________________
છે. અને તે એકેક પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનું છે. (એ પ્રમાણે અનન્તના ૯ ભેદ કહ્યા). ૧૩૮
દીર્થ: તથા અનન્ત પણ રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે-પરિત્ત અનંત, યુક્ત અનંત અને અનંતાનંત. તથા એ પ્રત્યેક પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ ત્રણ પ્રકારનું છે. એ પ્રમાણે સૂટમાં સામાન્યથી કહ્યા છતાં પણ “વ્યાખ્યાથી (અર્થથી) તેનો વિશેષ બોધ થાય છે” એ ન્યાયથી પહેલા બે ભેદમાં જ દરેકમાં ત્રણ ત્રણ પ્રકાર જાણવા, અને ત્રીજો ભેદ તો બે પ્રકારનો જ છે. તે આ પ્રમાણે- જઘન્ય અનન્તાનન્ત અને મધ્યમ અનન્તાનજો. તથા ઉત્કૃષ્ટ અનન્નાનન્ત તો કોઈપણ વસ્તુમાં સંભવતો નથી, માટે તેની પ્રરૂપણા પણ કરવાની નથી. માટે અનન્ત આઠ પ્રકારનું જાણવું. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. /૧૩૮
૩વતર: એ પ્રમાણે પૂર્વ ગાથાઓમાં સંખ્યાત વગેરેનું સ્વરૂપ સામાન્ય માત્રથી કહીને હવે તેનું સ્વરૂપ વિશેષથી ભાવાર્થસહિત કહેવાને આ ગાથા (તેમજ આગળની બીજી ગાથાઓ) દર્શાવાય છે, ત્યાં પ્રથમ સંખ્યાતનું સ્વરૂપ કહેવાય છે) :
जंबुद्दीवो सरिसव - पुनो ससलागपडिसलागाहिं ।
जावइ पडिपूरे, तावइ होइ संखेनं ।।१३९॥
થાર્થ: જંબૂદ્વીપ સરખો અનવસ્થિતપત્ય તે સલાક અને પ્રતિસલાક નામના પ્યાલાઓ વડે જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી જેટલા સર્ષપો વડે પૂરાય-ભરાય, તેટલા સર્ષપ-પ્રમાણનું સંખ્યાત થાય. /૧૩૯ ટીવાર્થ: આ ગાથાનો પ્રથમ ભાવાર્થ કહીને ત્યારબાદ અક્ષરાર્થ કહેવાશે.
_ સંખ્યાતના ૩ ભેદનું સ્વરૂપ, તે પ્રસંગમાં ૪ પલ્યનું સ્વરૂપ છે અહીં સંખ્યાત વગેરેનું સ્વરૂપ જણાવવાના પ્રસંગમાં લંબાઈ અને પહોળાઈ વડે જંબૂદ્વીપ સરખો તે પ્રત્યેક એક લાખ યોજન પ્રમાણનો, હજાર યોજન ઊંડો; એટલે રત્નપ્રભા પૃથ્વીનો જે એક હજાર યોજન પ્રમાણનો પહેલો રત્નકાંડ છે, તેને ભેદીને બીજા વજકાંડમાં રહેલો; અને જંબૂદ્વીપ વૃત્તાકાર (ગોળ) હોવાથી આ પહેલો પલ્ય પણ ભમતી વડે (કેટલા પ્રમાણનો જાણવો તે ગાથા પૂર્વક કહેવાય છે કે) :
परिही तिलक्ख सोलस, सहस्स दो य सय सत्तवीसहिया । कोसतिय अट्ठवीसं धणुसय तेरंगुलद्धहियं ।।१।।
નવસ્થિતપત્ય | [ જંબૂઢીપનો પરિધિ-ઘેરાવો ૩૧૬ ૨૨૭ યોજન-૩ ગાઉ – ૧૨૮ ધનુષ અને ૧૩ // અંગુલથી કિંચિત્ અધિક એટલા પ્રમાણનો છે].
એ ગાથામાં કહેવા પ્રમાણ (ની પરિધિ)વાળો, અને ધાન્યના પલ્પ (પાલા) સરખો એક પલ્ય કલ્પવો. તે એવા પ્રમાણવાળો પલ્ય બુદ્ધિની કલ્પના વડે સર્ષપોથી ત્યાં સુધી ભરવો કે
જ્યાં સુધી જંબૂઢીપની વેદિકાની ઉપર પણ સંપૂર્ણ શિખાવાળો થાય. (અર્થાતુ તે જંબુદ્વીપ સરખા પલ્યને શિખા સુધી સર્ષપો વડે ભરવો.) તે પલ્યમાં ભરેલા તે સર્ષપોને નિશ્ચય અસત્ કલ્પના
For Private ICOsonal Use Only
Jain Education International
www.jainelibrary.org