________________
સમ્યક્તના ભેદથી જીવસમાસ ૬ પ્રકારનો પણ છે. તથા કૃષ્ણાદિ ૬ લેગ્યા ભેદથી અને એ લેશ્યાના અભાવથી જીવસમાસ ૭ પ્રકારનો પણ છે. તથા વેદના – કષાય – મરણ - વૈક્રિય - આહારક - તૈજસ્ તથા કેવલિ અને ૭ સમુદ્દાત ભેદ વડે તેમજ એ સાતે સમુદ્રઘાતના અભાવ વડે જીવસમાસ પ્રકારનો પણ છે. તથા અખંજ-પોતજ-જરાયુજ - રસજ- સ્વેદજ – સંપૂર્ણ - ઉભિન્ન – ઔપપાતિક તથા યોનિજ એ નવ પ્રકારના જન્મભેદથી જીવસમાસ પણ ૯ પ્રકારનો છે. તથા પૃથ્વી – અપૂ - તેજસ - વાયુ - વનસ્પતિ - હીન્દ્રિય - ત્રીન્દ્રિય - ચતુરિન્દ્રિય - પંચેન્દ્રિય અને અનિન્દ્રિય એ ભેદથી ૧૦ પ્રકારનો પણ જીવસમાસ છે. તથા એકેન્દ્રિય – દ્વિીન્દ્રિય - ત્રીન્દ્રિય – ચતુરિન્દ્રિય – પંચેન્દ્રિય એ ૫ પર્યાપ્ત અને ૫ અપર્યાપ્ત મળી ૧૦ તથા અનિદ્રિય મળી ૧૧ પ્રકારનો પણ જીવસમાસ છે. તથા ૫ જ્ઞાન અને ૩ અજ્ઞાન એ ૮ સાકાર ઉપયોગ અને ચક્ષુદર્શન - અચક્ષુદર્શન – અવધિદર્શન તથા કેવલદર્શન એ ૪ દર્શન સંબંધી ૪ અનાકાર ઉપયોગ મળી ૧૨ ઉપયોગ વડે જીવસમાસ ૧૨ પ્રકારનો પણ છે. તથા પૃથ્વી – અપ - તેજ - વાયુ - વનસ્પતિ - ત્રસ એ ૬ કાય પર્યાપ્ત અને ૬ કાય અપર્યાપ્ત મળી ૧૨ કાય તથા ૧ અકાય (સિદ્ધ) મળી ૧૩ પ્રકારનો પણ જીવસમાસ છે. તથા મિથ્યાદૃષ્ટિ - સાસ્વાદન તથા મિશ્રદૃષ્ટિ ઇત્યાદિ ૧૪ પ્રકારના ગુણસ્થાનભેદથી જીવસમાસ ૧૪ પ્રકારનો પણ છે. તથા એકેન્દ્રિય સૂક્ષ્મ – એકેન્દ્રિય બાદર – કીન્દ્રિય - ત્રીન્દ્રિય – ચતુરિન્દ્રિય – અસંજ્ઞી પંચેન્દ્રિય - સંજ્ઞી પંચેન્દ્રિય એ ૭ જીવભેદ પર્યાપ્ત અને ૭ અપર્યાપ્ત તથા ૧ સિદ્ધ - જીવરાશિ મળી જીવસમાસ ૧૫ પ્રકારનો પણ છે. તથા ૪ પ્રકારનો મનયોગ, ૪ પ્રકારનો વચનયોગ અને ૭ પ્રકારનો કાયયોગ તથા ૧ અયોગી (સિદ્ધ) એ પ્રમાણે યોગના પ્રતિભેદ વડે જીવસમાસ ૧૬ પ્રકારનો પણ છે. એ પ્રમાણે એકેક અધિક અધિક ભેદ વડે (૧૭-૧૮-૧૯ ઇત્યાદિ) ઘણા ઘણા પ્રકારના જીવસમાસ (જીવભેદો સંભવે છે. તે કારણથી એ અનેક જીવસમાસનું ગ્રહણ ન થાય તે માટે આ પ્રકરણના પ્રારંભમાં જ “૧૪ પ્રકારનો જીવસમાસ” એ વિશેષણ કહ્યું છે. અર્થાત્ એ અનેક પ્રકારના જીવસમાસોમાંથી કેવળ ૧૪ પ્રકારના જીવસમાસનું જ અનુગમન - વ્યાખ્યાન આ ગ્રંથમાં કહીશ. ગાથામાં ૩ (ત) શબ્દ એવકાર માટે (નિશ્ચયવાચક) કહ્યો છે, અને તેથી ચૌદ પ્રકારનો જ જીવસમાસ કહીશ એ વાક્યમાં (કાર નિશ્ચયવાચક) જોડેલો જ
છે.
પ્રશ્ન : જો એ પ્રમાણે બીજા પણ અનેક પ્રકારે જીવભેદ સંભવે છે તો શેષ સર્વ પ્રકારના જીવભેદ છોડીને ૧૪ પ્રકારના જીવભેદનું જ વ્યાખ્યાન શા માટે કરાય છે?
ઉત્તર : એ ૧૪ પ્રકારના જીવભેદમાં જ ઘણો વિષય વિચારવા યોગ્ય (જાણવા યોગ્ય) છે. ૧. કૃષ્ણલેશ્યાવંત ઇત્યાદિ ૬ અને અલેશી (સિદ્ધ) મળી ૭ પ્રકારનો જીવસમાસ. ૨. ૭ સમુઠ્ઠાતવંત અને ૧ અસમુદ્યાતી (સિદ્ધ)એ ૮ પ્રકારનો જીવસમાસ. ૩. અહીં યોનિજ એટલે યોનિ દ્વારા જન્મ આપનાર જીવ ગણાય છે. પરંતુ ઉપરના કહેલા ૨-૩-૪-૫-૬-૭-૮ પ્રકારના જીવસમાસમાં જેમ સિદ્ધનો સંગ્રહ થાય છે તેમ આ ૯ પ્રકારના જીવસમાસમાં સિદ્ધનો સંગ્રહ થયેલો જણાતો નથી. માટે વિચારવા યોગ્ય છે. આગળના ૧૦-૧૧ આદિ કહેવાતા જીવસમાસોમાં પણ સિદ્ધનો સંગ્રહ થાય છે. તથા અહીં અંડજ - પોતજ આદિ જીવભેદનો અર્થ અન્ય ગ્રંથોથી જાણવો.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org