________________
અવતરVT : પ્રશ્ન : આ ગ્રંથના પ્રારંભમાં “પ્રથમ ૧૪૧ પ્રકારના જીવસમાસ કહેવાના છે,” એમ ગ્રંથકર્તાએ સ્વીકાર્યું છે, તો તે ૧૪ પ્રકારના જીવસમાસ સિવાય બીજા પ્રકારે પણ સર્વ જીવનો સંગ્રહ થાય એવા જીવભેદ સંભવે છે? કે જેથી (જીવસમાસમાં) ૧૪ એવું વિશેષણ આપ્યું છે? અર્થાત્ ૧૪ જીવસમાસરૂપ ૧૪ ભેદથી બીજા હીનાધિક ભેટવાળા પણ જીવભેદ ગણી શકાય છે? એ પ્રશ્નનો ઉત્તર : હા, બીજા પણ સર્વ જીવરાશિનો – સમગ્ર જીવાસ્તિકાયનો સંગ્રહ થઈ શકે એવા જીવભેદ છે, અને તે આ ૭મી ગાથામાં કહેવાય છે :
आहारभव्यजोगा - इएहिं एगुत्तरा बहू भेया ।
एत्तो उ चउदसण्हं, इहाणुगमणं करिस्सामि ॥७॥ પથાર્થ : આહાર-ભય અને યોગ ઇત્યાદિ દ્વારો વડે જીવના એકેક અધિક વૃદ્ધિએ વધતા (એટલે ૨-૩-૪ ઈત્યાદિ) ઘણા ભેદ થાય છે, એ અનેક પ્રકારના જીવભેદોમાંથી આ ગ્રંથમાં તો હું ફક્ત ૧૪ જીવભેદનું જ અનુગમન - વ્યાખ્યાન કરીશ. //શા
વ્યારબ્ધાર્થ : અહીં અનેક પ્રકારના જીવભેદમાં પ્રથમ તો ઉપયોગ – લક્ષણ ભેદથી જીવ ૧ પ્રકારનો છે, તેથી એ રીતે પહેલો ૧ પ્રકારનો જીવસમાસ છે; કારણ કે એ ઉપયોગ એક જ ભેદમાં સર્વજીવમાત્ર સંગૃહીત થાય છે. આ ૧ પ્રકારનો (ઉપયોગ - લક્ષણવાળો) જીવભેદ *ઉત્સર્ગસિદ્ધ હોવાથી તેમજ અતિપ્રસિદ્ધ હોવાથી ઉપરની ૭મી ગાથામાં જો કે કહ્યો નથી, તો પણ સ્વતઃ વિચારી લેવો કે ઉપયોગ – લક્ષણથી સર્વજીવોનો ૧ ભેદ છે. તથા -
विग्गहगइमावन्ना, केवलिणो समुहया अजोगी य ।
सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ।।१।। (વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા જીવો, સમુદ્યાતને પ્રાપ્ત થયેલા કેવલી, અયોગી કેવલી અને સિદ્ધ પરમાત્મા એ સર્વ જીવો અનાહારી છે; અને શેષ સર્વ જીવો આહારી છે) - એવું શાસ્ત્રવચન હોવાથી આહારક અને અનાહારક એ બે ભેદથી ર પ્રકારનો પણ જીવસમાસ છે. તથા મુક્તિગમન યોગ્ય જીવ તે ભવ્ય, અને મુક્તિગમનને અયોગ્ય તે અભવ્ય જીવ અને સિદ્ધ પરમાત્મા તો ભવ્ય પણ ન કહેવાય તેમ અભવ્ય પણ ન કહેવાય, માટે એ પ્રમાણે ભવ્યના ભેદથી જીવસમાસ (ભવ્ય-અભવ્ય-નોભવ્યનોઅભવ્ય એમ) ૩ પ્રકારનો છે. તથા મન-વચન અને કાયયોગ વડે તથા એ ત્રણે યોગના અભાવ વડે જીવસમાસ ૪ પ્રકારનો પણ છે.
તથા મૂળ ગાથામાં કહેલાં (માઈ - ઈત્યાદિ વડે) એ ઇત્યાદિ પદથી ક્રોધ - માન - માયા - લોભ એ જ કષાય વડે તેમજ એ ચારે કષાયના અભાવ વડે જીવસમાસ ૫ પ્રકારનો પણ છે. તથા મિથ્યાત્વ- સાસ્વાદન - ઉપશમ - ક્ષાયિક - ક્ષયોપશમ અને વેદક* એ ૬ પ્રકારના ૧. ૧૪ ગુણસ્થાનભેદે ૧૪ રકારના જીવસમાર. ૨. ઉત્સર્ગ એટલે રામાન્ય-સાધારણ અથવા બહવ્યાપી ભાવ. જેથી ઉપયોગ- લક્ષણથી જીવનો ૧ ભેદ એ તો સાધારણ રીતે બહવ્યાપી નિયમ પ્રમાણે સિદ્ધ-રાબિત થયેલો જ છે, માટે ઉત્સર્ગ સિદ્ધ છે. ૩. મનયોગી - વચનયોગી – કાયયોગી – અયોગી (સિદ્ધ) એ ૪ પ્રકારનો જીવસમાસ. ૪. ક્રોધી – માની - માયી - લોભી - અકપાયી (સિદ્ધ) એમ ૫ પ્રકારનો જીવરામાસ. * મુદ્રિત ટીકામાં વેદક નહિ પણ મિશ્ર સમ્યકત્વ ગણાવેલ છે.
Jain Education International
For Private & Kersonal Use Only
www.jainelibrary.org