________________
કદાચિત્ ન પણ હોય. જો હોય તો જઘન્યથી એક અથવા બે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય છે. તે વાત ગ્રંથકર્તાએ (મૂળ ગાથામાં) કહી નથી, તે સુગમ હોવાથી અથવા તો બીજા કોઈ કારણથી નથી કહી તે પોતાની મેળે જ વિચારવું. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ||૧૪૮ાા.
વતરણ: એ પ્રમાણે ચાલુ વિષયમાં વર્ણવાતાં ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસમાં વર્તતાં જીવદ્રવ્યોનું પ્રમાણ કહ્યું. હવે એ જ જીવદ્રવ્યોનું પ્રમાણ નારક આદિ (ચાર) ગતિના ભેદથી કહેવાનું છે, ત્યાં પ્રથમ નરકગતિમાં જીવદ્રવ્યનું પ્રમાણ કહેવાય છે (અર્થાત્ ગતિમાર્ગણામાં જીવદ્રવ્યોનું પ્રમાણ પ્રરૂપાય છે) :
पढमाए असंखेजा, सेढीओ सेसियासु पुढवीसु ।
सेढीअसंखभागो, हवंति मिच्छाउ नेरइया ॥१४९।।
થાર્થ: પહેલી પૃથ્વીમાં મિથ્યાદૃષ્ટિ નારક જીવો અસંખ્યાત શ્રેણિપ્રમાણ છે, અને શેષ પૃથ્વીઓમાં મિથ્યાદૃષ્ટિ નારકો શ્રેણિના અસંખ્યાતમાં ભાગ જેટલા છે. ૧૪૯
ટીવાર્થ: પહેલી રત્નપ્રભા નામની પૃથ્વીમાં મિથ્યાદૃષ્ટિ નારકો અસંખ્યાત શ્રેણિ જેટલા છે. અર્થાત્ સંવર્તીને ઘન કરેલા લોકાકાશની અસંખ્ય શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા પ્રમાણવાળા સર્વ મિથ્યાદૃષ્ટિ નારકો પહેલી પૃથ્વીમાં છે – એ ભાવાર્થ છે. તથા સેસિયાનું = શેષ શર્કરામભા આદિ છ નરક પૃથ્વીઓમાં પ્રત્યેકમાં ઘનીકૃત લોકની એક જ શ્રેણિના પણ અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા મિથ્યાદૃષ્ટિ નારકો છે.
અહીં બીજી પૃથ્વીમાં શર્કરામભામાં) શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા જે નારકો કહ્યા, તેથી ત્રીજી પૃથ્વીના નારકો જો કે “શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા” એ વ્યપદેશ વડે તુલ્ય છે, પરંતુ બીજીથી ત્રીજીના નારકો અસંખ્યાતમા ભાગ જેટલા જાણવા. (એટલે અસંખ્યગુણહીન જાણવા.) કારણ કે અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે. એ પ્રમાણે જ ત્રીજી પૃથ્વીના નારકોથી ચોથી પૃથ્વીના નારકો પણ અસંખ્યાતમા ભાગ જેટલા જ જાણવા, અને એ પ્રમાણે યાવત્ છઠ્ઠી પૃથ્વીના નારકોથી સાતમી પૃથ્વીના નારકો પણ અસંખ્યાતમા ભાગ જેટલા જ હોય છે. (અહીં સર્વથી પહેલી પૃથ્વીમાં જ ઘણા નારકો કેમ? અને શેષ છમાં ઘણા અલ્પ કેમ? તે સંબંધમાં સમાધાન એ છે કે –) - ઘણા અસંજ્ઞી જીવો મત્સ્ય વગેરે પહેલી પૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે, તેથી આગળ નહિ. માટે તે પહેલી પૃથ્વીમાં ઘણા નારક જીવો પ્રાપ્ત થાય છે. વળી સંજ્ઞી જીવો પણ બહુ ઘણા, અતિ ઘણા અને અતિશય ઘણા સંકેલશયુક્ત હોય તે જ અનુક્રમે બીજી આદિ નરકપૃથ્વીઓમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય છે; અને તેવા સંકલેશવાળી સંજ્ઞી જીવો અનુક્રમે અલ્પ, અલ્પતર અને અલ્પતમ હોય છે, તે કારણથી બીજી આદિ પૃથ્વીઓમાં પણ નારક જીવોની અનુક્રમે હીનતા વિચારવી. એ પ્રમાણે મિથ્યાષ્ટિ' નારકોનું પ્રમાણ કહ્યું. ૧. અહીં ગ્રંથનો પ્રસ્તુત વિષય ૧૪ ગુણસ્થાનો સંબંધી હોવાથી નરકગતિમાં પણ જીવોનું પ્રમાણ ગુણસ્થાનભેદ કહેવાય છે.
Jain Education International
For Priv24ersonal Use Only
www.jainelibrary.org