________________
એ પહેલી મૂળ ગાથાનો અર્થ સમાપ્ત થયો. //
નવતર [ : હવે કયા ઉપાય વડે તે ૧૪ જીવસમાસ કહેવાના છે તે ઉપાયરૂપ ધારો આ બીજી ગાથામાં દર્શાવાય છે :
निखेव निरुत्तीहिं, छहि अट्ठहि याणुयोगदारेहिं ।
गइयाइमग्गणाहि य, जीवसमासाऽणुगंतव्या ॥२॥ ગાથાર્થ : નિક્ષેપ - નિરુક્તિ - શું? ઈત્યાદિ ૬ અનુયોગદ્વાર અને સત્પદ ઇત્યાદિ ૮ અનુયોગદ્વાર વડે તથા ગતિ આદિ ૧૪ માર્ગણા વડે પૂર્વોક્ત ૧૪ જીવસમાસનું સ્વરૂપ જાણવા યોગ્ય છે. રો
વ્યારબ્ધાર્થ : નિક્ષેપણ – સ્થાપન અર્થાતુ સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ જે નામ - સ્થાપના ઈત્યાદિ કે જેનું સ્વરૂપ અહીં જ આગળની ગાથામાં કહેવાશે તે (નામ- સ્થાપનાદિ) વડે નિક્ષેપણ-સ્થાપન તે નિક્ષેપ. તથા નિશ્ચિત ઉક્તિ તે નિરુક્તિ; અથવા જેના વડે નિશ્ચયથી અર્થ કહેવાય તે નિરુક્તિ. અર્થાત્ “જીવે છે, જીવશે અને જે જીવ્યો હતો તે જીવ' ઇત્યાદિ પ્રકારની શબ્દવ્યુત્પત્તિ તે નિરુક્તિ કહેવાય. એ વડે – નિક્ષેપ તથા નિરુક્તિ – બે વડે પૂર્વોક્ત ૧૪ પ્રકારના જીવસમાસ (એટલે ૧૪ ગુણસ્થાન) કહેવાના છે, એ સંબંધ છે. તથા સૂરાને અનુસાર સૂત્રોના અર્થનું યોજવું તે મનુયોગ એટલે વ્યાખ્યાન, તેનાં દ્વાર એટલે ઉપાયરૂપ મુખ તે
નુયોગદ્વાર કહેવાય. અને તે આગળ કહેવાતી વિંડ સ | W | ઈત્યાદિ પદવાળી ગાથાથી ૬ પ્રકારના છે. અને સંતાય રૂવપયા ઈત્યાદિ પદવાળી ગાથાથી કહેવાતાં બીજાં ૮ પ્રકારનાં પણ અનુયોગદ્વાર છે. તે ૬ અને ૮ અનુયોગદ્વાર વડે પૂર્વોક્ત ૧૪ જીવસમાસ કહેવા યોગ્ય છે. મૂળ ગાથામાં અનુયોગ શબ્દનું ખુયોગ ને બદલે માનુયોગ એમ થયું છે. તે આર્ષપ્રયોગ સમજવો; અને આ પ્રમાણે અન્યત્ર પણ આવા પ્રયોગો પરત્વે વિચારવું. - તથા માર્ગણા એટલે નરકગતિ આદિ ભેદોમાં જીવાદિ પદાર્થોનું સત્ વા અસત્ સ્વરૂપે અન્વેષણ-શોધન-જ્ઞાન તે માર્ગણા ગતિ- ઈન્દ્રિય-કાય ઈત્યાદિ ૧૪ ભેદ હોય છે. તે ગતિ આદિ માર્ગણાઓ દ્વારા પણ ૧૪ પ્રકારના જીવસમાસ કહેવાના છે. એ બીજી ગાથાનો સંક્ષિપ્રાર્થ કહ્યો. //રા
નવતર : પૂર્વગાથામાં નિક્ષેપાદિ દ્વારા ૧૪ જીવસમાસ સ્વરૂપ કહેવાનું છે એમ કહ્યું તેમાં પ્રથમ નિક્ષેપનું સ્વરૂપ સ્વયં સૂત્રકાર (ગ્રંથકાર) દર્શાવે છે :
नाम ठवणा दव्ये, भावे य चउव्यिहो य निक्खेवो ।
कत्थइ य पुण बहुविहो, तयासयं पप्प कायव्यो ॥३॥
થાર્થ : નામ - સ્થાપના - દ્રવ્ય અને ભાવ એ ૪ પ્રકારનો નિક્ષેપ છે; પુનઃ કોઈ કોઈ પદાર્થોમાં તો ઘણા પ્રકારના નિક્ષેપ પણ થાય છે, માટે તે તે વસ્તુને આશ્રયિને નિક્ષેપ (૪ પ્રકારનો અથવા તેથી અધિક પ્રકારનો) કરવો. ll૩ી. - વીધ્યાર્થી : નામ - સ્થાપના - દ્રવ્ય અને ભાવના ભેદથી અહીં સામાન્યથી ૪ પ્રકારનો નિક્ષેપ છે. તે પ્રસ્તુત ચાલુ વિષયમાં આ પ્રમાણે યોજવો. નીવ એવું જે નામમાત્ર તે નામનીવ;
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org