SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ મપાતું નથી, એ ભાવાર્થ છે. ત્યાં દ્વીપ અને સમુદ્રો તો પ્રસિદ્ધ જ છે, અને ભવનો એટલે અસુરકુમા૨ વગેરે ભવનપતિ દેવોના આવાસ, તથા વર્ષ એટલે ભરત, ઐરવત, હૈમવત, હરિવર્ષ અને મહાવિદેહ વગેરે. તેમજ ‘વર્ષ' એ શબ્દથી વર્ષધરાદિ એટલે હિમવાનુ આદિ વર્ષધર પર્વતો વગેરે સર્વે પર્વતો, સર્વે વિમાનો, સર્વે નરકાવાસ, તથા પૃથ્વી વગેરેનાં આંતરાં, પાતાલકલશો, સર્વે સરોવરો તેમજ સર્વે નદીઓ વગેરેનું પણ ગ્રહણ કરવું. અર્થાત્ એ સર્વ પણ પ્રમાણાંગુલથી ઉત્પન્ન થયેલા યોજનાદિ પ્રમાણે વડે જ મપાય છે, એ તાત્પર્ય છે. પ્રશ્ન:- ઉત્સેધાંગુલ વગેરેથી નારકાદિનાં શરીર વગેરે માપવાનું કહ્યું. તે શરીરો તો દ્રવ્ય છે. તે કારણથી ઉત્સેધાંગુલાદિ ત્રણે અંગુલને (દ્રવ્યનું પ્રમાણ તે દ્રવ્યપ્રમાણ એમ) દ્રવ્યપ્રમાણપણું ઘટી શકે છે, તો તમોએ એ ત્રણેને ક્ષેત્રપ્રમાણના ભેદમાં કેમ ગણ્યાં ? ઉત્તર:- આ વાત બરાબર નથી. (તમે) અમારો અભિપ્રાય સમજ્યા નથી. કારણ કે નારક વગેરેનાં શીરાદિ દ્રવ્યો દ્વારા તે શરીરાદિ દ્રવ્યો વડે અવગાહાયેલું જે ક્ષેત્ર, તે જ અહીં માપવાનું કહ્યું છે એમ જાણવું, માટે એ ત્રણે અંગુલને ક્ષેત્રપ્રમાણપણું વિરોધી નથી (અર્થાત્ એ ત્રણે અંગુલ તે ક્ષેત્રપ્રમાણના ભેદ છે એમ માનવામાં વિરોધ નથી). વળી અહીં ક્ષેત્રને જ સાક્ષાત્ તેના પ્રમેયપણે કહ્યું નથી (એટલે એ ત્રણે અંગુલથી ક્ષેત્ર મપાય છે એમ જે કહ્યું નથી પણ શય્યા, ઘર, પર્વત આદિ દ્રવ્યો મપાય છે તેમ કહ્યું છે) તે તો ક્ષેત્ર અમૂર્ત હોવાથી (એટલે ક્ષેત્ર તે આકાશ અને તે અરૂપી હોવાથી) તેનું માપ કરવું અશક્ય છે એમ જાણવું. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ।।૧૦૪| અવતરણ: એ પ્રમાણે પોતપોતાના વિષયસહિત (પ્રમેય પદાર્થો સહિત) ત્રણે પ્રકારના અંગુલની વ્યાખ્યા કરી અને તે વ્યાખ્યા કરવાના પ્રસંગથી અંગુત્ત વિહત્યિ રયળી, ઝુછી ઇત્યાદિ અલોક સુધીના ક્ષેત્રપ્રમાણ ભેદો તે સર્વે જે મૂળગાથામાં (૯૨મી ગાથામાં) કહ્યા હતા તે સર્વની પણ વ્યાખ્યા કરી. અને તે સર્વની વ્યાખ્યા ક૨વાથી સંપૂર્ણ મૂળગાથાની (૯૨મી ગાથાની) પણ વ્યાખ્યા થઈ. અને તેની વ્યાખ્યા કરવાથી પ્રમાણદ્વારનો બીજો ભેદ જે ક્ષેત્રપ્રમાણ તેની પણ સંપૂર્ણ વ્યાખ્યા થઈ. હવે તે પ્રમાણદ્વા૨નો ત્રીજો ભેદ જે વ્હાલપ્રમાણ તેના સ્વરૂપનું નિરૂપણ કરવાને અર્થે આ ગાથા કહેવાય છે (અર્થાત્ આ ગાથામાં કાળપ્રમાણ કહેવાય છે) : कालत्ति य एगविहो, कालविभागो य होइ णेगविहो । समयावलियाई ओ, अनंतकालोत्ति नायव्वो ॥१०५॥ ગાથાર્થ: કાળ તે એક પ્રકારનો છે, અને કાળનો વિભાગ અનેક પ્રકારનો છે. ત્યાં સમય, આવલિકા વગેરે યાવત્ અનન્ત કાળ સુધીનો કાળવિભાગ જાણવો. ।।૧૦૫।। ટીાર્થ: અહીં શ્રી તીર્થંકરપ્રભુના શાસનમાં સર્વ વસ્તુ સામાન્યરૂપ અને વિશેષરૂપ માનેલી છે. ત્યાં સામાન્યરૂપે વિવક્ષા કરીએ તો સર્વ વસ્તુ એકરૂપ જ છે, જેમ વન, અને વિશેષરૂપે વિવક્ષા કરીએ તો સર્વ વસ્તુ અનેકરૂપ છે, જેમ તે જ વન ધવ- ખદિર- પલાશ - શાલ – તાલ ઇત્યાદિ પોતાના અનેક ભેદની વિવક્ષા વડે તે વન અનેક પ્રકારનું (એટલે ધવવન-ખદિરવન-પલાશવન ઇત્યાદિ રીતે અનેક પ્રકારનું) છે. એ પ્રમાણે હોવાથી સમય, આવલિકા ઇત્યાદિ પોતાના અનેક ભેદના સમૂહની વિવક્ષાથી રહિત એવો કાળ પણ પૂર્વે કહેલા તમાલ For Privat&ersonal Use Only www.jainelibrary.org - Jain Education International
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy