SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથમાં જ કહેવાશે. ૪. રતનચરિ ગીરસનાર વિરલ સા ા ઈત્યાદિ. વિરમતિ એટલે સાવઘયોગથી વિરામ પામે (નિવૃત્ત થાય), તે વિરત કહેવાય, અને તેવા પ્રકારનો જે જીવ ન હોય (એટલે સાવઘયોગથી વિરામ ન પામ્યા હોય એવા જીવો) તે અવિરત કહેવાય; અથવા વિરમur એટલે વિરત એટલે સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન, તે જેને નથી તે અવિરત. અને તે સમ્યગુદૃષ્ટિ પણ હોય છે, માટે અવિરત સમ્યગુદૃષ્ટિ જીવ કહેવાય. અહીં ભાવાર્થ એ છે કે – પૂર્વે કહેલા સ્વરૂપવાળો ઉપશમ સમ્યગૃષ્ટિ, અથવા શુદ્ધ દર્શનમોહનીય-પુંજના ઉદયવાળો ક્ષયોપશમ સમ્યદૃષ્ટિ, અથવા સાતે દર્શનમોહનીયનો – દર્શનસપ્તકનો જેણે ક્ષય કર્યો છે એવો ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ જીવ પરમ મુનિ મહાત્માઓએ કહેલી સાવઘયોગોની વિરતિને મોક્ષરૂપી મહેલ ઉપર ચઢવાને નિસરણી સરખી જાણતો છતો પણ અપ્રત્યાખ્યાન કષાયના ઉદય વડે વિપ્નવાળો હોવાથી (તે વિરતિને) અંગીકાર કરતો નથી, તેમજ (કદાચ અંગીકાર કરી હોય તો તે) પાળવાને પણ યત્ન કરતો નથી, તે જીવ અહીં વિરતસંખ્યદ્રષ્ટિ કહેવાય છે. આ અવિરત સમ્યગુદૃષ્ટિ જીવો સર્વદા અસંખ્યાત હોય છે જ. ગાથામાં વિનય સમ્મા ય ફેસરિયા , એ પદોમાં બહુવચનનો પ્રયોગ છે, તેમજ વકાર એટલે જ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. એ પ્રમાણે ગાથામાં બીજે સ્થાને પણ જ્યાં જ્યાં (૨) કાર આવે ત્યાં સમુચ્ચયવાચક જાણવો. + પ રેશવિરત નીવસતિ . વિરવા ઈત્યાદિ. સર્વ સાવઘયોગના દેશે-એકવ્રતના વિષયમાં એટલે શૂલપ્રાણાતિપાતાદિ સર્વ વ્રતના વિષયવાળી અનુમતિ વર્જીને (સવ) સાવદ્યયોગ સુધીમાં વિરતં - વિરતિ જે જીવને હોય તે દેશવિરતિ જીવ કહેવાય, અર્થાત્ આ જીવને સર્વ સાવદ્યયોગની વિરતિ નથી, કારણ કે એ જીવ પ્રત્યાખ્યાનાવરણીય કષાયોદય વડે નિવારણ કરાયેલો છે (એટલે પ્રત્યા. કષાયના ઉદય વડે સર્વવિરતિની પ્રાપ્તિથી અટકેલો છે.) એ જીવ દેશવિરતિ છે, તેમજ સમ્યગુદૃષ્ટિ પણ છે માટે દેશવિરત સમ્યગુદૃષ્ટિ કહેવાય છે. કહ્યું છે કે – “જે જીવ સમ્યગુદર્શન સહિત હોય અને પોતાની શક્તિ પ્રમાણે એક વ્રતથી પ્રારંભીને યાવત્ (શ્રાવકના) અંતિમવ્રત સુધીના વ્રતનો અંગીકાર કરનાર તેમજ અનુમતિમાત્રાવાળો હોય (પરંતુ કરવું – કરાવવું – એ બે કરણ રહિત હોય) તેવો જીવ દેશવિરત કહેવાય. //// તથા પરિમિત ભોગ્યવસ્તુઓનું સેવનારો હોય અને શેષ રહેલી અનંત અપરિમિત વસ્તુઓને ત્યાગ કરનાર હોય એવો દેશવિરતિ શ્રાવક પરલોકને વિશેષ અપરિમિત અનંત સુખ પામે છે. રા' એ દેશવિરત સમ્યગુદૃષ્ટિઓ પણ જગતમાં સર્વદા અસંખ્યાત હોય છે. એ પ્રમાણે સર્વવિરતિરહિત જે જીવભેદ સંભવે છે. તેવાં ૫ પ્રકારના જીવભેદ કહ્યા, અને હવે તે સર્વવિરતિ ૧. પરિમિત એટલે સંખ્યામાં અને પ્રમાણમાં પણ અલ્પ, અર્થાત્ દેશવિરત શ્રાવકો પોતાના ઉપયોગ પૂરતી વસ્તુનો ઉપભોગ કરે પણ અધિકનો નહિ. Jain Education International For Private & Orsonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy