________________
કર્મ-પ્રદેશોને અપવર્તી નીચે ઊતારે છે.
(૪) મુળસં:- બધ્યમાન શુભ તથા અશુભ પ્રવૃતિઓમાં અશુભ પ્રવૃતિઓના કર્મપ્રદેશોને પ્રતિસમય અસંખ્ય ગુણ – અસંખ્યગુણ વૃદ્ધિ એ વિશુદ્ધિ વડે સંક્રમાવવા – પ્રક્ષેપવા – લઈ જવા તે ગુણસંક્રમ કહેવાય. આ ગુણસંક્રમને પણ આ ગુણસ્થાનવાળા જીવો અતિવિશિષ્ટ કરવાથી અપૂર્વ કરે છે.
(૫) ગમન સ્થિતિવંધ:- કર્મોની સ્થિતિ અશુભ હોવાથી પૂર્વનાં ગુણસ્થાનોમાં દીર્ઘ બંધાતી હતી અને આ ગુણસ્થાનમાં તો ઉત્કૃષ્ટ વિશુદ્ધિ હોવાથી અતિઅલ્પ બંધાવાના કારણથી અપૂર્વ સ્થિતિ બંધાય છે. એ પ્રમાણે આ ગુણસ્થાનમાં સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થોની અપૂર્વતા દર્શાવી. (આ અપૂર્વતા આગળનાં અનિવૃત્તિ આદિ ગુણસ્થાનોમાં પણ હોય છે.)
આ અપૂર્વકરણ ગુણસ્થાનવર્તી જીવો ૨ પ્રકારના છે; ત્યાં મોહનીય કર્મનો ક્ષય કરવા માટે ચઢેલા જીવો આ ગુણસ્થાનમાં આવ્યા હોય તે ક્ષહિ, અને મોહનીય કર્મનો ઉપશમ કરવા માટે ચઢેલા જીવો આ ગુણસ્થાનમાં આવ્યો હોય તે ઉપશમ કહેવાય છે. એ પ્રમાણે લપકાપૂર્વકરણ અને ઉપશમનાપૂર્વકરણ એમ આ ગુણસ્થાન બે પ્રકારે છે.
૨. નિવૃત્તિહર નવસમાસ | નિટિ ઇતિ. અહીં પણ એક દેશભાગ વડે સંપૂર્ણ સમુદાયનું જ્ઞાન થાય એ ન્યાય વડે અનિવૃત્તિ” શબ્દ કહેવાથી ‘અનિવૃત્તિ બાદર સંપરાય” ગુણસ્થાનવર્તી જીવો જાણવા. ત્યાં આ ગુણસ્થાનમાં સમકાળે પ્રવેશ કરેલા ઘણા જીવોના પરસ્પરના (એકબીજાના) અધ્યવસાય સ્થાનની વ્યાવૃત્તિ એટલે વિલક્ષણતાની (ભિન્નતાની) નિવૃત્તિ અહીં ઇચ્છેલી છે, તેવા પ્રકારની નિવૃત્તિ આ જીવોને નથી માટે આ ગુણસ્થાનનું નામ નિવૃત્તિ છે. અર્થાત્ આ ગુણસ્થાનમાં સમકાળે પ્રવેશ કરેલા કોઈપણ એક જીવને પ્રથમ સમયાદિ કોઈપણ વિવક્ષિત સમયને વિષે જે અધ્યવસાય સ્થાન વર્તે છે. તે જ અધ્યવસાયસ્થાનમાં તે જ સમયે વર્તનાર કોઈ બીજો અન્ય જીવ પણ (તે જ અધ્યવસાયમાં) વર્તે છે, એ તાત્પર્ય છે.
તથા સંપતિ એટલે જેના વડે સંસારમાં પર્વતિ-પર્યટન કરે તે સંપર્વ એટલે કષાયોદય. તથા વાર-સૂક્ષ્મ સંપરાયની અપેક્ષાએ સ્થૂલ કષાયોદય જે જીવોને હોય તે વીરસંપરય જીવો કહેવાય; એ પ્રમાણે અનિવૃત્તિ અને બાદર સંપરાયવર્તી એવા બે વિશેષણયુક્ત જીવો નિવૃત્તિ વીરસં૫રીય જીવો કહેવાય. તે પણ સંપર્ક અને ૩૫શમ એમ બે પ્રકારના છે; ત્યાં લપક અનિવૃત્તિ બાદરભંપરાયોદયી જીવો મોહનીયકર્મની ૨૦ પ્રકૃતિઓ, દર્શનાવરણીયકર્મની સ્યાનર્વિત્રિકરૂપ ૩ પ્રકૃતિઓ અને નામકર્મની ૧૩ પ્રકૃતિઓને ખપાવે છે; ક્ષય કરે છે. કેવી રીતે ક્ષય કરે છે? એમ જો પૂછતા હો તો કહીએ છીએ કે -
પ્રથમ તો પ્રત્યાખ્યાનાવરણ અને અપ્રત્યાખ્યાનાવરણ એ ૮ કષાયોને સમકાળે ક્ષય કરવા માંડે છે, તે ૮ કષાયો અર્ધક્ષય પામ્ય છતે અર્થાત્ અર્ધક્ષય પામવાના બાકી રહે તે દરમ્યાનમાં અંતરાલે જ-વચ્ચે જ - વિશુદ્ધિના બળથી ત્યાનટ્વિત્રિક અને નામની ૧૩ પ્રકૃતિઓનો (મળી ૧૬ પ્રકૃતિઓનો) સંપૂર્ણ ક્ષય કરે છે. તે નામકર્મની ૧૩ પ્રકૃતિઓનાં નામ આ પ્રમાણે –
For Private qersonal Use Only
Jain Education International
www.jainelibrary.org