________________
પણ સંક્લેશના વશથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કર્મો કરે છે. અર્થાતુ (કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કરે છે –બાંધે છે.) વળી કોઈ મહાત્મા જીવ કે જેને મોક્ષ સુખ નજીકમાં પ્રાપ્ત થવાનું છે તે ઉલ્લાસ પામતા અતિશય અનિવાર્ય આત્મબળના પ્રસાર - વિસ્તારવાળો થયો છતો જેમ પ્રચંડ વજદંડ વડે પર્વત ભેદે તેમ પૂર્વોક્ત ઘન રાગદ્વેષ પરિણામરૂપ ભાવગ્રંથિને પૂર્વે નહિ અનુભવેલી એવા પ્રકારની અતિવિશિષ્ટ વિશુદ્ધિવાળા ઉપૂર્વક નામના કરણ વડે ભેદીને તેથી પણ અધિક વિશિષ્ટ વિશુદ્ધિવાળા ત્રીજા નિવૃત્તિને જ અનુભવતો (પ્રાપ્ત કરતો) જીવ મિથ્યાત્વસ્થિતિના ઉદય સમયથી આરંભીને અંતર્મુહૂર્તથી ઉપરની સ્થિતિમાં તે સ્થાને વેદવા યોગ્ય મિથ્યાત્વ – પ્રદેશોના ઉદયના અભાવરૂપ સન્તાક્ષર(મિથ્યાત્વની ઉપલી સ્થિતિમાં) કરે છે.
પ્રથમ ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિ. ઉપર કહ્યા પ્રમાણે અનિવૃત્તિકરણમાં વર્તતા જીવે મિથ્યાત્વની ઉપલી સ્થિતિમાં જે અંતરકરણ કર્યું છે, તે અંતરકરણ કરવાથી મિથ્યાત્વની સ્થિતિના ૨ ભાગ થાય છે, તેમાં અંતરકરણથી નીચેની સ્થિતિ તે પ્રથમ સ્થિતિ, તે અંતર્મુહૂર્ત પ્રમાણની જ છે; અને અંતરકરણથી ઉપરની તે દ્વિતીયા સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન અંતઃકોડાકોડ સાગરોપમ જેટલી શેષ રહેલી હોય છે. તેની સ્થાપના આ પ્રમાણે :
પ્રથમા ઉદય સ્થિતિ અંતર્મ.
દ્વિતીયા સ્થિતિ (દેશોન અંતઃ કો. કો. સાગરોપમ) ૦૦૦૦૦
અંતરકરણ , ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦, અંતર્મુ
સ્થાન ત્યાં પ્રથમા સ્થિતિને વિષે વર્તતો જીવ મિથ્યાત્વનાં દલિક વેદ છે માટે તે મિથ્યાદૃષ્ટિ જ કહેવાય છે; અને અંતર્મુહૂર્ત કાળ વ્યતીત થયે જ્યારે તે નીચેની પ્રથમ સ્થિતિ પ્રતિસમય ઉદયમાં આવી આવી ક્ષય પામશે અને તે ક્ષય પામતાં જ જીવ જ્યારે અંતરકરણમાં પ્રવેશ કરશે ત્યારે ત્યાં અંતરકરણના પ્રથમ સમયે જમિથ્યાત્વના ઉદયના અભાવથી ૩૫શમ સંવૃત્વપામે. જેમ વનનો દાવાનળ – અગ્નિ વનના જે સ્થાનમાં પ્રથમ સર્વ વનસ્પતિ બની ગઈ છે તેવું દશ્ય સ્થાન તથા જેમાં વનસ્પતિ ઉગતી જ નથી એવું ઊષર સ્થાન પામીને સ્વતઃ બુઝાઈ જાય છે તેમ મિથ્યાત્વના ઉદયરૂપ અગ્નિ પણ તે સ્થાને વેદવા યોગ્ય મિથ્યાત્વ પ્રદેશોના અભાવવાળું અંતરકરણ સ્થાન પામીને સ્વતઃ શાંત થઈ જાય છે જ.
ઉપશમ સમ્યક્તથી પડતાં સાસ્વાદનની પ્રાપ્તિ પરમ નિધાનના લાભ સરખું તે અંતર્મુહૂર્ત કાળવાળું ઉપશમ સમ્યક્ત જ્યારે જઘન્યથી
આ પ્રમાણે સ્થાપના તાડપત્ર પ્રતિમાં જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org