________________
શબ્દાર્થ (વ્યુત્પત્યર્થ) વાળો “કાળ' એમ સામાન્ય વિવક્ષા વડે વિદ = એક પ્રકારનો જ છે. અને જ્યારે તે કાળનો વિમા = ભેદ વિવલીએ તો તે કાળ અનેક પ્રકારનો પણ છે. હવે તે કાળ અનેક પ્રકારનો કેવી રીતે છે? તે કહેવાય છે –
સમય અને આવલિકા તે સમયાવલિકા, એ બે જે પ્રાણ, લવ, સ્ટોક વગેરેની આદિમાં છે, તે સમય-આવલિકા વગેરે રૂપ કાળ, હવેની આગળ(ની ગાથામાં) કહેવાતા લક્ષણવાળો-ભેદવાળો (અનેક પ્રકારનો) જાણવો.
વળી એ કાળ તે સામાન્યથી શું સાન્ત (અન્તવાળો) છે કે અનન્ત (અત્તરહિત) છે? એવા પ્રકારની આશંકા કરીને હવે તેનો ઉત્તર કહેવાય છે – “સબંતાનો ત્તિ નાયબ્બો' એટલે આ કાળની સામાન્ય સ્વરૂપે વિવક્ષા કરીએ તો કાળ અનન્ત એટલે પર્યવસાન(અત્ત)રહિત છે, તેમજ ઉપલક્ષણથી અનાદિ પણ છે. કારણ કે આ કાળ પૂર્વે કદી પણ ન હતો એમ નથી, તેમજ વર્તમાનમાં નથી એમ પણ નથી, અને ભવિષ્યમાં નહિ હોય એમ પણ નથી. એ પ્રમાણે ગાથાર્થ સમાપ્ત. ૧૦પી.
વિતર: પૂર્વ ગાથામાં વિશેષ વિવક્ષા વડે કાળ જે અનેક પ્રકારનો કહ્યો, તેના અનેક પ્રકારનું વર્ણન કરવા માટે આ ગાથા કહેવાય છે :
कालो परमनिरुध्धो, अविभागी तं तु जाण समओत्ति ।
तेऽसंखा आवलिया, ता संखेजा य ऊसासो ॥१०६॥ માથાર્થઃ અત્યંત અલ્પ અને અવિભાજ્ય એવો જે કાળ તે સમય જાણવો. તેવા અસંખ્યાત સમયની આવલિકા અને તેની સંખ્યાત આવલિકાનો એક ઉશ્વાસ (શ્વાસોચ્છવાસ) જાણવો. //૧૦૬l/
ટીછાર્થઃ સમ્ = સમ્યફ પ્રકારે આવલિકા વગેરે સર્વ કાળભેદોને પોતાનામાંથી ઉત્પન્ન કરવાપણા વડે જે ય = Uતિ પ્રાપ્ત થાય છે - વ્યાપ્ત થાય છે તે સમય, (અર્થાત્ આવલિકાદિ ભેદોને જે સન્ = સમ્યફ પ્રકારે ય = ઉત્પન્ન કરનાર તે સમય, એ વ્યુત્પત્તિ અર્થ કહ્યો). અથવા બીજી રીતે વિચારીએ તો સમ્ = સમ્યક્ પ્રકારે પદાર્થ જેનાથી સ્થિતિવિશિષ્ટપણે (સ્થિતિભેદ) = યન્ત = પરિચ્છેદાય - સમજાય તે સમય, તેવા પ્રકારના સમયને હે શિષ્ય ! તું આ પ્રકારે ગાળ = જાણ. અહીં “તું” એ શિષ્યના સંબોધન અર્થે છે. હવે તે શું જાણવાનું? તે કહે છે – નિ: = કાળનો ભેદ. તે કાળનો ભેદ કેવા પ્રકારનો ? તે કહે છે – પરમનિરુદ્ધ: એટલે પરમ સંક્ષિપ્ત અર્થાત્ સર્વ જઘન્ય. જેનાથી વધીને અલ્પ એવી બીજી કોઈપણ કાળમાત્રા (કાળમાન) નથી, પરંતુ એ જ (સમય જ) સર્વથી અલ્પ છે – એ તાત્પર્ય છે. અને તે કારણથી જ પુનઃ વિમા એટલે સર્વજઘન્ય છે. કેવલી ભગવંતની બુદ્ધિરૂપ શસ્ત્ર વડે છેદતાં પણ જેનો વિભાગ-ભેદ-અંશ પ્રાપ્ત થાય નહિ. તે અવિભાગી કહેવાય. જો તેનો પણ (સર્વજઘન્ય કાળરૂપ સમયનો પણ) વિભાગ થાય - હોય તો પરમનિરુદ્ધપણું (સર્વજઘન્યપણું) જ પ્રાપ્ત ન થાય, એમ જાણવું. તે કારણથી સર્વથી સૂક્ષ્મ અને અંશરહિત એવો જે કાળભેદ તે સમય એમ સિદ્ધ થયું. વળી અત્યંત કોમળ એવા એક જ કમળપત્રમાં તીણ સોયને ભેદતાં તે એક જ પત્રના
Jain Education International
૧૭૦ For Private & Personal Use Only
www.jainelibrary.org