________________
સહિત એવા પુરુષોનું ગ્રહણ કરવા માટે છે. કારણ કે પ્રમાણ વગેરે લક્ષણોને પ્રાપ્ત થયેલ (એટલે ઉત્તમ લક્ષણવાળો) પુરુષ પ્રાયઃ (વિશેષતઃ) ૧૦૮ અંગુલ ઊંચો જ હોય છે, માટે ૧૦૮ અંગુલની ઊંચાઈ અહીં આત્માગુલના પ્રસંગમાં કહી છે. અને પરમાર્થથી (વાસ્તવિક રીતે) તો જે યુગમાં જે પુરુષો શાસ્ત્રમાં કહેલાં પ્રમાણ આદિ લક્ષણો વડે ઉત્તમ લક્ષણવાળા હોય તે પુરુષો ૧૦૮ અંગુલથી કંઈક હીન હોય અથવા તો અધિક હોય તો પણ તેઓનું જે પોતપોતાનું અંગુલ તે નીભાંતિ છે, એમ જાણવું એ ગાથાર્થ કહ્યો. ૧૦૩ || રૂતિ વેમુત્રયવરૂપમ્ |
વિતર: પ્રશ્ન - ઉત્સધાંગુલ આદિ ત્રણ પ્રકારના અંગુલના સ્વરૂપનું નિરૂપણ કર્યું. પરંતુ એ ત્રણ પ્રકારના અંગુલને તમોએ ક્ષેત્રપ્રમાણભેદની વ્યાખ્યામાં કહેલાં હોવાથી એ ત્રણ અંગુલ) ક્ષેત્રપ્રમાણ સ્વરૂપે તમોએ કહ્યાં ગણાય, તો એ અંગુલ વડે કયું ક્ષેત્ર મપાય છે? કે જેથી એ ત્રણે અંગુલને ક્ષેત્રપ્રમાણ રૂપે કહ્યાં? એ પ્રશ્નની આશંકા કરીને (તેના ઉત્તરરૂપે) હવે તે ત્રણે અંગુલ વડે કયું કર્યું ક્ષેત્ર મપાય છે? તે પ્રમેય (માપવા યોગ્ય) ક્ષેત્રા દર્શાવવાને આ ગાથા કહેવાય છે. (અર્થાત્ આ ગાથામાં કયા અંગુલ વડે શું મપાય છે? તે કહે છે) :
देहस्स ऊसएण उ, गिहसयणाई य आयमाणेणं । दीवुदहिभवणवासा, खेत्तपमाणं पमाणेणं ॥१०४॥
થાર્થ ઉત્સધાંગુલ વડે દેહનું પ્રમાણ મપાય છે, આત્માગુલ વડે ઘર અને શય્યા વગેરે મપાય છે, તથા પ્રમાણાંગુલ વડે દ્વીપ, સમુદ્રો, ભવનો અને વર્ષક્ષેત્રોનું પ્રમાણ મપાય છે. |૧૦૪ો.
રીર્થ: નારક વગેરે જીવોના હસ્તે = શરીરનું પ્રમાણ સTU = ઉત્સધાંગુલ વડે જણાય છે (મપાય છે). અર્થાત્ નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ સર્વેના શરીરનું પ્રમાણ,
સાત ધનસુ, ત્રણ હાથ અને છ અંગુલ એટલું રત્નપ્રભા પૃથ્વીમાં નારકોના ભવધારણીય શરીરનું (મૂળ શરીરનું) પ્રમાણ જાણવું? ઇત્યાદિ શાસ્ત્રાન્તરોમાં બીજાં શાસ્ત્રોમાં) જે પ્રમાણ કહ્યું છે, તે ઉત્સધાંગુલથી ઉત્પન્ન થયેલ વૈત, હસ્ત ઇત્યાદિ પ્રમાણ વડે જાણવું, પરંતુ બીજા પ્રમાણ વડે નહિ (એટલે આત્માંગુલી અથવા પ્રમાણાંગુલી એવા વેંત, હસ્ત ઈત્યાદિ વડે જીવોના શરીરનું માપ થતું નથી), એ ભાવાર્થ છે. તિ હોવાનેન મયા
તથા ઘર અને શય્યા વગેરેનું પ્રમાણ આત્માગુલ વડે જાણવું. અર્થાત્ જે કાળને વિષે ચક્રવર્તી, વાસુદેવ વગેરે પૃથ્વીમંડલનું રાજ્ય કરવાવાળા એવા જે પ્રમાણ પુરુષો (ઉત્તમ પુરુષો) ઉત્પન્ન થાય છે, તેઓનાં જે શયન – આસન - ઘર અને નગર વગેરે વસ્તુઓ, તે સર્વે આત્માગુલથી ઉત્પન્ન થયેલા જ વેંત, હસ્ત ઇત્યાદિ પ્રમાણ વડે મપાય છે, પરંતુ બીજાં ઉત્સધાંગુલાદિ પ્રમાણ વડે મપાતાં નથી, એ તાત્પર્ય છે. || ફુતિ મીત્માન મેચમ્ ||
તથા ઢીલુહિમવUવીસા વેત્તામાં એ વાક્યમાં વાસી એ શબ્દોમાંનો સકાર જે દીર્ઘ છે તે અલાક્ષણિક છે, તેથી દ્વીપ – ઉદધિ – ભવન અને વર્ષરૂપ ક્ષેત્રનું જે પ્રમાણ એટલે માપ, તે પ્રમાણ વડે એટલે પ્રમાણાંગુલથી ઉત્પન્ન થયેલા યોજન સુધીના પ્રમાણ વડે (અંગુલથી યોજન સુધીના પ્રમાણ વડે) મપાય છે, પરંતુ બીજાં ઉત્સધાંગુલ આદિથી ઉત્પન્ન થયેલ પ્રમાણો વડે
For Prival & bersonal Use Only
Jain Education International
www.jainelibrary.org