SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેટલા પ્રમાણના સિદ્ધાન્તમાં ક્ષેત્રની અપેક્ષાએ કહ્યા છે. અને કાળથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો જેટલા કહ્યા છે. સિદ્ધાન્તમાં કહ્યું છે કે - ‘હે ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિવાળા જીવો કેટલા કહ્યા છે ?’ ‘હે ગૌતમ ! કાળથી અસંખ્યાત કહ્યા છે. અને તે અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અસંખ્યાત અવસર્પિણીઓ (ના સમયો) વડે અપહરાય છે. તથા ક્ષેત્રથી અસંખ્ય શ્રેણિઓ જેટલો પ્રતરનો અસંખ્યાતમો ભાગ અને તે શ્રેણિઓની જે વિખુંભસૂચિ તે અસંખ્યાત કોડાકોડિ યોજન પ્રમાણ જાણવી. (અર્થાત્ અસંખ્યાત કોડાકોડિ યોજનમાં જેટલી સૂચિ-શ્રેણિઓ સમાય તેટલી શ્રેણિઓ અસંખ્ય યોજન કોડાકોડિ વિધ્યુંભસૂચિ કહેવાય.)- એટલા પંચેન્દ્રિય તિર્યંચો છે' ઇત્યાદિ. તે કારણથી એક આકાશપ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય કોડાકોડિ યોજન પ્રમાણ ક્ષેત્રમાં જેટલી આકાશપ્રદેશની શ્રેણિઓ છે, તેટલી શ્રેણિઓના આકાશપ્રદેશ જેટલા સામાન્યથી (મિથ્યાષ્ટિ વિશેષણરહિત) સર્વ પંચેન્દ્રિય તિર્યંચો કહ્યા છે - એ તાત્પર્ય છે. એ સર્વે પંચેન્દ્રિય તિર્યંચો પ્રતિસમય એકેક આકાશપ્રદેશને ગ્રહણ કરે (અપહરે) તો દેવાપહાર કાળથી અસંખ્યાતમા ભાગ જેટલા – અસંખ્યગુણહીન કાળ જેટલા અલ્પકાળમાં તે આખું પ્રતર અપહરાય. વળી દેવો તો સર્વે મળીને પણ પંચેન્દ્રિય તિર્યંચોથી અસંખ્યગુણહીન છે, અને પંચેન્દ્રિય તિર્યંચો તેથી અસંખ્યગુણા છે, એમ શ્રી પ્રજ્ઞાપનાજીને વિશે મહાદંડકમાં કહ્યું છે. તેથી સર્વે પણ દેવો જો પ્રતિસમય એકેક આકાશપ્રદેશ ગ્રહણ કરે તો દેવો પંચેન્દ્રિય તિર્યંચોથી અસંખ્યગુણહીન હોવાથી અતિઅલ્પ છે, માટે પંચેન્દ્રિય તિર્યંચોએ કરેલા આખા પ્રતરના અપહારકાળથી અસંખ્યગુણ કાળે આખું પ્રત૨ અપહરે. અને પંચેન્દ્રિય તિર્યંચો તો દેવોથી ઘણા છે, માટે સહેજે સમજાય છે કે – દેવોએ કરેલા પ્રતરના અપહારકાળથી અસંખ્યગુણહીન જેટલા અતિઅલ્પકાળમાં જ તે સર્વ પ્રત૨ને એ પ્રમાણે અપહરે. વળી પ્રતરના, અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડા એક ખંડને જો પ્રત્યેક પંચેન્દ્રિય તિર્યંચ ગ્રહણ કરે તો સર્વે પંચેન્દ્રિય તિર્યંચો એક હેલામાં જ (અતિશીઘ્ર) સંપૂર્ણ પ્રતરને અપહરે એમ જાણવું. એ પ્રમાણે ગાથાર્થ સમાપ્ત થયો. 1194011 અવતરણ: હવે એ જ મિથ્યાદૃષ્ટિ તિર્યંચોમાં વૈક્રિયલબ્ધિવાળા તિર્યંય પંચેન્દ્રિયો કેટલા છે ? તેનું પ્રમાણ આ ગાથામાં કહેવાય છે ઃ पढमंगलमूलस्सा - संखतमो सूइसेढिआयामो । उत्तरविउब्वियाणं, पज्जत्तयसन्नितिरियाणं ॥ १५१॥ ગાથાર્થ: અંગુલપ્રમાણ ક્ષેત્રના પહેલા વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ જેટલો જે સૂચિ-શ્રેણિઓનો આયામ [અંગુલ-પ્રથમવર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જેટલી સૂચિ-શ્રેણિઓ રહે ] તેટલા પ્રમાણ ઉત્તરવૈક્રિયલબ્ધિવાળા તિર્યંચ-પંચેન્દ્રિયો છે (અર્થાત્ વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચો પણ અસંખ્યાત છે). ૧૫૧ = ટીાર્થ: પૂર્વે કહેલા સામાન્યથી તિર્યંચ પંચેન્દ્રિયોમાં પદ્ધત્તસન્નિ પર્યાપ્તસંજ્ઞી એટલે પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં જે વૈક્રિયલબ્ધિવાળા છે, તેઓનું આટલું પ્રમાણ છે. કેટલું Jain Education International For Pr Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy