________________
અથવા કોઈ અચેતન પદાર્થોનું “જીવ” એવું નામ સ્થાપી એ તો તે પણ નામની છે; કારણ કે નામ વડે એટલે નામમાત્રથી પણ જે જીવ કહેવાય તે નામ જીવ ગણાય છે. માટે ચિત્રકર્મમાં (ચિત્રમાં) અથવા લેપ્ય કર્મમાં (રંગથી કરેલા ચિત્રમાં) અથવા અક્ષ (અરિયા) વિગેરેમાં
આ જીવ છે' એ રીતે આરોપણ કરેલો (મનથી સ્થાપેલો અથવા સ્થપાતો) જીવ તે સ્થાપના નીવ છે.
તથા જીવના છતા પણ જ્ઞાનાદિ ગુણોને તેમજ પથ્થરાદિક (અન્ય દ્રવ્યો)થી વ્યાવૃત્તિ વગેરે (જીવના જ) પર્યાયોને લક્ષ્યમાં ન રાખીને કેવળ તે ગુણ – પર્યાય રહિત જીવપદાર્થમાત્રને વિવક્ષીએ તો તેવો ગુણપર્યાયરહિત જીવ તે દ્રવ્યનીવ કહેવાય; કારણ કે ગુણપર્યાયરહિતપણાની વિવક્ષા કરવાથી ત્યાં દ્રવ્યમાત્ર જ શેષ રહે છે. અથવા બીજી રીતે વિચારીએ તો ઉપયોગરહિત એવો જીવ તે દ્રવ્યનીવ (કારણ કે જુવો ટ્રેલ્વે- ઉપયોગરહિત તે દ્રવ્ય કહેવાય - એ પ્રમાણે શાસ્ત્રવચન હોવાથી). અથવા ઔદારિકાદિ શરીર દ્રવ્યની સાથે અન્યોન્યાનુગત (એકાકાર) સંબંધવાળો હોઈને જીવે છે તેથી, અને દ્રવ્યની જ મુખ્ય વિરક્ષા કરીએ ત્યારે એ દ્રવ્યભૂત જીવ તે દ્રવ્યનીવ કહેવાય; જેમ ભોગી પુરુષ તે ભોગપુરુષ કહેવાય છે, તેમ ઔદારિકાદિ શરીરદ્રવ્યવાળો જીવ પણ દ્રવ્યનીવ કહેવાય છે. (એ દ્રવ્યજીવની વ્યાખ્યારૂપ ત્રીજો દ્રવ્ય નિક્ષેપ સંક્ષેપમાં કહ્યો).
તથા ઔદયિક આદિ ભાવયુક્ત જ્ઞાનાદિ ગુણવાળો જીવપદાર્થ તે ભાવગીવ કહેવાય. (એ પ્રમાણે જ નિક્ષેપાઓ જીવપદાર્થ દ્વારા સંક્ષેપમાં કહ્યા).
| ૪ થી અધિક નિક્ષેપ પણ કહેવા | (નસ્થ ય ગં નાગિન્ન ઇત્યાદિ વૃત્તિગત ગાથાઓનો અર્થ આ પ્રમાણે –) વળી અહીં જે પદાર્થમાં અધિક નિક્ષેપ ન જાણીએ તો તે પદાર્થમાં ૪ નિપા તો અવશ્ય ઉતારવા. ના
એ પ્રમાણે (અનુયોગાદ્વારાદિ સૂત્રોમાં) કહેલું હોવાથી વસ્તુઓના નિક્ષેપ ૪ થી ઘણા પણ સંભવે છે. જેમ નામ – સ્થાપના - દ્રવ્ય - ક્ષેત્ર - કાળ – ભવ – અને ભાવ એ સાત નિક્ષેપ નિશ્ચયે અવધિજ્ઞાન – દર્શનના છે. ૧ી તથા નામ – સ્થાપના - દ્રવ્ય - ક્ષેત્ર - કાળ – ભવ – ભાવ અને પર્યાવલોક એ ૮ નિક્ષેપા લોકના છે. [૧]
તથા નામ - સ્થાપના - દ્રવ્ય – ઓઘ - ભવ - ભવ - ભોગ - સંયમ - યશ-કીર્તિ - અને જીવિત એ ૧૦ પ્રકારના પણ નિક્ષેપા છે. ||૧||
ઇત્યાદિ. પરંતુ જ્યાં બુદ્ધિનું વિકલપણું (મતિની અલ્પતા) ઇત્યાદિ કારણથી ઘણા નિક્ષેપ ન જાણી – સમજી શકાય તો પણ તે તે પદાર્થમાં નામ - સ્થાપના - દ્રવ્ય અને ભાવ એ ૪ નિક્ષેપા અવશ્ય જોડવા; કારણ કે એ જ નિક્ષેપ તો સર્વવ્યાપી અને અતિપ્રસિદ્ધ છે. તો આ રીતે અહીં
૧. કાષ્ઠ પથ્થર ઇત્યાદિકની કોણીથી બનાવેલો જીવનો આકાર તે ચિત્રકર્મવાળા અને ભીંત વગેરે ઉપર રંગથી ચીતરેલા જીવના આકાર તે લેપ્યકર્મવાળા સ્થાપના જીવ કહેવાય, એ પ્રમાણે ચિત્ર અને લેખનો તફાવત જાણવો. ૨. દરેક પદાર્થમાત્રમાં ઉતારી શકાય એવા એ જ નિક્ષેપ છે માટે સર્વવ્યાપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org