SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી નિન્દ્રાય નમોનમઃ | ॥ श्री तपोगच्छाधिपतिजैनाचार्यश्रीमद्विजयनेमिसूरीश्वरेभ्यो नमः ॥ श्री जीवसमास प्रकरण (મૂત્ત તથા વૃત્તિસહિત અર્થ.) વૃત્તિકર્તા મલવારી શ્રી હેમચંદ્રસૂરિકૃત પીઠિકાનો અર્થ : દેદીપ્યમાન કેવલજ્ઞાનનાં કિરણો વડે ત્રણે જગતના આંતરિક અંધકારનો નાશ કરીને, પ્રગટ કરેલા સર્વ વસ્તુતત્ત્વોના વક્તા તથા નિત્ય ઉદયવંત અને ઉત્તમ અસુરોએ પણ સ્તવેલા છે ચરણકમળ જેના એવા 'અપૂર્વ સૂર્ય સરખા શ્રી વીર જિનેન્દ્ર ભગવંત વિજયવંત વર્તો. ૧// ભવ્યપ્રાણિઓ રૂપ પૃથ્વીઓમાં સૂત્ર(આચારાંગાદિનિબદ્ધવચન)રૂપી મેઘો (વર્ષા સમૂહો) વડે જેઓએ વૃષ્ટિ કરી છે, તેવા શ્રી ગૌતમાદિ ગણધરોનાં ચરણયુગલોને હું નમસ્કાર કરું છું. ૫૨ા. કામધેનુની માફક સર્વ ઈષ્ટ અર્થ આપનારી અને સર્વ દેવોએ જેની સ્તુતિ કરી છે એવી શ્રુતદેવીને હું સ્તવું છું. ૩ તથા વિશેષતઃ મારા ગુરૂશ્રીના ચરણકમળને નમસ્કાર કરીને નિર્વિઘ્ન બનેલો હું (શ્રી હેમચંદ્રસૂરિ) આ જીવસમાસ પ્રકરણની વૃત્તિ કહું છું. ૪ ત્યાં આયુષ્ય, બળ અને બુદ્ધિ આદિથી હાનિ પામતા (જૂન થતા) એવા વર્તમાનકાળના જીવો છે, એમ જાણીને તે જીવોના અનુગ્રહ – ઉપકાર માટે અન્ય ગ્રંથોમાં સવિસ્તર કહેલા જીવસ્થાન, ગુણસ્થાન ઇત્યાદિ ભાવોને સંક્ષેપે કરીને કહેવા માટે શ્રી જીવસમાસ નામનું પ્રકરણ રચવાની ઇચ્છાવાળા આચાર્ય સર્વ વિઘ્નોની ઉપશાન્તિ માટે મંગલાચરણયુક્ત અને બુદ્ધિમાનો આ ગ્રંથની પ્રવૃત્તિનો આદર કરે તેવા હેતુથી સંબંધ, અભિધેય તથા પ્રયોજન એ ત્રણ યુક્ત આ (આગળ કહેવાતી) ગાથા કહે છે : दस चोद्दस य जिणवरे, चोद्दसगुणजाणए नमंसित्ता । चोद्दस जीवसमासे, समासओऽणुक्कमिस्सामि ॥१॥ થાર્થ ૧૪ ગુણોને (ગુણસ્થાનોને) જાણનારા એવા ૧૦ અને ૧૪ એટલે ૨૪ જિનેશ્વરોને નમસ્કાર કરીને સમાસથી – સંક્ષેપથી ૧૪ જીવસમાસ (૧૪ જીવભેદ)નું સ્વરૂપ ૧. આ લોકમાં શ્રી વીરજિનેન્દ્રને અપૂર્વ સૂર્યની ઉપમા આપી. તે અપૂર્વતા આ પ્રમાણે : આકાશનો સૂર્ય પુદગલજન્ય કિરણો વડે પદાર્થો પ્રકાશિત કરે છે, ત્યારે શ્રી વીરજિનેન્દ્ર આત્માના જ્ઞાનકિરણો વડે પદાર્થો પ્રકાશિત કરે છે. આકાશનો સૂર્ય બાહ્ય અંધકારનો નાશ કરે છે ત્યારે શ્રીવીરજિનેન્દ્ર જીવોના હૃદયગત અભ્યત્તર ભાવ અંધકારનો નાશ કરે છે; આકાશી સૂર્ય કેટલાક સ્થૂળ પદાર્થો પ્રગટ કરે છે ત્યારે શ્રી વીરજિનેન્દ્ર સર્વપદાર્થ (સૂક્ષ્મ અને સ્થૂળ-સર્વે પ્રગટ કરે છે. આકાશી સૂર્ય નિયમિત વખતે ઉદય પામે છે, ત્યારે શ્રી વીરજિનેન્દ્ર સદાકાળ સતત ઉદયવાળા છે. આકાશી સૂર્યને માત્ર દેવો જ સ્તવે છે, જ્યારે શ્રી વીરજિનેન્દ્રની સ્તુતિ- સ્તવના તો અસુરેન્દ્રો પણ કરે છે. એ પ્રમાણે આ શ્લોકમાં કહેલાં સર્વ વિશેષણો શ્રી વીરજિનેન્દ્રની અપૂર્વ- સુર્યતા સ્પષ્ટ કરે છે. Jain Education International For Privatq& Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy