________________
૭૭૩
ભેદમાં તેવા અસંખ્યાતા સમયો વ્યતીત થાય છે એમ જાણવું. વળી પટ્ટસાટિકાપાટનનું દૃષ્ટાંત વગેરે અહીં ઘણી બાબત કહેવા યોગ્ય છે, તે સર્વ અનુયોગદ્વાર સૂરાથી જાણવી.
તેવા અસંખ્યાત સમયોની એક આવલિકા થાય છે. વળી અહીં આ ગ્રંથમાં જ, અસંખ્યાત તે પણ અસંખ્યાત પ્રકારનું કહેવાશે. ત્યાં જેટલા પ્રમાણના અસંખ્યાત સમયો વડે આવલિકાના અસંખ્યાત સમય થાય છે, તે પણ વાત આ પ્રકરણમાં આગળ કહેવામાં આવશે. તેવી સંખ્યાતી આવલિકાઓનો એક ઉચ્છવાસ. અહીં ઊર્ધ્વશ્વાસ તે ઉચ્છવાસ જો કે કહેવાય છે, તો પણ અહીં ઉચ્છવાસના ઉપલક્ષણથી મુખની અંદરથી નીચે લેવાતો શ્વાસ તે નિઃશ્વાસ કહેવાય તે પણ સંખ્યાત આવલિકા પ્રમાણનો જાણવો, તેમજ ઉચ્છવાસ વડે ઉપલલિત નિઃશ્વાસ તે ઉચ્છવાસ-નિઃશ્વાસ, તે બે મળીને પણ સંખ્યાતી (૪૪૬ ૩૪૫૯) આવલિકા પ્રમાણના છે, એમ પણ જાણવું. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૦૬
અવતUT: પૂર્વ ગાથામાં સંખ્યાત આવલિકાનો ૧ ઉચ્છવાસનિ:શ્વાસ કહ્યો તે કંઈપણ વિશેષતા વિનાનો ગમે તે જીવનો ગ્રહણ ન કરવો, પરંતુ અમુક પ્રકારના વિશેષણવાળો જ ગ્રહણ કરવો. અને તેવો ઉચ્છવાસનિઃશ્વાસ તે જ ૧ પ્રાણ કહેવાય, તે દર્શાવવાને આ ગાથા કહેવાય છે :
हट्ठऽणगल्लुस्सासो, एसो पाणुत्ति सन्निओ एक्को ।
पाणू य सत्त थोवो, थोवा सत्तेव लवमाहु ॥१०७॥ ગાથાર્થ: હૃષ્ટ અને અનવકલ્પ (યુવાન) મનુષ્યનો જે ઉચ્છવાસ તે એક પ્રાણ એવા નામનો કાળ કહેવાય, અને તેવા સાત પ્રાણ વડે એક સ્તોક અને તેવા સાત સ્તોક વડે એક લવ કહ્યો છે. ./૧૦૭ની
ટીછાર્થ: હૈદ્ય = દુષ્ટ એટલે પ્રમુદિત (હર્ષવંત) અને વિસ એટલે અનવકલ્પ અર્થાતુ વૃદ્ધાવસ્થા વડે અપીડિત અથવા કોઈપણ પ્રકારના કષ્ટરહિત, “તથા પ્રથમ અને હમણાં પણ વ્યાધિ વડે પરાભવ નહિ પામેલ” એ ઉપલક્ષણથી જાણવું. એવા પ્રકારના પ્રાણીનો જે એક ઉચ્છવાસનિઃશ્વાસ તે 9 પ્રાણુ એ નામનો કાળ છે, અર્થાત્ એ કાળને શ્રી સર્વજ્ઞોએ બાજુ એવા નામથી વ્યવહર્યો છે, કહ્યો છે, એ ભાવાર્થ છે. અહીં ગાથામાં ફસાસો એ એક જ શબ્દ છે તો પણ પદના એક દેશથી પણ સંપૂર્ણ પદનું ગ્રહણ કરવાના ન્યાયથી ઉચ્છવાસનિઃશ્વાસ એ સંપૂર્ણ પદ જાણવું. (ગ્રહણ કર્યું છે.) તથા ગાળામાં પાપુ શબ્દમાં રહેલો ૩ કાર અલાક્ષણિક હોવાથી બીજા આચાર્યો પ્રાણ શબ્દ પણ કહે છે. તથા શોક અને વૃદ્ધાવસ્થા વગેરેથી અસ્વસ્થ એવા જીવનો ઉચ્છવાસનિઃશ્વાસ ત્વરિત આદિ સ્વભાવવાળો (શીધ્ર ચાલનારો ઈત્યાદિ સ્વરૂપવાળો) અસ્વસ્થ હોય છે, તે કારણથી હૃષ્ટ ઇત્યાદિ વિશેષણોનું અહીં ગ્રહણ કર્યું છે, એમ જાણવું. એવા પ્રકારના ૭ પ્રાણુઓ અથવા સાત પ્રાણ મળીને 9 તો થાય છે, અને તેવા સાત સ્ટોક મળીને 9 નવ થાય છે, એમ શ્રી તીર્થંકરોએ તથા ગણધરોએ કહ્યું છે. ઈતિ ગાથાર્થઃ || ૧૦૭થી. અવતરણ: પૂર્વ ગાથામાં લવ સુધીના કાળભેદ કહીને હજી જે બીજા કાળભેદ છે તે આ
For Privas qersonal Use Only
Jain Education International
www.jainelibrary.org