________________
આકાશપ્રદેશ હોય તેટલા પ્રમાણના સર્વે દેવ તે પ્રત્યેક દેવલોકમાં સદાકાળ હોય છે એ ભાવાર્થ છે. એ છએ કલ્પનું પરસ્પર અલ્પબદુત્વ તો મહાદંડકમાં કહ્યા પ્રમાણે જ જાણવું.
તથા આનત – પ્રાણત- આરણ અને અય્યત દેવલોકમાં, નીચેની ત્રણ રૈવેયકમાં, મધ્યની ત્રણ રૈવેયકમાં, ઉપરની ત્રણ રૈવેયકમાં અને અનુત્તર વિમાનોમાં એ પ્રત્યેકમાં ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશપ્રદેશ હોય તેટલા દેવો સર્વકાળ હોય છે. એનું પરસ્પર અલ્પબદુત્વ મહાદંડકમાં કહ્યા પ્રમાણે જાણવું. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. // રૂતિ વૈમાનિઝવેવસંરહ્યા /૧૫૬
અવતર: [ આ કહેવાતા દ્રવ્યાદિપ્રમાણદ્વારમાં દેવોના સંબંધમાં જે દ્રવ્ય પ્રમાણે કહ્યું, તે સંબંધમાં શંકા ઉપસ્થિત થાય છે તે આ પ્રમાણે –] અહીં ચાલુ અધિકારમાં કોઈ પ્રશ્ન કરે કે – ભવનપતિ દેવો રત્નપ્રભાપૃથ્વીના નારકો અને સૌધર્મ – ઈશાનકલ્પના દેવોને તમોએ પૂર્વે એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણિઓના આકાશપ્રદેશ જેટલા સામાન્યથી કહ્યા છે. પરંતુ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં આવેલી અસંખ્ય શ્રેણિઓ તો અસંખ્યકોડાકોડિ યોજનપ્રમાણ વિસ્તારવાળી પણ હોય, માટે તમોએ કહેલા એ દ્રવ્યપ્રમાણમાં એટલા વિસ્તારમાં રહેલી અસંખ્ય શ્રેણિઓ પણ ગ્રહણ કરવી? કે બીજી રીતે ગ્રહણ કરવી? એવી આશંકા કરીને હવે ભવનપતિ આદિને માટે કહેલી શ્રેણિઓની પ્રતિનિયત (અમુક પ્રમાણની નિયમિત) વિસ્તારસૂરીનું પ્રમાણ દર્શાવવાને આ ગાથા કહેવાય છે :
सेढीसूइपमाणं, भवणे घम्मे तहेव सोहम्मे ।
अंगुलपढमं बियतिय - समणंतरवग्गमूलगुणं ।।१५७।।
થાર્થ: શ્રેણિની સૂચિનું (વિસ્તારસૂચિનું) પ્રમાણ ભવનપતિમાં અંગઉપ્રમાણ ક્ષેત્રને તેના પહેલા સમનંતર વર્ગમૂળ વડે ગુણવી, ઘર્માપૃથ્વી (રત્નપ્રભા) માટે ત્યારબાદના બીજા સમનંતર વર્ગમૂળ વડે ગુણવી, અને સૌધર્મકલ્પ માટે ત્રીજા સમનત્તર વર્ગમૂળ વડે ગુણવી [અંગુલને પહેલા વર્ગમૂળ વડે ગુણવો, ત્યારપછી પહેલા વર્ગમૂળને બીજા વર્ગમૂળ વડે ગુણવો અને ત્યારપછી બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ વડે ગુણવો, જેથી અનુક્રમે ત્રણેની વિસ્તારસૂચિ પ્રાપ્ત થાય). I૧પ૭
ટીશ્નાર્થઃ પ્રતરમાં પૂર્વે કહેલી જે અસંખ્ય શ્રેણિઓ તે સર્વે ઊર્ધ્વગામી (ઊભી) જાણવી, અને તે શ્રેણિઓની સૂચિ (વિસ્તારસૂચિ) તે તિર્થ્ય જાણવી (એટલે વિસ્તારસૂચિ આડી સમજવી). તે પૂર્વે કહેલી શ્રેણીની એટલે સાત રજુ દીર્ઘ અને ઊર્ધ્વગામી (ઊભી) એવી આકાશપ્રદેશની પંક્તિઓની તિચ્છ વિસ્તારરૂપ જે સૂવિ, તેનું પ્રમાણ તે શ્રેણિસૂચિપ્રમાણ જાણવું, તે શ્રેણિસૂચિપ્રમાણ કેટલું હોય? તે કહે છે.
મંગુ ઇત્યાદિ. વળી એ શ્રેણિસૂચિપ્રમાણ ક્યા જીવોનું છે? તે કહે છે – મવો ઇત્યાદિ. ૧. સહસ્ત્રાર કલ્પના દેવ (આનત દેવોથી) અસંખ્યગુણા છે, તેથી મહાશુક્રના દેવો અસંખ્યાતગુણ છે, તેથી લાંતકકલ્પના દેવ અસંખ્યાતગુણ છે, તેથી બ્રહ્મલોકના દેવ અસંખ્યાતગુણા છે, તેથી માહેન્દ્રકલ્પના દેવ અસંખ્યગુણ છે, અને સનકુમાર દેવ અસંખ્યગુણા છે, તેથી ઈશાનકલ્પના દેવ અસંખ્યગુણા છે.
Jain Education International
For Private 2 30.onal Use Only
www.jainelibrary.org