________________
શેષ ત્રણ ચરણોની વ્યાખ્યા સુગમ છે [ માટે અહીં તે ત્રણ ચરણોની (સૂક્ષ્મ નિત્યશ્ચ ઇત્યાદિ પદોની) વ્યાખ્યા કરી નથી.] વવદરનur Fuતો ધંધો – એટલે વ્યવહારનયના મત વડે પુનઃ અનન્ત પરમાણુનો બનેલો સ્કંધ પણ કે જે હજી સુધી સૂક્ષ્મપરિણામીપણું પામેલો હોવાથી છેદી શકાતો નથી, તેમજ ભેદી શકાતો પણ નથી, તે પણ પરમાણુ કહેવાય છે. કારણ કે સૂક્ષ્મપણું હોવાથી એ અનન્તાણુક સ્કંધમાં પણ નહિ છેદાવા-ભેદાવાનો વિષય તો તે સૂક્ષ્મ પરમાણુના સરખો જ છે (માટે પરમાણુ કહેવાય છે). એ ભાવાર્થ છે.
પ્રઃ- ભલે તેમ હો (એટલે અપ્રદેશી એવો સૂક્ષ્મ પરમાણુ તે નૈૠયિક પરમાણુ અને અનન્ત પરમાણુનો સ્કંધ તે વ્યાવહારિક પરમાણુ એમ બે પ્રકારનો પરમાણુ ભલે કહેવાય) પરંતુ અહીં ચાલુ પ્રકરણમાં પ્રમાણોની આદિમાં (ઉત્સધાંગુલની ઉત્પત્તિના ક્રમમાં સર્વથી પ્રથમ) સૂક્ષ્મ પરમાણુ જ (નૈૠયિક પરમાણુ જ) શા માટે ગ્રહણ ન કરવો ? વળી તે સૂક્ષ્મ પરમાણુ પ્રમાણોના કારણ તરીકે ઉપયોગી થતો નથી એમ પણ નથી, કારણ કે વ્યાવહારિક પરમાણુ પણ તેવા અનન્ત પરમાણુઓ વડે જ બનેલો છે, (તો તે સૂક્ષ્મ પરમાણુને જ સર્વ પ્રમાણોની આદિમાં કેમ ન ગણવો ?)
ઉત્તર:- એ વાત જો કે સત્ય છે, પરંતુ અહીં “પ્રમાણ'નો વ્યવહાર (લોકમાં શી રીતે થાય ? તે) નિરૂપવાનો છે. એટલે લોકના ઉપયોગમાં આવે તેવા પ્રમાણની અહીં વાત છે, અને લોકવ્યવહારમાં તો સર્વત્ર અનન્ત પરમાણુનો સ્કંધ જ મુખ્યપણે ઉપયોગી થાય છે, પરંતુ સૂક્ષ્મ પરમાણુઓ લોકવ્યવહારમાં ઉપયોગી થતા નથી; એમ જણાવવાને જ સૂક્ષ્મ પરમાણુને પ્રમાણોની આદિમાં ગણ્યો નથી. અથવા સૂત્રપ્રવૃત્તિઓ (સૂત્ર રચના – શાસ્ત્રવચનો) ગંભીર અભિપ્રાયયુક્ત હોય છે, માટે બુદ્ધિમાન પુરુષોએ આ વાતમાં બીજું પણ કારણ હોય તો વિચારવું. એ ગીતિકાનો (ગીતિ છંદયુક્ત ગાથાનો) અર્થ કહ્યો. //૯પા
૧. સુગમ હોવાથી એ ત્રણ ચરણોની વ્યાખ્યા કરી નથી. તે વ્યાખ્યા આ પ્રમાણે – એ પરમાણુ સૂક્ષમ છે, તથા નિત્ય એટલે સદાકાળ અવસ્થિત છે, એનો કોઈપણ કાળે નાશ થતો નથી. દ્વિઅણુ આદિ સર્વે સ્કંધોમાંનો દરેક વિવક્ષિત સ્કંધ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ સુધી સ્વરૂપે રહીને વિનાશ પામી જાય છે, પરંતુ જગતમાં જે અનન્તાનન્ત પરમાણુઓ વિદ્યમાન છે તેમાંના કોઈ એકનો પણ વિનાશ થવાનો નથી. અહીં પરમાણુ કોઈ વખતે સ્કંધથી અપ્રતિબદ્ધ -- છૂટો રહેવાથી પરમાણુ અને કંધપ્રતિબદ્ધ થાય ત્યારે શુ એવી ભિન્ન સંજ્ઞા પામે છે, પરન્તુ સ્વરૂપે તો જેવો છે તેવો જ સદાકાળ કાયમ રહે છે.
(સવર્નલ્પો - એટલે એ પરમાણુમાં પાંચ રસમાંનો કોઈપણ એક રસ સદાકાળ હોય છે જ. જો કે વિવક્ષિત એક રસ બદલાઈને જઘન્યથી એક સમયમાં અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળે બીજો રસ અવશ્ય પ્રગટ થાય છે તો પણ કોઈ કાળે એક રસરહિત તો થતો જ નથી. તેવી જ રીતે પાંચ વર્ણમાંનો કોઈ એક વર્ણ, તથા બે ગંધમાંની કોઈ એક ગંધ પણ. સદાકાળ હોય છે. દિf - આઠ સ્પર્શમાંથી પરમાણુમાં સામાન્યથી શીત-ઉષ્ણ-સ્નિગ્ધ અને રૂક્ષ એ ચાર સ્પર્શ હોય છે, પરંતુ વિવક્ષિત એક પરમાણુમાં સમકાળે એક સાથે તો શીત-નિગ્ધ, અથવા તો ઉષ્ણ-સ્નિગ્ધ, અથવા તો શીત-રૂક્ષ, અથવા તો ઉષ્ણ-રૂક્ષ, એ પ્રમાણે અવિરોધી બે જ સ્પર્શ પરમાણુ અવસ્થામાં તેમજ પ્રદેશ અવસ્થામાં પણ સદાકાળ હોય છે. શનિનઃ- વળી પરમાણુ જગતમાં વિદ્યમાન છે કે નહિ ? તે જાણવાનું લિંગ-લક્ષણ-ચિહન શું ? તેના ઉત્તરમાં એ જ કે ઘટ-પટ આદિષ્ટા કાર્યો તે જ પરમાણુની વિદ્યમાનતા સિદ્ધ કરવામાં લક્ષણરૂપ છે, માટે ઘટાદિ કાર્ય તે પરમાણુને ઓળખાવનારું લિંગ-લક્ષણ છે. તે કારણે પરમાણુ કાર્યલિંગ છે. (કાર્યનું લિંગ નહિ, પણ કાર્ય એ જ લિંગ-લક્ષણ છે જેનું તે કાર્યલિંગ એવો સમાસ અહીં યોગ્ય છે.) એ પ્રમાણે શેષ ત્રણ ચરણોની વ્યાખ્યા સંક્ષિપ્ત રીતે જાણવી.
For Private
Jain Education International
www.jainelibrary.org
Personal Use Only