિ માટે વૃત્તિકર્તાએ જે કંઈક લખ્યું છે, તે ઉપર દર્શાવાયું છે. અને શ્રી પ્રજ્ઞાપનાજીની વૃત્તિમાં એ જ વાતને જુદા સ્વરૂપથી લખી છે તે આ પ્રમાણે – 'વિમાન નધન્યત વિષં રસમાં, कथमिति चेत् ? उच्यते - कश्चित् तिर्यपञ्चेन्द्रियो मनुष्यो देवो वा सम्यग्दष्टित्वादवधिज्ञानी सन् मिथ्यात्वं गतस्तस्मिंश्च मिथ्यात्वप्रतिपत्तिसमये मिथ्यात्वप्रभावतोऽवधिज्ञानं विभङ्गज्ञानीभूतं 'आद्यत्रयमज्ञानमपि भवति मिथ्यात्वसंयुक्त मिति वचनात्, ततोऽनन्तरसमये देवस्य च्यवनेनान्यस्य मरणेनान्यथा वा तद्विभङ्गज्ञानं परिपतति तत एवमेकसमयता विभङ्गज्ञानस्य । અર્થ :- વિર્ભાગજ્ઞાની જઘન્યથી એક સમય પ્રાપ્ત થાય છે, તે કેવી રીતે ? એમ જ પૂછતા હો તો કહેવાય છે કે – કોઈ તિર્યંચ પંચેન્દ્રિય અથવા મનુષ્ય અથવા કોઈ દેવ સમ્યગુષ્ટિપણાથી અવધિજ્ઞાની હોઈને મિથ્યાત્વ પામ્યો, તો તે મિથ્યાત્વની પ્રાપ્તિના સમયે જ મિથ્યાત્વના પ્રભાવથી અવધિજ્ઞાન તે વિભંગજ્ઞાનરૂપે પરિણમ્યું. જે કારણથી પહેલાં ત્રણ જ્ઞાન જો મિથ્યાત્વ સહિત હોય તો તે ત્રણે અજ્ઞાન સ્વરૂપ થાય છે, એ પ્રમાણે વચન હોવાથી. ત્યારબાદ (એટલે મિથ્યાત્વ પ્રાપ્તિના સમયથી અનન્તરના) બીજા સમયે દેવનું ઓવન થવાથી દેવનું વિર્ભાગજ્ઞાન નાશ પામે, અને અન્યનું યંચ પંચેન્દ્રિયનું અથવા મનુષ્યનું) વિર્ભાગજ્ઞાન તેના મરણ વડે અથવા તો બીજી રીતે (એટલે અવધિજ્ઞાનાવરણનો ઉદય થવાથી) પરિપતિત થાય (વિનાશ પામે), તે કારણથી એ રીતે વિર્ભાગજ્ઞાનનો સ્થિતિકાળ એક સમયનો ઘટી શકે છે (એ રીતે એક સમય સંબંધી વક્તવ્યતા કહી). Jain Education International For Private & Personal Use Only ૩૫૬ www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy