________________
વડે કોઈ દેવ વગેરે ઉપાડે, અને ઉપાડીને તેમાંથી એકેક દાણો એકેક દ્વીપ - સમુદ્રમાં નાખે, એટલે એક દાણો દ્વીપમાં અને એક દાણો સમુદ્રમાં એ રીતે નાખે. અને એવા અનુક્રમેથી નાખતાં નાખતાં જ્યારે સર્વે સર્ષપો નખાઈ રહે, ત્યારે તે નખાયેલા દાણાઓ જે દ્વીપમાં અથવા સમુદ્રમાં સમાપ્ત થાય (એટલે છેલ્લો દાણો જે દ્વીપ અથવા સમુદ્રમાં નાખ્યો હોય) તે દ્વીપસમુદ્ર જેવડો 'અનવસ્થિતપન્ય નામનો પત્ય કલ્પવો. વળી તે પલ્યને પણ તેની વેદિકા ઉપરાંત શિખા સુધી સર્ષપો વડે સંપૂર્ણ ભરવો, અને શલાકાપત્યમાં એક સર્ષપરૂપ શલાકા નાખવી. હવે એ શલાકાપલ્ય તે કેવો ? એમ જો પૂછતા હો તો તે શલાકાપલ્યનું પણ સ્વરૂપ કહેવાય છે, તે આ પ્રમાણે :
LI શલાકા વગેરે ૩પલ્યનું સ્વરૂપ / એક હજાર યોજન ઊંડો, એક લાખ યોજનાના વિસ્તારવાળો (એટલે લંબાઈ-પહોળાઈમાં ૧ લાખ યોજનનો) અને કંઈક અધિક ત્રણ લાખ યોજનની પરિધિવાળો (એટલે ૩૧૬ ૨૨૭ યોજન-૩ ગાઉ-૧૨૮ ધનુષ-૧૩ી અંગુલ, એટલી પરિધિવાળો) તથા જંબૂદ્વીપની વેદિકાની ઊંચાઈ સુધીની ઊંચાઈવાળો (એટલે ૨ ગાઉ ઊંચો) એવો પલ્ય જેવો સર્વથી પહેલાં (અનવસ્થિતપલ્ય) કચ્યો હતો, તેવા પ્રકારના જ બીજા ત્રણ પલ્ય પણ કલ્પવા, એટલે એ પ્રમાણે સર્વ મળીને ચાર પલ્ય થાય છે. ત્યાં પહેલો પલ્ય અનુક્રમે વધતાં વધતાં સ્વરૂપવાળો (પ્રમાણવાળો) હોવાથી અવસ્થિત સ્વરૂપના અભાવે કનવસ્થિતપન્ય કહેવાય છે, અને બીજો પલ્ય શલાકાઓ વડે (સાક્ષીરૂપ સર્ષપો વડે) ભરાતો હોવાથી શનીશ્રાપન્ય કહેવાય છે. તથા ત્રીજો પલ્ય પ્રતિશલાકા વડે (શલાકાની પણ સાક્ષીના સર્ષપો વડે) ભરાતો હોવાથી પ્રતિશનીવાપન્ય કહેવાય છે, અને ચોથો પલ્ય મહાશલાકાઓ વડે (એટલે પ્રતિશલાકાની સાક્ષીઓ વડે) ભરાતો હોવાથી મહાશતાપિન્ય કહેવાય છે. હવે (પ્રથમ જે સર્ષપો ભરવા-ઠાલવવાની) પ્રસ્તુત વાત ચાલતી હતી તે કહેવાય છે –
હવે પૂર્વે જે અનવસ્થિતપલ્ય સર્ષપો વડે ભરીને મૂક્યો છે, તેના સર્ષપો પણ ફરી ઉપાડવા અને તે ઉપાડીને એક દાણો દ્વીપમાં (એટલે છેલ્લો દાણો જે દ્વીપ વા સમુદ્રમાં ખાલી થયો છે તે દ્વીપ વા સમુદ્રથી આગળના દ્વીપમાં) અને એક દાણો (તેથી આગળના) સમુદ્રમાં વારંવાર નાખતા જવું. એ પ્રમાણે નાખતાં નાખતાં જ્યારે તે અનવસ્થિતપત્ય ખાલી થાય ત્યારે શલાકાપલ્યમાં પુનઃ બીજો શલાકા સર્ષપ નાખવો (એટલે બીજો અનવસ્થિત ખાલી થયો તેની સાક્ષીરૂપ બીજો દાણો શલાકાપત્યમાં નાખવો). અને એ બીજા અનવસ્થિતપત્યના સર્ષપો આગળના જે દ્વીપ વા સમુદ્રમાં ખાલી થયા હોય (એટલે બીજા અનવસ્થિતનો છેલ્લો દાણો જે દ્વીપ વા સમુદ્રમાં નાખ્યો હોય) ત્યાં સુધીના અત્તવાળો એટલે તેવડા પ્રમાણવાળો અને તે પૂર્વેના સર્વ દ્વીપ-સમુદ્ર જેમાં અંતર્ગત થયા છે એવડો મોટો ત્રીજો અનવસ્થિતપત્ય કલ્પવો અને તેમાં પણ પુનઃ શિખા સુધી સર્ષપો સંપૂર્ણ ભરવા. વળી તે પણ પલ્ય ઉપાડીને તેમાંના સર્ષપો
૧. અહીં, જે એક પ્રમાણ વડે અવસ્થિત નહીં તે અનવસ્થિત પ્રત્યે લંબાઈ પહોળાઈમાં અનવસ્થિત ગણવો, પરંતુ હજાર યોજનની ઊંડાઈ તથા વેદિકાની ૨ ગાઉ ઊંચાઈ વગેરે પ્રમાણ તો સર્વે અનવસ્થિત પલ્યોમાં પણ એક સરખું અવસ્થિત જ જાણવું.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org