________________
હોવાથી તેનો કોઈ કર્તા (સર્જક) નથી. (૪) આ જીવ વવ = કયાં રહે છે? ઉત્તર : શરીરમાત્રમાં ત્વચાના પર્યન્ત ભાગ સુધી વ્યાપીને રહે છે અથવા લોકાકાશમાં રહે છે. (૫) જીવ દેવવર = કેટલા કાળ સુધી રહેવાનો છે? ઉત્તર : જીવ સદાકાળ વિદ્યમાન છે, કારણ કે જીવ દ્રવ્યાર્થિકનયે અનાદિ અનંતકાળ સુધી છે માટે. (૬) જીવ વિદો ૩ માવત્તિ = આ જીવ તે કેટલા પ્રકારવાળો અર્થાત્ ભાવજીવ છે? ઉત્તર: ઔદયિકાદિ ભાવ ૬ પ્રકારના છે અને તે ઔદયિકાદિ ભાવયુક્ત હોય તે જ ભાવનીવ કહેવાય છે; જેથી ધર્મભેદ વડે ધર્મીનો પણ કથંચિત્ (કોઈ અપેક્ષાથી) ભેદ ગણાય છે; માટે ભાવજીવ ૬ પ્રકારનો છે. અથવા તો કેટલા પ્રકારનો ભાવ કયા જીવને પ્રાપ્ત થાય એમ “વિદો ૩ માવત્તિ' - પદનો અર્થ કરીએ તો એ પ્રશ્ન ઉપસ્થિત થયે ઉત્તર એ છે કે સિદ્ધ પરમાત્માને ક્ષાયિક અને પારિણામિક એ ૨ ભાવ પ્રાપ્ત થાય છે. તથા ઔદયિક-ક્ષાયોપથમિક અને પરિણામિકરૂપ ૩ ભાવ એકેન્દ્રિય- દ્વીન્દ્રિય-સીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને હોય છે; અને મનુષ્ય સિવાયના પંચેન્દ્રિયોને તો એ ત્રણ ઉપરાંત કેટલાકને ચોથો ઓપશમિક અથવા તો ક્ષાયિક ભાવ પ્રાપ્ત થાય છે; અને કેટલાક મનુષ્યોને તો એ પાંચે ભાવ પ્રાપ્ત થાય છે. છઠ્ઠો ભાવ તો સાન્નિપાતિક છે. તે તો સિદ્ધપરમાત્મા આદિ સર્વ જીવોને અનુગત અંતર્ગત)પણે પ્રાપ્ત હોય છે જ; કારણે કે દરેક જીવને બે - ત્રણ ઈત્યાદિ સાન્નિપાતિક ભાવોની પ્રાપ્તિ સર્વત્ર કહેલી છે. ll
વતરણ : હવે આ ગાથામાં ૮ અનુયોગદ્વાર (જે જીવપદાર્થમાં ઊતારવાના છે તે ૮ તારોનાં નામ કહેવાય છે :
संतपयपरूवणया, दव्वपमाणं च खित्त-फुसणा य ।
कालंतरं च भावो, अप्पाबहुयं च दाराइं ॥५॥
થાર્થ : (૧) સત્પદપ્રરૂપણા (૨) દ્રવ્યપ્રમાણદ્વાર, (૩) ક્ષેત્રદ્વાર (૪) સ્પર્શનાદ્વાર (પ) કાળદ્વાર (૬) અંતરદ્વાર (૭) ભાવાર અને (૮) અલ્પબહુવૈદ્ધાર એ ૮ દ્વાર છે.
વ્યાધ્યાર્થ : સંતુ એવું પદ તે સત્વ, અર્થાત્ જીવાદિ પદાર્થોની સત્તા; અને તે સત્પદની એટલે સત્તાની પ્રરૂપણા ગતિ આદિ માર્ગણાનાં ૧૪ કારોમાં કરવાની-કહેવાની છે. જેમ કે તે જીવાદિ પદાર્થ નરકગતિ આદિ ૪ ગતિમાંની કઈ ગતિને વિષે છે? તથા તે નરકાદિગતિમાં જીવાદિકને મિથ્યાષ્ટિ આદિ ૧૪ ગુણમાંનો કયો ગુણ છે? એમ જે ચિંતવવું તે (૧) સત્ય પ્રરૂપUTTદ્વારા જાણવું.
(૨) તથા બીજું દ્રવ્યપ્રમાણદ્વાર વિચારવું. જેમ કે નરકગતિ આદિમાંની કઈ ગતિ આદિ માર્ગણામાં કેટલા જીવદ્રવ્યો વર્તે છે ? (અર્થાતુ નરકગત્યાદિ અમુક માર્ગણામાં પ્રત્યેકમાં જીવસંખ્યા કેટલી કેટલી છે?) એમ વિચારવું તે દ્રવપ્રમાણ ઠાર.
(૩) તથા ત્રીજું ક્ષેત્રધાર વિચારવું. જેમ કે કયો જીવ કેટલા ક્ષેત્રમાં અવગાહે છે એટલે કેટલા ક્ષેત્રમાં સમાયો છે (રહ્યો છે) એમ વિચારવું તે ક્ષેત્રહીર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org