________________
કહીશ. /૧ાા.
વ્યારહ્યા : ૧૦ અને ૧૪ તીર્થકરોને એટલે ૨૪ તીર્થકરોને નમસ્કૃત્ય એટલે નમસ્કાર કરીને; શું કરવાનું છે તે કહે છે. “વો નીવસમા ઇત્યાદિ.” એટલે જીવોનો અર્થાત્ સમગ્રજીવાસ્તિકાયગત અનંત જીવોનો સમાસ – સંગ્રાહક - સંક્ષેપ, અને તે ૧૪ જ છે. તેથી ૧૪ જીવસમાસ કે જેનાં નામ આગળ કહેવાશે, તે સિદ્ધાંતરૂપી મહાસમુદ્રના કથનની અપેક્ષાએ સમસતઃ સંક્ષેપથી અનુક્રમિથ્યામિ કહીશ, એ સંબંધ છે.
તથા ૧૪ જીવસમાસ તે અહીં ૧૪ ગુણસ્થાનકો જાણવાં. કારણ કે મિથ્યાદૃષ્ટિ તથા સાસ્વાદન આદિ ભેદથી તે ૧૪ ગુણસ્થાનકો વડે સર્વ જીવોનો સંગ્રહ થાય છે. (અર્થાત્ ૧૪ ગુણસ્થાનમાં સર્વ જીવાસ્તિકાયનો સમાવેશ થાય છે.) એજ ભાવાર્થને સૂચવવા માટે ગ્રંથકર્તાએ ૨૪ જિનેશ્વરોનું વો]નાTU = ચૌદ ગુણના જ્ઞાની' એવું વિશેષણ આપ્યું છે. તે વિશેષણની સાર્થકતા આ પ્રમાણે : તે શ્રી ૨૪ જિનેશ્વરો કેવા પ્રકારના ? તે કહેવાય છે કે – મિથ્યાદર્શનાદિ ૧૪ ગુણોને જાણે છે, માટે ૧૪ ગુણના-ગુણસ્થાનોના જાણનાર (વોસ'IUIનાળા) એ પ્રમાણે વિશેષણ કહ્યું છે. નહિતર તીર્થકર ભગવંતો તો સમગ્ર ભાવો પણ જાણે છે જ, તો “૧૪ ગુણસ્થાનોના જાણનાર' એવા નિયત વિશેષણ વડે શું? માટે “આ પ્રકરણમાં ૧૪ ગુણસ્થાનકરૂપ જે ૧૪ જીવસમાસ હું કહીશ, તે ૧૪ ગુણસ્થાનકરૂપ ૧૪ જીવસમાસોને સમ્યફ પ્રકારે સર્વ વિશેષ ભેદ સહિત તો શ્રી તીર્થકરો જ જાણે છે; અને હું તો તેમના કહ્યા પ્રમાણે કિંચિત્માત્ર તે ૧૪ જીવસમાસો કહીશ;' એ પ્રમાણે સૂચવવા માટે જ શ્રી ગ્રંથકર્તાએ તે (વોસTMનીy) વિશેષણ કહ્યું છે, એમ સિદ્ધ થયું. પરંતુ ગુણસ્થાનાન્તર્ગતગુણસ્થાન કહેવાના પ્રસંગથી પ્રાપ્ત થયેલ સૂક્ષ્મ એકેન્દ્રિય – બાદર એકેન્દ્રિય- દ્વીન્દ્રિય - ત્રીન્દ્રિય - ચતુરિન્દ્રિય - અસંજ્ઞી પંચેન્દ્રિય - સંક્ષીપંચેન્દ્રિયરૂપ અને વળી તે પ્રત્યેક પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદવાળા હોવાથી કુલ ૧૪ જીવભેદ પણ અહીં કહેવાશે એમ જાણવું.
એ પ્રમાણે આ ગાથામાં પૂર્વાર્ધ વડે વિપ્નસમૂહના વિનાશ માટે શ્રી તીર્થકર ભગવંતને નમસ્કાર કર્યો; અને ઉત્તરાર્ધમાં વડ નીવસમાસે એ અભિધેય પદ કહ્યું; અને તે ચૌદ જીવસમાસનું સ્વરૂપ કહેવું તે (આ ગ્રંથનું) પ્રયોજન છે. એ રીતે પ્રયોજન અને અભિધેય એ બે અનુબંધ તો સાક્ષાત્ – સ્પષ્ટ રીતે કહ્યા, અને સંબંધ તો પ્રકરણ તથા પ્રયોજનનો સાધ્ય સાધનરૂપ છે; તે સામર્થ્યથી જાણવા યોગ્ય છે માટે સાક્ષાત્ સ્પષ્ટ ન કહ્યો. કહ્યું છે કે :
શાસ્ત્ર અને પ્રયોજન એ બે કહેવાથી અન્તર્ગતપણે સંબંધ પણ કહેવાઈ ગયો જાણવો, તે કારણથી પ્રયોજનથી સંબંધ ભિન્ન કહ્યો નથી.”
એ અભિધેય આદિ અનુબંધ દર્શાવવાથી બુદ્ધિમાન પુરૂષો ગ્રંથમાં અભ્યાસાદિ પ્રવૃત્તિવાળા થાય છે. જે કારણથી કહ્યું છે કે
“જેનું પ્રયોજન કહેલું છે એટલે જાણેલું છે) તથા જેનો સંબંધ જામ્યો છે એવું વચનાદિ સાંભળવામાં શ્રોતાઓ પ્રવૃત્તિવાળા થાય છે. માટે શાસ્ત્રના પ્રારંભમાં પ્રયોજન સહિત સંબંધ અવશ્ય કહેવો જોઈએ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org