________________
૧ સમય બાકી ૨હે અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી રહે, ત્યારે કોઈક જીવને મહાન બિભીષિકા (ભયજનક વાતાવરણ)ના ઉત્થાન (ઉપદ્રવ) સરખો અનંતાનુબંધી કષાયનો ઉદય પ્રાપ્ત થાય છે; અને તેના ઉદયથી જ તે જીવ સાસ્વાદન સમ્યગ્દૃષ્ટિ થાય છે. અથવા તો કોઈક જીવ ઉપશમશ્રેણિથી પડ્યો હોય તો તેને પણ અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં આસ્વાદન સમ્યગ્દૃષ્ટિપણું પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જઘન્યથી ૧ સમય (સાસ્વાદનપણાનો) વ્યતીત થયે અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા વ્યતીત થયા પછી અવશ્ય તે જીવને મિથ્યાત્વનો ઉદય થવાથી તે જીવ મિથ્યાદૃષ્ટિ થાય છે. એ પ્રમાણે સાસ્વાદન સમ્યગ્દૃષ્ટિની ઉત્પત્તિ કહી; વિશેષ વિસ્તાર ક૨વા વડે સર્યું. (એટલે હવે એ સંબંધી અધિક વિવેચન કરવાનું નથી.) એ સાસ્વાદન સમ્યદૃષ્ટિ જીવો કોઈક વખત ઉત્કૃષ્ટથી અસંખ્ય પણ હોય છે. વિશેષથી આગળ કહેવાશે. ॥ રૂ. મિત્રસૃષ્ટિ ખીવસમાસ ||
સમ્યક્ અને મિથ્યા એવા પ્રકારની જે (ઉભય પ્રકારની) દૃષ્ટિ તે મિશ્રદૃષ્ટિ છે જેને એવા જીવો મિત્રવૃત્તિ કહેવાય. અહીં તાત્પર્ય એ છે કે - પૂર્વોકત વિધિએ પ્રાપ્ત કરેલાં ઔષધધિવશેષ સરખાં ઉપશમ સમ્યક્ત્વ વડે, મીણાવાળા કોદ્રવા સરખા અશુદ્ધ એવા દર્શનમોહનીયકર્મને (મિથ્યાત્વમોહનીયને) જીવ શુદ્ધ કરીને ત્રણ પ્રકારનું કરે છે. તે આ પ્રમાણે – શુદ્ધ – અર્ધવિશુદ્ધ અને અવિશુદ્ધ. તેની સ્થાપના આ પ્રમાણે :
સમ્યપુંજ (શુદ્ધપુંજ)
||૧||
મિશ્રપુજ (અર્ધશુદ્ધ)
એ ત્રણ પુંજમાંથી જ્યારે અર્ધવિશુદ્ધ પુંજનો ઉદય થાય ત્યારે તેના ઉદયથી જીવને શ્રી જિનેશ્વરોએ કહેલાં તત્ત્વોની શ્રદ્ધા પણ અર્ધવિશુદ્ધ થાય છે, તે કારણથી એ જીવ મિશ્રવૃષ્ટિ કહેવાય છે. (અર્થાત્ સભ્યમિથ્યાદૃષ્ટિ ગણાય છે.) આ મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનમાં જીવ અંતર્મુહૂર્ત કાળ સુધી રહે છે, અને ત્યારબાદ (ક્ષયોપશમ) સમ્યક્ત્વમાં અથવા મિથ્યાત્વમાં અવશ્ય જાય છે. કહ્યું છે કે -
‘મિથ્યાત્વથી જીવની સંક્રાન્તિ (જીવનું ગમન) અવિ૨ોધપણે સમ્યક્ત્વમાં અથવા મિશ્રમાં હોય છે, તેમજ મિશ્રમાંથી જીવની સંક્રાન્તિ બંનેમાં (મિથ્યાત્વમાં અથવા સમ્યક્ત્વમાં) હોય છે; તથા સમ્યક્ત્વમાંથી તો જીવની સંક્રાન્તિ મિથ્યાત્વમાં હોય છે પરંતુ મિશ્રમાં હોય` નહીં'
મિથ્યાપુંજ (અશુદ્ધ)
એ મિશ્રદૃષ્ટિ જીવો પણ કદાચિત્ ઉત્કૃષ્ટથી અસંખ્યાત હોય છે, એ વાત પણ સવિશેષપણે
Jain Education International
૧. સમ્યક્ત્વથી એટલે ક્ષયોપશમ વા ઉપશમ સમ્યક્ત્વથી મિશ્રસમ્યક્ત્વમાં જીવ ન જાય એ અભિપ્રાય શ્રી સિદ્ધાંતનો છે; અને કર્મગ્રંથકાર તો ઉપશમથી સીધો મિશ્રમાં આવે તેમજ ક્ષયોપશમ સમ્યક્ત્વથી પણ સીધો મિશ્ર સમ્યક્ત્વમાં આવે એમ કહે છે. એ પ્રમાણે સમ્યક્ત્વથી જીવસંક્રાન્તિ માટે બે મત જાણવા.
For Privateersonal Use Only
www.jainelibrary.org