________________
તથા સાસ્વાદન ગુણસ્થાનવર્તી અને મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનવ નારક જીવો સાતે પૃથ્વીઓમાં કદાચિતું હોય અને કદાચિતુ ન પણ હોય. અને જો હોય તો પૂર્વે જેમ ચાર ગતિઓને આશ્રયિ સામાન્યથી એ બે ગુણસ્થાનવર્તી જીવો પ્રત્યેક ઉત્કૃષ્ટથી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કહ્યા છે, તે અનુસાર અહીં પણ (સાતે પૃથ્વીઓમાં સર્વ મળીને એટલે) નરકગતિ આશ્રયી કેટલાક અલ્પતર (ઘણા ઓછા એટલે ઘણા અલ્પ-ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા) જાણવા.
તથા અવિરતસમ્યગૃષ્ટિનારકો સાતે પૃથ્વીઓમાં પ્રત્યેકમાં અસંખ્યાત અસંખ્યાત નારકો સદાકાળ અવિચ્છેદપણે (સર્વદા વિરહરહિતી પ્રાપ્ત થાય છે. વળી એ અસંખ્યાત તે ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સામાન્યથી ચારે ગતિમાં હોય એમ પૂર્વે જ નિશ્ચય કહેવાઈ ગયો છે, માટે તે અનુસાર અહીં પણ (નરકગતિમાં પણ) કંઈક અલ્પપ્રમાણવાળા ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણનું અસંખ્યાત જાણવું.
તથા દેશવિરત વગેરે ગુણસ્થાનવાળા જીવો તો નરકગતિમાં હોય જ નહિ એમ પૂર્વે નિર્ણય કરેલો છે. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. //૧૪૯થી
અવતર: હવે આ ગાથામાં ચૌદ જીવસમાસમાં રહેલા -અન્તર્ગત એવા મિથ્યાદૃષ્ટિ આદિ જીવદ્રવ્યોનું જ પ્રમાણ તિર્યંચગતિના ભેદથી કહે છે (અર્થાત્ તિર્યંચગતિમાં ગુણસ્થાનભેદે જીવદ્રવ્યોનું પ્રમાણ કહે છે):
तिरिया हुंति अणंता, पयरं पंचिंदिया अवहरंति ।
देवावहारकाला, असंखगुणहीणकालेणं ॥१५०॥ Tથાર્થ: સામાન્યથી સર્વ મિથ્યાષ્ટિ તિર્યંચો અનન્ત છે, અને વિશેષથી વિચારતાં પંચેન્દ્રિય તિર્યંચો એક આકાશપ્રતરને [ અર્થાતુ એક પ્રતરમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા આકાશપ્રદેશોને ] દેવોના અપહારકાળથી અસંખ્યગુણહીન કાળે અપહરે છે. [ અર્થાત્ સર્વ દેવોથી અસંખ્યાતગુણ પંચેન્દ્રિય તિર્યંચો છે. ] II૧૫૦ાા
ટીવાર્થ: અહીં “મિથ્યાદૃષ્ટિ' એ વિશેષણ પૂર્વ ગાથામાં કહેલા પાઠથી જ અધિકૃત છે (અનુસરે છે – ગ્રહણ કરવાનું છે). તેથી મિથ્યાષ્ટિ તિર્યંચો તે સામાન્યથી એકેન્દ્રિયાદિ સર્વે મળીને અનન્ત છે. અને વિશેષે વિચારતાં સામાન્યથી પર્યાપ્ત-અપર્યાપ્ત બન્ને મળીને સર્વે પંચેન્દ્રિય તિર્યંચો અને તે પણ મિથ્યાદૃષ્ટિઓ, સંવર્તીને ઘન કરેલા અસંખ્ય પ્રતરવાળા લોકના, સાત રાજ લાંબા-પહોળા અને એક પ્રદેશ જેટલા જાડા, તથા સર્વ મળીને અસંખ્ય આકાશપ્રદેશવાળા, ઉપરાઉપરી રહેલા ઘણા અંડકોમાંથી (માંડાઓમાંથી - મોટા પૂડલાઓમાંથી) એક મંડક (પૂડલા) સરખા, એક આકાશપ્રતરને અપહરે છે. પરન્ત કાળ વડે વિચારીએ તો તે આકાશપ્રતર કેટલા કાળે અપહરાય ? તે કહે છે – દેવોના અપહરકાળથી અસંખ્યગુણહીન કાળે (તે એક પ્રતર અપહરાય છે). અહીં તાત્પર્ય વિચારવાનું એ છે કે – એ પંચેન્દ્રિય તિર્યંચો (મિથ્યા) વિશેષણરહિત) સામાન્યથી, પૂર્વે કહેલા પ્રતરના અસંખ્યાતમા ભાગે અસંખ્ય કોડાકોડિ યોજનામાં રહેલી આકાશપ્રદેશની શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશ
Jain Education International
For Priva.
ersonal Use Only
www.jainelibrary.org