________________
(૪) તથા ચોથું સ્પર્શનાદ્વાર : જેમ કે કયો જીવ કેટલું ક્ષેત્ર સ્પર્શે છે? એમ વિચારવું તે ચોથું સ્પર્શનાર.
(૫) તથા પાંચમું કાળદ્વાર : જેમ કે કયા જીવનો કેટલો સ્થિતિકાળ છે? ઇત્યાદિ કહેવું તે પાંચમું માનતી.
(૬) તથા છઠું અંતરદ્વાર વિચારવું, કારણ કે નિરંતર પ્રતિસમય ઉત્પન્ન થતાં નારકાદિ જીવોમાં કોઈવાર ઉપજવાનું અંતર-આંતરું -વિરહ પણ સંભવે છે. તે કારણથી કયા જીવોમાં ઉપજવાનું (તથા મરણ પામવાનું) કેટલું અંતર-આંતરું હોય? એમ વિચારવું તે છઠ્ઠ મંતરર.
અહીં કયા જીવો કયા બીજા જીવોના કેટલામા ભાગે છે? ઈત્યાદિ વિચારણારૂપ ૭મું ભાગદ્વાર પણ આવશ્યકસૂત્ર આદિ શાસ્ત્રોમાં કહ્યું છે, પરંતુ તે અલ્પબહુર્તીદ્વારમાં અંતર્ગત ગણીને અથવા કોઈ બીજા કારણથી તે ભાગદ્વાર આ ગ્રંથમાં કહ્યું નથી એમ જાણવું.
(૭) તથા સાતમા ભાવદ્વારમાં ક્ષાયિકાદિ ૫ ભાવમાંથી કયો જીવ કયા ભાવમાં વર્તે છે? ઈત્યાદિ વિચારણારૂપ સાતમું વધારે જાણવું.
(૮) તથા નારકાદિ જીવરાશિઓમાં ક્યો જીવરાશિ કયા બીજા જીવરાશિથી અલ્પ છે? અથવા અધિક છે ? ઇત્યાદિ વિચારણા કરવી તે આઠમું વન્યવહુવાર.
એ પ્રમાણે ૮ અનુયોગદ્વારો પણ ૧૪ પ્રકારના જીવસમાસ કહેવાના ઉપાયરૂપ છે. એ રીતે આ પાંચમી ગાથાનો સંક્ષિપ્રાર્થ સમાપ્ત થયો; અને તેનો વિસ્તરાર્થ તો ગ્રંથકર્તા પોતે જ આ પ્રકરણની સમાપ્તિ થતા સુધી કહેશે. //પા નવતર : હવે અતિ વગેરે (૧૪) માર્ગણાસ્થાનો વર્ણવે છે :
गइ इंदिए य काए, जोए वेए कसाय नाणे य ।
संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ॥६॥ પથાર્થ : (૧) ગતિ (૨) ઇન્દ્રિય (૩) કાય (૪) યોગ (૫) વેદ (૬) કષાય (૭) જ્ઞાન (૮) સંયમ (૯) દર્શન (૧૦) લેશ્યા (૧૧) ભવ્ય (૧૨) સમ્યકત્વ (૧૩) સંજ્ઞિ (૧૪) આહાર, એ ૧૪ મૂળમાર્ગણા છે. //
વ્યાધ્યાર્થ : અ એટલે નરકગતિ આદિ ૪ ગતિ. તેમાં મિથ્યાદૃષ્ટિ આદિ ચૌદ પ્રકારના જીવસમાસ (જીવભેદ) સત્પદપ્રરૂપણાદ્વાર વડે શોધવા-વિચારવા, તે પહેલી ગતિમાર્ગણા કહેવાય. એ પ્રમાણે જ ઇન્દ્રિય – કાય – યોગ - વેદ – કષાય – જ્ઞાન - સંયમ – દર્શન – લેશ્યા-ભવ્ય - સમ્યક્ત - સંજ્ઞી અને આહારક એ શેષ ૧૩ માર્ગણાઓમાં પણ મિથ્યાદૃષ્ટિ આદિ ૧૪ પ્રકારના જીવભેદ યથાસંભવ વિચારવા. તે કારણથી એ ગતિ આદિ ૧૪ ભેદ માર્ગણા દ્વારા કહેવાય છે; કારણ કે એ ૧૪ સ્થાનોમાં જીવાદિ પદાર્થોનું માર્ગણ – શોધવું - વિચારવું - વિશેષ સ્વરૂપ જાણવું બને છે. માટે એ ૧૪ માર્ગણાઓમાં ૧૪ જીવસમાસનો વિચાર સવિસ્તરપણે તે સૂત્રકર્તા પોતે જ કરશે. એ રીતે ૬ઠ્ઠી ગાથાનો અર્થ સમાપ્ત થયો. III ૧. ઘણાં શાસ્ત્રોમાં એ ૭મું ભાગદ્વાર ગણવાથી ૯ અનુયોગદ્વાર ગણ્યાં છે.
For Private & gersonal Use Only
Jain Education International
www.jainelibrary.org