________________
સહિત જેટલા જીવભેદ સંભવે છે તેટલા કહેવાની ઇચ્છાએ કહેવાય છે તે આ પ્રમાણે :
/ ૬-૭. સવિત ગીવાસ (ઘનત્ત-સામત્ત) | વિરથા પત્ત ફય? ઇત્યાદિ – વિરક્તિ એટલે સર્વ સાવદ્યયોગથી વિરામ પામે અર્થાતુ. નિવૃત્ત થાય તે વિરત કહેવાય. તે બે પ્રકારના છે: ૧. પ્રમત્ત અને ર. પ્રમત્ત. ત્યાં સંજુવલન ક્રોધાદિકના ઉદયથી મદ્ય - વિષય - કષાય - નિદ્રા - વિકથા એ પાંચે અથવા પાંચમાંનાં કોઈપણ એક-બે ઇત્યાદિ પ્રમાદસ્થાનો વડે જે મુનિઓ પ્રમાદ કરે એટલે સંયમયોગમાં સદાય (દોષિત થાય) તે પ્રમત્ત, અને તેવા પ્રકારના જે ન હોય તે અપ્રમત્ત કહેવાય; અર્થાત્ એ કહેલા પાંચ પ્રમાદોથી સર્વથા રહિત હોય તે અપ્રમત્ત કહેવાય.
+ ૮. પૂર્વવારા નવસમાસ પુત્ર” ઇતિ. અહીં પણ ભીમ શબ્દથી જેમ ભીમસેન સમજાય છે તે ન્યાયે એક અવયવથી આખા સંપૂર્ણ અંગનું - સમુદાયનું જ્ઞાન થતું હોવાથી પૂર્વ એ એક જ પદના અવયવ વડે અપૂર્વકરણવર્તી જીવો સમજી શકાય છે, એ તાત્પર્ય છે.
ત્યાં જે જીવોમાં સ્થિતિઘાત - રસઘાત – ગુણશ્રેણિ – ગુણસંક્રમ અને સ્થિતિબંધ એ ૫ પદાર્થોનું, પ્રથમ પ્રારંભ હોવાથી – અપૂર્વ એટલે અભિનવ (નવીન) એવું રણ એટલે ક્રિયાવિશેષ પ્રવર્તે છે તે જીવો પૂર્વUT ગુણવાળા કહેવાય. એ પાંચ અપૂર્વ પદાર્થો આ પ્રમાણે :
(૧) સ્થિતિઘાત :- જ્ઞાનાવરણીયાદિ કર્મોની ઘણી મોટી દીર્ઘ સ્થિતિને અપવર્ણના નામના કરણવિશેષ વડે ખંડવી અર્થાત્ અલ્પ-ટૂંકી કરવી તે સ્થિતિઘાત કહેવાય.
(૨) રસધતિ :- કર્મપ્રદેશોમાં રહેલા સ્નિગ્ધપણારૂપ રસને પણ, તે જ અપવર્ણનાકરણ વડે ખંડવો એટલે અલ્પ કરવો તે રસઘાત કહેવાય.
એ સ્થિતિઘાત તથા રસઘાત બંને પૂર્વનાં (૧ થી ૭) ગુણસ્થાનોમાં વિશુદ્ધિ અલ્પ હોવાથી અલ્પ થતા હતા, અને આ ગુણસ્થાનમાં તો વિશુદ્ધિ ઘણી હોવાથી ઘણા પ્રમાણમાં થાય છે, માટે એ બંને અપૂર્વ ગણાય છે.
(૩) TUT:- આત્મવિશુદ્ધિના બળથી કર્મની ઉપલી-અગ્રસ્થિતિમાંથી અપવર્તનાકરણ વડે નીચે ઊતારેલાં કર્મ-પ્રદેશોને ઉદય-સમયથી પ્રારંભીને અન્તર્મુહૂર્ત સુધીની સ્થિતિમાં (અર્થાતુ અન્તર્મુ0 જેટલા સમયોમાં) તે કર્મપ્રદેશોને શીધ્ર ખપાવવા માટે પ્રતિસમય અસંખ્યગુણ અસંખ્યગુણ વૃદ્ધિએ શ્રેણિ – પંક્તિબદ્ધ સ્થાપવા - પ્રક્ષેપવા - રચવા તે ગુણશ્રેણિ કહેવાય છે. પૂર્વનાં ગુણસ્થાનોમાં અવિશુદ્ધિ હોવાથી આ ગુણશ્રેણિ કાળથી દીર્ધ અને પ્રદેશ - રચનાની અપેક્ષાએ અલ્પપ્રમાણવાળી રચાય છે, કારણ કે તે ગુણસ્થાનોમાં વર્તતો જીવ ઉપરની સ્થિતિમાંથી કર્મ-પ્રદેશોને અલ્પ અલ્પ ઊતારે છે. અને આ અપૂર્વ ગુણસ્થાનમાં તો અતિ વિશુદ્ધિ હોવાથી તે જ ગુણશ્રેણિને અપૂર્વ રચે છે, એટલે કાળથી અતિઅલ્પ અને પ્રદેશ-રચનાની અપેક્ષાએ પુનઃ વિશાળ વિશાળ (અર્થાતુ ઘણા ઘણા પ્રદેશોના પ્રક્ષેપવાળી) રચે છે, કારણ કે આ ગુણસ્થાનમાં વર્તતો જીવ ઉપરની સ્થિતિમાંથી અપવર્તના વડે ઘણા ઘણા
Jain Education International
For Private Iersonal Use Only
www.jainelibrary.org