________________
અને તેવા ઘણા વિષયોના વિચાર વડે શ્રોતાઓની-શિષ્યોની વિશિષ્ટ મતિની વ્યુત્પત્તિનો-ઉત્પત્તિનો સંભવ છે. અથવા વિશિષ્ટ - શ્રેષ્ઠ એવા શિષ્યોની મતિની વ્યુત્પત્તિનો - વિશેષ સ્મૃતિનો સંભવ છે, માટે એ વિશેષ ઉપયોગી હોવાથી જ ૧૪ પ્રકારના જીવભેદનું વ્યાખ્યાન કરાશે. એ પ્રમાણે આ ૭મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //૭ી.
વતર : આ જીવસમાસ પ્રકરણમાં જે ૧૪ પ્રકારના જીવસમાસ કહેવાના છે, તે કયા ૧૪ પ્રકારના જીવસમાસ? તે આ ૮-૯મી ગાથામાં દર્શાવાય છે :
'मिच्छाऽऽसायण मिस्सा३, अविरय, सम्मा य देसविरया य५ । વિરયા ઉપર ફરે, કપુત્ર કાઠ્ઠિ મુહૂમ ° ટી. उवसंत रवीण मोहा, १३सजोगिकेवलिजिणा अजोगी य । चोद्दस जीवसमासा, कमेण एएऽणुगंतव्वा ॥९॥
થાર્થ : મિથ્યાદૃષ્ટિ - આસ્વાદન- મિશ્રદૃષ્ટિ - અવિરતસમ્યગુદૃષ્ટિ - દેશવિરત પ્રમત્ત સર્વવિરત - અપ્રમત્ત સર્વવિરત – અપૂર્વકરણ – અનિવૃત્તિકરણ – સૂક્ષ્મસંપરાય - ઉપશાન્ત મોહ - ક્ષીણમોહ - સયોગિકેવલિજિન - અયોગિકેવલિજિન એ પ્રમાણે ૧૪ પ્રકારના જીવસમાસ ક્રમપૂર્વક જાણવા. //૮ll૯ી.
વ્યાધ્યાર્થ: “મિચ્છી = મિથ્યા' એ પદ અપૂર્ણ છે, પરંતુ સૂત્રમાં ગાથામાં આવેલું છે; અને સૂત્રમાં સૂચનામા જ હોય છે; જેથી મિથ્યા' એ પદ પણ સૂચનામાત્રાવાળું હોવાથી યથાસંભવ સર્વ ઠેકાણે પદનો એક વિભાગ હોય તો પણ સંપૂર્ણ પદ ગ્રહણ કરી શકાય છે. તેથી ‘’િ એ અપૂર્ણ પદથી પણ ‘મિથ્યાદૃષ્ટિ” એમ સંપૂર્ણ અર્થ સમજી શકાય છે. ધતૂર ખાધેલા પુરુષને જેમ શ્વેત વસ્તુમાં પીત વર્ણ સમજાય છે, એવી મિથ્યા-વિપરીત દૃષ્ટિ થાય છે, તેમ મિથ્યાત્વમોહનીયના ઉદયથી જેને શ્રીજિનેશ્વર પ્રણીત તત્ત્વોમાં વિપરીત દૃષ્ટિ થાય તે મિથ્યાદૃષ્ટિ કહેવાય. અર્થાત્ મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી જે જીવો જિનેશ્વરે દર્શાવેલા યથાર્થ પદાર્થોમાં શ્રદ્ધા-વિશ્વાસ-પ્રતીતિરહિત હોય તેવા જીવો મિથ્યાદૃષ્ટિ ગણાય.
કહ્યું છે કે – “તત્ત્વાર્થ ભાવોની એટલે સતુ પદાર્થોની જે અશ્રદ્ધા-અવિશ્વાસ તે મિથ્યાત્વ કહેવાય છે, અને તે સાંશયિક - અભિગ્રહિક તથા અનભિગ્રહિક એમ ૩ પ્રકારનું કહ્યું છે.'
વળી બીજો અર્થ મિથ્યાત્વનો એ છે કે – “સૂત્ર સિદ્ધાંતોમાં કહેલાં વચનોમાંનો એક પદ અથવા એક અક્ષર પણ જો ન સદહેન માને, અને શેષ સર્વ વચનો માનતો હોય તો પણ તે જીવ જમાલીની પેઠે મિથ્યાદૃષ્ટિ નિશ્ચયથી જાણવો.' ||૧||
જગતવર્તી સમગ્ર જીવરાશિમાંનો એક અનંતમો ભાગ વર્જીને શેષ સર્વ અનંત જીવો મિથ્યાદૃષ્ટિ હોય છે.
માસાયા - એ પદમાં ના = આય એટલે ઉપશમ સમ્યક્તનો લાભ તેને સાયણ - સાદન કરે એટલે દૂર કરે નાશ પમાડે તે માસીન એટલે અનંતાનુબંધી કષાયનો ઉદય એવો નિરુક્ત - વ્યુત્પત્તિ અર્થ છે. એ નિરુક્તિમાં ૩ પછીનો ય કારનો લોપ થયો છે. માટે સાન ને બદલે માસીકન શબ્દ થયો છે. એ અનંતાનુબંધી કષાયનો ઉદય થયે છતે અનંત સુખ-ફળ
For Privatel Oersonal Use Only
Jain Education International
www.jainelibrary.org