SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ થાર્થ: પંદર અહોરાત્રાનો ૧ પક્ષ અને તેના બે પક્ષનો ૧ માસ થાય છે. બે માસની ૧ ઋતુ નામનો કાળભેદ છે, અને તેવી ત્રણ ઋતુઓનું ૧ અયન થાય છે. ૧૧૦ની બે અયનનું ૧ વર્ષ થાય છે, અને તેવાં વર્ષને દશગુણ દશગુણ કરવાથી અનુક્રમે દશ વર્ષ, સો વર્ષ, હજાર વર્ષ, દશ હજાર વર્ષ અને સો હજાર વર્ષ (એટલે ૧ લાખ વર્ષ) થાય છે. ૧૧૧ તથા તેવાં લાખ વર્ષને ચોર્યાસી વડે ગુણતાં ૧ પૂર્વાગ થાય છે, અને તેવાં લાખ પૂર્વને ચોર્યાસી વડે ગુણતાં ૧ પૂર્વ થાય છે. /૧૧૨ ટા: પંદર અહોરાત્રનો 9 પક્ષ, અને બે પક્ષનો 9 માસ થાય છે. તથા બે માસનું 9 ઋતુ એવું નામ છે. અને ત્રણ ઋતુઓ એટલે છ માસ પ્રમાણનું 9 યયન થાય છે. એ પ્રમાણે ૧૧૦મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૧૦ તથા બે અયનનું ૧ વર્ષ, અને તે વર્ષને દશ દશ વડે ગુણતાં અનુક્રમે અધિક અધિક કાળપ્રમાણ થાય છે. હવે તે ક્યું કાળપ્રમાણ થાય છે? તે કહે છે – એક વર્ષને દશ વડે ગુણતાં ૧૦ વર્ષ, તેને પુનઃ દશ વડે ગુણતાં શતવર્ષ (૧૦૦ વર્ષ), તે સો વર્ષને પુનઃ દશ વડે ગુણતાં સદવર્ષ થાય છે, એટલે ૧૦૦૦ વર્ષ થાય છે, તે હજાર વર્ષને પુનઃ દશ વડે ગુણતાં શહેનાર વર્ષ (૧૦,૦૦૦ વર્ષ) થાય છે, તે દશ હજાર વર્ષને પણ દશ વડે ગુણતાં શતસહસ્ત્ર = 9 નક્ષવર્ષ (૧,૦૦,૦૦૦ વર્ષ) થાય છે. એ પ્રમાણે એકસો અગિયારમી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ||૧૧૧ વળી પણ એ લાખ વર્ષને પુનઃ ચોર્યાસી વડે ગુણતાં ચોર્યાસી લાખ વર્ષ પ્રમાણનું 9 પૂર્વ થાય છે, તેની અંકસ્થાપના – “૮૪00000 વર્ષ” એ પ્રમાણે છે. વળી એવાં શતસહસ્ર એટલે ૧ લાખ પૂર્વાગોને સ્થાપીને ચોર્યાસી વડે ગુણીએ તો 9 પૂર્વ થાય છે. અર્થાત્ તાત્પર્ય એ છે કે – પૂર્વીગ વર્ષોને ૧ લાખ વડે ગુણવાં, અને તે ગુણવાથી જે રાશિ-સંખ્યા આવે તેને પણ પુનઃ ચોર્યાસી વડે ગુણીએ તો એક પૂર્વ પ્રાપ્ત થાય. અહીં અન્ય ગ્રંથોમાં તો પૂર્વાગને પૂર્વાગ વડે ગુણતાં ૧ પૂર્વ થાય. એમ કહ્યું છે, તે પણ આ જ ભાવાર્થવાળું છે, અર્થાત્ તે કથનમાં પણ વસ્તુઅર્થ સરખો જ છે, માટે કોઈ પણ વિરોધ નથી. આ પૂર્વમાં વર્ષોની જે અંકસંખ્યા પ્રાપ્ત થાય છે તે આગળની (૧૧૩)મી ગાથામાં દર્શાવાશે. ઇતિ ગાથાર્થઃ /૧૧૨ વતરણ: પૂર્વ ગાથામાં કહેલા પૂર્વના અર્થ પ્રમાણે ગણતરીવિધિ કરીએ તો એક પૂર્વમાં કેટલાં વર્ષો પ્રાપ્ત થાય? તેનું પ્રમાણ આ ગાથામાં દર્શાવાય છે : पुव्वस्स उ परिमाणं, सयरिं खलु होति कोडिलक्खा उ । छप्पन्नं च सहस्सा, बोद्धव्या वासकोडीणं ॥११३॥ થાર્થ: એક પૂર્વનું પ્રમાણ નિશ્ચય સિત્તેર લાખ ક્રોડ અને છપ્પન હજાર ક્રોડ એટલાં વર્ષોનું જાણવું. (૭૦૫૬૦૦૦ ક્રોડ વર્ષનું ૧ પૂર્વ જાણવું.) ૧૧૩ ટીવાર્થ: ગાથાનો અર્થ ગાથાના પાઠથી જ સમજાય તેવો સુગમ છે. (માટે કહ્યો નથી.) અને પૂર્વના અંકનું પ્રમાણ તો ૭૦૫૬૦૦૦, ૦૦૦૦૦૦૦ આ પ્રમાણે જાણવું. (એ પ્રમાણે પૂર્વ સુધીનું પ્રમાણ કહીને તેથી આગળનું નયુતાંગ, નયુત આદિ પ્રમાણ જે આગળ ગાથામાં For Priv. 03 ersonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy