SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પણ અન્તર્મુહૂર્ત એ સંપૂર્ણ પદ ગ્રહણ કરવું. તેથી જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત સુધી એ સાદિ સાન્ત મિથ્યાત્વ રહે છે. તે આ પ્રમાણે – કોઈ અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવ સમ્યક્ત પ્રાપ્ત કરીને પુનઃ પણ સમ્યક્તથી ભ્રષ્ટ થયો છતો મિથ્યાત્વ પામ્યો. અને તે પુનઃપ્રાપ્ત મિથ્યાત્વમાં અન્તર્મુહૂર્ત સુધી રહીને પુન: વળી સમ્યક્ત પામ્યો. તો એ પ્રમાણે સાદિયાન્ત મિથ્યાત્વની જઘન્ય સ્થિતિ થઈ. અને ઉત્કૃષ્ટ સ્થિતિ તો સમ્યક્ત પામીને પુનઃ મિથ્યાત્વ પામે, અને ત્યાં જિનેશ્વરોની આશાતના વગેરે ઘણાં પાપકર્મ કરવાથી દેશોન (કંઈક ન્યૂન – પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન) અર્ધપગલપરાવર્ત જેટલા અનન્ત કાળ સુધી ભવમાં-સંસારમાં પરિભ્રમણ કરીને ત્યારબાદ અવશ્ય સમ્યક્તની પ્રાપ્તિ થાય જ. માટે એ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિ (સાદિ સાન્ત મિથ્યાત્વની) જાણવી. એ ૨૨૨ મી ગાથાનો અર્થ સમાપ્ત.// અવતર એ પ્રમાણે અનેક જીવ આશ્રય કાળના વિચારમાં કહેલાં આઠ ગુણસ્થાનોમાંથી મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર એ ત્રણ ગુણસ્થાનોનો એકેક જીવ આશ્રયિ પણ કાળવિચાર દર્શાવ્યો. હવે [સર્વકાળની પ્રાપ્તિવાળાં છ ગુણસ્થાનોમાંથી] અવિરતસમ્યગુદૃષ્ટિ, દેશવિરતિ અને સયોગિકેવલી એ ત્રણ ગુણસ્થાનોનો એકેક જીવાશ્રયિ કાળ કહેવાય છે : तेत्तीसउयहिनामा, साहीया हुंति अजयसम्माणं । देसजइ - सजोगीण य, पुव्वाणं कोडि देसूणा ॥२२३॥ નાથાર્થ: અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનનો એક જીવ આશ્રયિ કાળ તેત્રીસ સાગરોપમથી સાધિક છે. તથા દેશવિરતિ અને સયોગિકેવલી એ બે ગુણસ્થાનોનો એકેક જીવ આશ્રયિ કાળ દેશોન પૂર્વક્રોડવર્ષ પ્રમાણ છે. ll૨ ૨૩ ટાર્થ: અયતસમ્યગુદૃષ્ટિઓ એટલે અવિરતસમ્યગુષ્ટિઓની મધ્યે એક અવિરતસમ્યગુદૃષ્ટિ જીવ આશ્રયી સાધિક ૩૩ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે આ પ્રમાણે – કોઈ અવિરતસમ્યગુદૃષ્ટિ જીવ આ સ્થાનથી (મનુષ્યલોકમાંથી) ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયો, અને ત્યાં અવિરતસમ્યગુદૃષ્ટિપણામાં તેત્રીસ સાગરોપમ સુધી રહ્યો. પુનઃ ત્યાંથી ચવીને પણ અહીં મનુષ્યલોકમાં આવ્યો. તે જીવ અહીં જ્યાં સુધી વિરતિપણું પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેવા સ્વભાવે જ (અવિરતસમ્યગુદૃષ્ટિપણામાં જ) રહ્યો. એ પ્રમાણે અવિરતસમ્યગુદૃષ્ટિ એક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક તેત્રીસ સાગરોપમ જેટલી સિધ્ધ થાય છે. (એ ચતુર્થ ગુણસ્થાનનો કાળ કહ્યો). પ્રશ્ન: કોઈ જીવ વિજયાદિ વિમાનમાં (ચાર અનુત્તરમાં) તેત્રીસ સાગરોપમ સુધી અવિરતસમ્યદૃષ્ટિપણામાં રહીને અહીં આવ્યો હતો પણ વિરતિ પ્રાપ્ત ન કરે. અને તે જ ભાવમાં રહીને બારમા દેવલોકમાં ઉત્પન્ન થાય. તેવા જીવને પૂર્વે દર્શાવેલા ક્રમ પ્રમાણે પંચાવન સાગરોપમ જેટલો કાળ પણ અવિરતસમ્યદૃષ્ટિપણાનો સંભવે છે. તો સાધિક તેત્રીસ ૧. અહીં અધિકતા પૂર્વક્રોડ વર્ષમાં કિંચિત્ જૂન જેટલી સંભવે. કારણ કે અનુત્તરભવથી પૂર્વના મનુષ્યભવમાં ભવને અત્તે તો સર્વવિરતિપણું જ હોય, સર્વવિરતિરૂપ સાતમા-છઠ્ઠા ગુણસ્થાન વિના અનુત્તરમાં ઉત્પત્તિ જ ન હોય. માટે તે પૂર્વનો મનુષ્યભવ ગણતરીમાં ન ગણાય. પરંતુ અનુત્તરમાંથી અવીને આવ્યા પછીનો એક મનુષ્યભવ પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો પ્રાપ્ત થાય તે જ ગણી શકાય માટે. For Private 3 Zersonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy