________________
ગાથામાં દર્શાવાય છે?
अट्ठत्तीसं तु लवा, अध्धलवो चेव नालिया होइ।
दो नालिया मुहुत्तो, तीस मुहुत्ता अहोरत्तो ॥१०८॥
થાર્થ આડત્રીસ લવ તથા અર્ધલવ (એટલે ૩૮પાલવ) મળીને નિશ્ચયથી ૧ નાલિકા (ઘડી) થાય છે, બે ઘડીનો ૧ મુહૂર્ત અને ત્રીસ મુહૂર્તનો ૧ અહોરાત્ર થાય છે. ll૧૦૮
ટીર્થ: આડત્રીસ લવ તથા અર્ધલવ એ બે મળીને ૧ નાલિકા થાય છે, એટલે ૩૮. (સાડી આડત્રીસ) લવની 9 ઘડી થાય છે. તથા બે નાલિકાનો (બે ઘડીનો) 9 મુહૂર્ત થાય છે, અને ત્રીસ મુહૂર્તનો 9 હોરાત્ર થાય છે. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૦૮
અવતર: હવે આ ગાથામાં એક મુહૂર્તને વિષે જેટલા ઉચ્છવાસનિઃશ્વાસ થાય છે, તે દર્શાવાય છે:
तिन्नि सहस्सा सत्त य, सयाणि तेवत्तरिं च उस्सासा ।
एक्केकस्सेवइया, हुंति मुहुत्तस्स उस्सासा ॥१०९॥
થાર્થ: ત્રણ હજાર સાતસો અને તોંતેર (૩૭૭૩) શ્વાસોચ્છવાસ એકેક મુહૂર્તના હોય છે. /૧૦૯
ટીઝર્થ : પૂર્વે કહેલા સ્તોક અને લવ વગેરેના અનુક્રમ પ્રમાણે ત્રણ હજાર સાતસો અને તોંતેર (૩૭૭૩) એટલા ઉચ્છવાસ એટલે ઉપલક્ષણથી એટલા ઉચ્છવાસ-નિઃશ્વાસ બે ઘડી પ્રમાણ એકેક મુહૂર્તના થાય છે. તે આ પ્રમાણે –
સાત ઉચ્છવાસનિઃશ્વાસનો ૧ સ્ટોક કહ્યો છે. અને તેવા સાત સ્ટોક એક લવના કહ્યા છે. તેથી સાતને સાત વડે ગુણતાં ૪૯ ઓગણપચાસ) ઉચ્છુવાસ-નિઃશ્વાસ એક લવમાં સિદ્ધ થાય છે. વળી એક મુહૂર્તમાં ૭૭ (સિત્તોત્તેર) લવ કહ્યા છે, તેથી ઓગણપચાસને સિત્તોતેર વડે ગુણીએ તો પૂર્વે કહેલું પ્રમાણ એટલે ૩૭૭૩ (ત્રણ હજાર સાતસો તોંતેર) શ્વાસોચ્છવાસ એક મુહૂર્તમાં થાય છે. (અર્થાત્ એક મુહૂર્તના ૩૭૭૩ શ્વાસોચ્છવાસ થયા.) એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. /૧૦૯૫.
અવતરણ: પૂર્વ ગાથામાં એક મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોચ્છવાસ કેવી રીતે થાય? તેની ગણતરી દર્શાવીને હવે આ ગાળામાં ૩૦ મુહૂર્તના અહોરાત્રરૂપ કાળભેદથી હજી આગળ જે જે કાળભેદ છે તે દર્શાવાય છે :
पन्नरस अहोरत्ता, पक्खो पक्खा य दो भवे मासो । दो मासा उउसना, तिनि य रियवो अयणमेगं ॥११०॥ दो अयणाइं परिसं, तं दसगुणवड्ढियं भवे कमसो । दस य सयं च सहस्सं, दस य सहस्सा सयसहस्सं ॥१११॥ वाससयसहस्सं पुण, चुलसीइगुणं हवेञ्ज पुव्वंगं । पुव्वंगसयसहस्सं, चुलसीइगुणं भवे पुव्वं ॥११२॥
Jain Education International
૧૭ર For Private & Personal Use Only
www.jainelibrary.org