SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩નવતર : હવે એ જ અવિરત, દેશવિરત અને સયોગીકવલીનો જઘન્ય સ્થિતિકાળ તથા જે ગુણસ્થાનોનો કાળ હજી કહેવાનો બાકી છે તે ગુણસ્થાનોનો જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બન્ને પ્રકારનો કાળ આ ગાથામાં કહેવાય છે : एएसिं च जहण्णं, खवगाण अजोगि - खीणमोहाणं । नाणाजीवे एगं, परापरठिई मुहुत्तंतो ॥२२४॥ ગાથા: એ ત્રણ ગુણસ્થાનોનો જઘન્ય સ્થિતિકાળ તથા પકોનો, અયોગીનો અને ક્ષીણમોહીનો અનેક જીવ આશ્રયિ તેમજ એક જીવ આશ્રયિ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ, તે સર્વે અન્તર્મુહૂર્ત પ્રમાણના છે. ૨૨૪ll ટીદાર્થ: JUસિં ા નદUTi = એમાં ઘકાર ભિન્ન ક્રમના અર્થવાળો છે, અને તે આગળ જોડવામાં આવશે. અનન્તર (પૂર્વ) ગાથામાં કહેલા એ અવિરતસમ્યદૃષ્ટિ, દેશવિરતિ અને સયોગી કેવલી એ પ્રત્યેકનો જઘન્યકાળ અન્તર્મુહૂર્તપ્રમાણનો જાણવો, એ પ્રમાણે સંબંધ ગાથાના અન્ત છે [ અર્થાત્ અન્તર્મુહૂર્ત એ પર્યન્ત શબ્દનો સંબંધ અહીં પ્રત્યેક પદમાં જોડવો]. તે આ પ્રમાણે :- કોઈ અનાદિ મિથ્યાષ્ટિ વગેરે જીવ અવિરતદ્રષ્ટિપણું વગેરે પ્રાપ્ત કરીને અન્તર્મુહૂર્ત બાદ પુનઃ પણ મિથ્યાત્વ પામે તો એ પ્રમાણે અવિરતસમ્યગૃષ્ટિનો જઘન્ય કાળ અન્તર્મુહૂર્તપ્રમાણ જાણવો. વળી કોઈ અવિરતસમ્યગુદૃષ્ટિ આદિ જીવ એક અન્તર્મુહૂર્તમાત્ર દેશવિરતિ પ્રાપ્ત કરીને પુનઃ પણ અવિરતાદિપણું જ પ્રાપ્ત કરે ત્યારે દેશવિરતિનો પણ જઘન્ય કાળ (અન્તર્મુહૂર્ત) સિદ્ધ થાય છે. તથા અંતકૃતુ કેવલીને યોગિકેવલીપણું અન્તર્મુહૂર્તમાત્ર પ્રફ: એમ શી રીતે સમજાય કે ભગવાન શ્રીવજસ્વામીને બાળપણામાં પણ જે આ ચારિત્રપ્રાપ્તિ થઈ તે કદાચિનુભાવવાળી છે ? ઉત્તર કહેવાય છે કે – શ્રી પૂર્વાચાર્યોએ કરેલી વ્યાખ્યાઓ ઉપરથી એ રીતે સમજી શકાય છે. શ્રી પંચવસ્તુ ગ્રંથમાં દીક્ષા પ્રાપ્તિના કાળસંબંધી નિર્ણયના વિચારવાળા અધિકારમાં ગાથા કહી છે કે – तयहो परिहवखेत्तं न चरणभावो वि पावमेएसि । आहच्चभावकहगं, सुत्तं पुण होइ नायव्वं ।।१।। આ ગાથાનો અર્થ :- એથી [ ૮ વર્ષથી 1 અધો-નીચેની વયવાળા જીવો પરાભવનું સ્થાન છે, તેમજ તેઓને સ્વભાવથી પણ ચારિત્રપરિણામ હોતો નથી, અને તે સૂત્ર તો આહત્યભાવ - કદાચિતુભાવનું કહેનારું છે, એમ જાણવું. ||૧|| એ ગાથાની વ્યાખ્યાનો અર્થ :- આઠ વર્ષની નીચે વર્તતા મનુષ્યો પરાભવનું ક્ષેત્ર છે. કારણ કે જેના તેના વડે અતિબાળપણું હોવાથી પરાભવ પમાડાય છે, (અર્થાતુ દરેક તેનો પરાભવ કરે છે. અથવા દરેકથી તે પરાભવ પામે છે). વળી બીજી વાત એ છે કે - આઠ વર્ષથી નીચે વર્તતા એ જીવોને પ્રાયઃ ચારિત્રનો ભાવ પણ એટલે ચારિત્રનો પરિણામ પણ હોતો નથી [ થતો નથી]. વળી જે માસિયં નાં રસમય વંચે એવા પ્રકારનો સૂત્રપાઠ છે તે સૂત્ર આહત્યભાવકથક એટલે [ આશ્ચર્યભૂત એવા] કદાચિનુભાવને કહેનાર છે. જેથી આઠ વર્ષથી ઓછી વયવાળાને દીક્ષા પ્રાપ્તિનો સામાન્યવિધિ કહેનારું નથી તે કારણથી આઠ વર્ષથી નીચે વર્તતો મનુષ્ય પરાભવનું ક્ષેત્ર હોવાથી તેમજ ચારિત્રના પરિણામનો પણ અભાવ હોવાથી આઠ વર્ષથી ઓછી વયવાળાને દીક્ષા આપી શકાય નહિ. || ઇતિ વ્યાખ્યાર્થ:. વળી અતિમુક્ત (અઈમુત્તા) કુમારે પણ આઠ વર્ષથી ઓછી વયમાં દીક્ષા પ્રાપ્ત કરી છે, તો તે પણ કદાચિભાવ હોવાથી તેનું આલંબન લઈ આઠ વર્ષથી ઓછી વયવાળાને દીક્ષા આપી શકાય નહિ. Jain Education International For Private 3 Csonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy