________________
એટલે અનુક્રમે ભવનપતિ દેવોનું, ઘHI = ઘર્મા એટલે રત્નપ્રભા પૃથ્વી, તેમાં રહેલા નારક જીવોનું, અને તોદ = સૌધર્મકલ્પના દેવોનું. એ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થમાત્ર કહ્યો, અને હવે ભાવાર્થ કહેવાય છે –
ગાથામાં જે “સમાંતરવITમૂન [vi = સાથેના વર્ગમૂળનો ગુણાકાર કરવો,” એમ કહ્યું છે તે સર્વ સ્થાને (એટલે અંગુલ - પઢમ - બિય અને તિય એ ચારે પદોના સંબંધમાં પ્રથમના ત્રણ પદોને અંગે) જોડવું. તેથી ભાવાર્થ એ આવે છે કે – અંગુલને પહેલા વર્ગમૂળરૂપ 'સમનત્તર વર્ગમૂળ વડે ગુણતાં ભવનપતિ દેવોની શ્રેણિઓની વિસ્તારસૂચિ આવે છે. પુનઃ તે પ્રથમ વર્ગમૂળને પણ બીજા વર્ગમૂળરૂપ સમનત્તર વર્ગમૂળ વડે ગુણતાં રત્નપ્રભાપૃથ્વીના નારકોની શ્રેણિની વિસ્તારસૂચિ પ્રાપ્ત થાય છે. વળી એ બીજા વર્ગમૂળને પણ ત્રીજા વર્ગમૂળરૂપ સમનત્તર વર્ગમૂળ વડે ગુણતાં સૌધર્મકલ્પના દેવોની શ્રેણિઓની વિસ્તારસૂચિ આવે છે. (એ પ્રમાણે ત્રણ જીવદ્રવ્યોને અંગે વિસ્તારસૂચિનું પ્રમાણ ગાથાક્ષરાર્થને અનુસારે કહ્યું). અહીં તાત્પર્ય એ છે કે - પ્રતરનું જે અંગુલ પ્રમાણ ક્ષેત્ર ત્યાં સદૂભાવથી (વાસ્તવિક રીતે) તો અસંખ્યાત શ્રેણિઓ હોય છે. તો પણ શિષ્યજનને સુખે બોધ થવા માટે તે અસંખ્યાત શ્રેણિઓને બસો છપ્પન જેટલી છે એમ કલ્પીએ – ધારીએ છીએ. હવે તે રાશિનું (બસો છપ્પનનું) પહેલું, બીજું અને ત્રીજું વર્ગમૂળ ગ્રહણ કરીએ છીએ. એ દરેક વર્ગમૂળ પણ પ્રત્યેક અસંખ્યાત અસંખ્યાત શ્રેણિ-પ્રમાણ છે, તો પણ પૂર્વોકત કારણથી જ (શિષ્યને સુખે સમજાવવા માટે જ) પહેલા વર્ગમૂળની સોળ શ્રેણિ, બીજા વર્ગમૂળમાં ચાર શ્રેણિ, અને ત્રીજા વર્ગમૂળની બે શ્રેણિઓ આવી છે એમ કલ્પીએ છીએ. હવે એ રીતે સદ્દભાવથી અસંખ્ય શ્રેણિઓવાળું છે તો પણ કલ્પના વડે બસો છપ્પન શ્રેણિવાળો જ એક અંગુલપ્રમાણ પ્રતરખંડ, તેને પહેલા વર્ગમૂળની શ્રેણિઓ, સદૂભાવથી અસંખ્યાત છે તો પણ કલ્પના વડે સોળ (૧૬) શ્રેણિરૂપ જે સમનંતર (સાથેના) એવું પહેલું વર્ગમૂળ તેના વડે ગુણીએ, તો સદ્ભાવથી અસંખ્ય શ્રેણિના વિસ્તારવાળી, પણ કલ્પનાએ ચાર હજાર છસું શ્રેણિ જેટલા વિસ્તારવાળી એવી શ્રેણિઓની વિખ્રભસૂચિ (વિસ્તારસૂચિ) ભવનપતિ દેવોની છે. તે અંકથી પણ દર્શાવાય છે કે - '૪૦૯૬. એટલી શ્રેણિઓમાં જેટલ. આકાશપ્રદેશ હોય તેટલા ભવનપતિ દેવો છે, એ તાત્પર્ય છે. એ પ્રમાણે ભાવાર્થ આગળ રિત્નપ્રભા પૃથ્વીના નારક અને સૌધર્મ કલ્પના દેવોને અંગે] પણ જાણવો. (તે આ પ્રમાણે-) જે પહેલું વર્ગમૂળ આવ્યું છે, તેને સમનત્તર (સાથે આવેલા) એવા બીજા વર્ગમૂળ વડે ગુણીએ તો રત્નપ્રભાનારકોની વિસ્તાર સૂચિ થાય છે. તે પણ સદૂભાવથી જો કે અસંખ્યાત શ્રેણિના વિસ્તારવાળી છે, તો પણ કલ્પના વડે ચોસઠ (૬૪) શ્રેણિ જેટલી છે. તથા જે બીજું વર્ગમૂળ
૧. અહીં અંગુલ - તેનું પ્રથમ વર્ગમૂળ - બીજું વર્ગમૂળ અને ત્રીજું વર્ગમૂળ એ ચારમાં પહેલું વર્ગમૂળ તે અંગુલનું સમનત્તર (સાથેનું) છે, બીજું વર્ગમૂળ પહેલા વર્ગમૂળનું સમનત્તર છે, અને ત્રીજું વર્ગમૂળ બીજા વર્ગમૂળનું સમનત્તર જ છે. ૨.૩, ૨૫૬ ૧૬
અહીં ૨૫૬નું પહેલું વર્ગમૂળ ૧૬ X ૧૬ X ૪
બીજું વર્ગમૂળ ૪૦૯૬
ત્રીજું વર્ગમૂળ
૪
૬૪
Jain Education International
૨૩૧ For Private & Personal Use Only
www.jainelibrary.org