________________
આપનારા અને મોક્ષવૃક્ષના બીજભૂત એવો ઉપશમ સમ્યક્ત્વનો લાભ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી રહ્યે વિનાશ પામે છે. એ પ્રમાણે આસાદન (એટલે અનંતાનુબંધી)ના યોગથી જીવ પણ આસાદન કહેવાય છે; અને એ જીવ સમ્યગ્દષ્ટિ હોય છે તેથી એ સાવનતવૃષ્ટિ - કહેવાય છે. અથવા આ સમન્તાન્ત્ (સર્વ બાજુથી) સાતતિ ોતિ અર્થાત્ ઉપશમ સમ્યક્ત્વનો સ્ફોટ-વિનાશ કરે તે આસાતન એટલે અનંતાનુબંધી કષાયનો ઉદય, અને તે (અનંતા૰)ના યોગથી જીવ પણ ઞIતન કહેવાય, અને તે પુનઃ સમ્યગ્દૃષ્ટિ હોય છે તેથી સાતન-સમ્પવૃષ્ટિ પણ કહેવાય.
અથવા હજી સુધી પણ સમ્યક્ત્વના રસને આસ્વાદે છે, અનુભવે છે, પરંતુ સમ્યક્ત્વ૨સનો સર્વથા ત્યાગ કર્યો નથી, માટે સ્વાવન અને તે જીવ પુનઃ સમ્યગ્દૃષ્ટિ છે માટે ઞસ્વાવન સમ્યદૃષ્ટિ પણ કહેવાય. આ સાસ્વાદન સમ્યગ્દૃષ્ટિપણું જીવને જે રીતે પ્રાપ્ત થાય છે તે રીત હવે કહેવાય છે. તે આ પ્રમાણે :
પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્તિ યોગ્ય જીવ (યથાપ્રવૃત્તકરણ).
આ ગંભીર અને જેનો પાર નથી, એવા સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરતો અર્થાત્ પરિવર્તન પામતો જીવ સર્વ દુઃખરૂપી વૃક્ષના બીજભૂત મિથ્યાત્વના હેતુથી અનંત પુદ્ગલપરાવર્ત્ત સુધી અનંત લાખોગમે દુઃખો અનુભવીને કોઈ પણ રીતે તથાપ્રકારના ભવ્યત્વના પરિપાકથી પર્વતની નદીના પાષાણના ઘોલના ન્યાય સરખા વિશિષ્ટ અધ્યવસાયરૂપ, અનાભોગથી પ્રાપ્ત થયેલ યથાપ્રવૃત્તર વડે આયુષ્ય સિવાયના જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મોને પૃથક્ પૃથક્ પ્રત્યેકને અંતઃસાગરોપમ કોડાકોડિ (પલ્યાસંધ્યેય ભાગ ન્યૂન ૧ કોડાકોડિ સાગરોપમ) સ્થિતિવાળાં કરે છે. એ યથાપ્રવૃત્તકરણથી ૭ કર્મોની દેશોન ૧ કો. કો. સાગરોપમ સ્થિતિ બાકી રહે તે વખતે કર્મમલના સમૂહથી તિરસ્કાર પામેલ એવા આત્મવીર્યવિશેષવાળા જીવોને દુ:ખે ભેદી શકાય એવો અતિકઠોર - કર્કશ - નિબિડ - ગાઢ અને દીર્ઘકાળથી પ્રરૂઢ થયેલી (વળગી ગયેલી) અતિગૂઢ ગ્રંથિ (કાષ્ઠ વા વાંસની ગુપિલ ગાંઠ) સરખો, કર્મપરિણામથી ઉત્પન્ન થયેલો, અતિનિબિડ રાગદ્વેષરૂપ પરિણામવાળો અને પૂર્વે કદી નહિ ભેદ્દેલો એવો ગ્રંથિ (ઘન રાગદ્વેષ પરિણામ) ‘પ્રાપ્ત થાય છે. (એટલે ગ્રંથિનો ભેદ ક૨વા સન્મુખ થાય છે.) કહ્યું છે કે,
‘ગ્રંથિ એટલે અતિદુર્ભેદ્ય, કર્કશ, ઘન, દીર્ઘકાળથી રૂઢ થયેલ અને ગૂઢ એવા કાષ્ઠની ગાંઠ સરખો જીવનો કર્મજન્ય એવો ગાઢ રાગદ્વેષરૂપ પરિણામ જાણવો.'
ગ્રંથિભેદ કરનાર અને ન કરનાર જીવો (અપૂર્વકરણ).
આ ગ્રંથિ સુધી તો અભવ્ય જીવો પણ યથાપ્રવૃત્તકરણ વડે કર્મસ્થિતિ ખપાવીને અનંતવાર આવે છે જ; પરંતુ ગ્રંથિભેદ ક૨વા અસમર્થ એવા તે અભવ્યો તે ગ્રંથિથી પાછા વળીને પુનઃ ૧. શાસ્ત્રમાં સર્વત્ર ‘ગ્રંથિ પ્રાપ્ત થાય છે' એ વચનનો અર્થ એવો નહિ કે અદ્યાપિ પર્યન્ત જીવ ગ્રંથિરહિત હતો, અને હવે યથાપ્ર. કરણ વડે ગ્રંથિ પામ્યો. પરંતુ વાસ્તવિક અર્થ એ છે કે - જીવ અનાદિકાળથી ગ્રંથિસહિત જ છે; તે ગ્રંથિને ભેદવાનો અવસર કોઈ વખત પામ્યો નથી, જેથી યથાપ્રવૃત્તકરણના અધ્યવસાયો વડે હવે ગ્રંથિભેદની સન્મુખ થયો તે જ ગ્રંથિ પામ્યો એમ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org