________________
સાગરોપમ જેટલો જ કેમ કહ્યો? (અર્થાત્ અનુત્તરસંબંધી ૩૩ સાગરોપમ અને બારમા દેવલોક સંબંધી ઉત્કૃષ્ટ આયુષ્યના ૨૨ સાગરોપમ મળી પપ સાગરોપમ કાળ કેમ નહિ?).
ઉત્તર: એ વાત સત્ય છે. પરંતુ એ ક્રમ પ્રમાણે અવિરતસમ્યગુદૃષ્ટિપણું જ સતત હોતું નથી? કે એમાં બીજું કંઈ કારણ છે? તે શ્રી બહુશ્રુતો જ જાણે.' [કે જેથી પ૫ સાગરોપમનો સંભવિત કાળ ક્યાંય પણ કહ્યો નથી. ]
તથા તેગ સોળ વ ઈત્યાદિ – દેશયતિ એટલે દેશવિરતિ અને સયોગી એટલે સયોગી કેવલી. એ બેનો પણ એક જીવ આશ્રય દરેકનો કાળ દેશોન પૂર્વક્રોડવર્ષ જેટલો છે. તે આ પ્રમાણે – ગર્ભમાં રહેલો જીવ નિશ્ચય સાધિક' નવ માસ જેટલો કાળ ગર્ભમાં વ્યતીત કરે છે. અને જન્મ થયા બાદ પણ *આઠ વર્ષ સુધી વિરતિને અયોગ્ય હોય છે. ત્યારબાદ દેશવિરતિપણું પામીને તથા સર્વવિરતિની પ્રાપ્તિ વડે કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને જે એ દેશવરિત તથા સયોગી કેવલી તે દરેક પૂર્વકોડવર્ષ સુધી જીવે છે. માટે એ બેનો એ કહેલી રીતિ પ્રમાણે કિંચિત્ ન્યૂન' નવ વર્ષરૂપ દેશ વડે ધૂન પૂર્વક્રોડવર્ષ જેટલો અવસ્થિતિકાળ (સ્થિતિકાળ) એ દરેકનો જુદો જુદો જાણવો. (અર્થાત્ દેશવિરતનો જેમ દેશોન પૂર્વક્રોડવર્ષ કાળ છે, તેમ સયોગી કેવલીનો પણ દેશોન પૂર્વક્રોડવર્ષ કાળ છે. એ ૨૨૩ મી ગાથાનો અર્થ સમાપ્ત.૨ ૨૩. ૧. અહીં એક સંભાવનાને અવકાશ છે કે મિથ્યાષ્ટિઓ ઊર્ધ્વદેવલોકમાં ઉત્પન્ન થાય છે તે મિથ્યાદૃષ્ટિની ક્રિયા વા જૈન ક્રિયાના બળથી થાય છે, તેવી રીતે સમ્યગુદૃષ્ટિ પણ ક્રિયાબળથી ઉત્પન્ન થાય અને સમ્યગુદૃષ્ટિની તેવી ક્રિયા દેશવિરતિ અથવા સર્વવિરતિરૂપ જ ગણાય, જેથી કેવળ સમ્યગુદર્શન ન ગણતાં દેશવિરતિપણું વા સર્વવિરતિપણું ગણીએ તો સાધિક ૩૩ સાગરકાળ સંભવે. આ સંભાવનાની સત્યતા પણ શ્રી બહઋતગમ્ય. ૨. અહીં સાધિક એટલે વિશેષતઃ ૭ દિવસ અધિક જાણવા. ૩. કિંચિત ન્યૂન એટલે ૯ માસ ના દિવસ ન્યૂન. ૪, પૂર્વક્રોડવર્ષ એટલે અંકસ્થાપના પ્રમાણે ૭૦૫૬000, 0000000 વર્ષ જેટલો કાળ ગણવો. તેમાંથી ૯ માસ ૭ી દિવસ ઉપરાંત ૮ વર્ષ બાદ જતાં શેષ રહેલો ૭૦૫૫૯૯૯, ૯૯૯૯૯૯૧ વર્ષ-૨ માસ - ૨૨ દિવસ જેટલો કાળ તે અહીં દેશોન પૂર્વક્રોડવર્ષ કાળ જાણવો. પંચસંગ્રહ- વૃત્તિમાં સાત માસ ગર્ભમાં રહીને જન્મ થયા બાદ આઠ વર્ષે દેશવિરતિ અથવા સર્વવિરતિ પ્રાપ્ત કરે એમ પણ કહ્યું છે. જેથી કેવલપર્યાય પૂર્વે કહેલાં વર્ષોથી સવા બે માસ જેટલો અધિક ગણાય. વળી લોકપ્રકાશ આદિ ગ્રંથોમાં એવો પણ અભિપ્રાય સ્પષ્ટ કર્યો છે કે – જન્મ પામ્યા બાદ આઠ વર્ષે સર્વવિરતિ પ્રાપ્ત થાય. પરંતુ સર્વવિરતિનો જ્યારે ૧ વર્ષ જેટલો પર્યાય થાય ત્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. જેથી ૯ વર્ષ અને ૭ માસ બાદ કરતાં પૂર્વક્રોડવર્ષમાંથી જે બાકી રહે તેટલો કાળ પણ સયોગી કેવલીનો હોય છે. એ ત્રણે વાતમાં કોઈ વિશેષ વિસંવાદ જેવું કંઈ પણ નથી, કેવળ અપેક્ષાવાદ જ છે. * અહીં આઠ વર્ષ જેટલી લઘુવયમાં ચારિત્રની પ્રાપ્તિ માટે શ્રી પંચસંગ્રહની વૃત્તિમાં પણ કહ્યું છે કે – [ તે વૃત્તિનો શબ્દાર્થ આ પ્રમાણે - ] ફુદ વિહત હોgિ પૂર્વોયુક્કો ઈત્યાદિ = અહીં કોઈ નિશ્ચય પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા જીવે સાધિક નવ માસ ગર્ભમાં રહીને જ વ્યતીત કર્યા હોય, અને જન્મ થયા બાદ પણ આઠ વર્ષ સુધી દેશવિરતિ અથવા સર્વવિરતિ પ્રાપ્ત ન કરે; કારણ કે આઠ વર્ષથી ઓછી વયવાળા સર્વને પણ તથાસ્વભાવથી જ દેશવિરતિ અથવા સર્વવિરતિની પ્રાપ્તિનો અભાવ હોય છે માટે. અહીં પ્રશ્ન થાય છે કે – એ વાતમાં શ્રી વજસ્વામી ભગવાન સાથે વિરોધ આવે છે. એમ જો કહેતા હો તો કહીએ છીએ કે ભગવાન વજસ્વામી છ માસના હોવા છતાં પણ ભાવથી સર્વવિરતિને અંગીકાર કરેલી હતી એમ સંભળાય છે. અને તે બાબતનો સૂત્રપાઠ છપ્પાસિયે કસું નાં, માઝા સન્નાં વંટે [ = છ માસની ઉમ્મરવાળા, છ કાયમાં જયણાવાળા એવા શ્રી ભગવાન વજસ્વામીને તેમની માતા સહિત વંદન કરું છું]. આ વાત સત્ય છે. પરંતુ બાળપણામાં પણ ભગવાન વજસ્વામીને ભાવથી ચારિત્રની જે આ પ્રાપ્તિ થઈ, તે આશ્ચર્યભૂત કદાચિતુ
ભાવવાળી હોવાથી કોઈ વિરોઘ નથી. Jain Education International For Private3 Rersonal Use Only
www.jainelibrary.org