________________
પામવાથી એટલે સૂક્ષ્મપરિણામી હોવાથી ચક્ષુથી ગ્રહણ થવાના તથા છેદન-ભેદનના વિષયમાં આવી શકતો નથી, તેથી એને (અનન્ત પરમાણુથી બનેલા સ્કંધને) પણ વ્યવહારનયવાળા પરમાણુ માને છે, માટે તે સ્કંધને પણ અહીં (ઉલૅધાંગુલના ક્રમમાં) પરમાણુ રૂપે કહ્યો છે. એ ગાથાર્થ કહ્યો . ૯૪ો
૩વત{UT : શું પરમાણમાં પણ નિશ્ચયનયથી અને વ્યવહારનયથી બે ભેદ થાય છે ? કે જેનાથી “તેને (અનન્ત અણુવાળા સ્કંધને) પણ વ્યવહારનય પરમાણુ માને છે” એમ કહો છો! ઉત્તર:- હા, પરમાણુમાં પણ તેવા બે ભેદ છે (વ્યવહારિક પરમાણુ અને નૈૠયિક પરમાણુ એમ બે પ્રકારના પરમાણુ છે). તે કહેવાય છે :
परमाणू सो दुविहो, सुहुमो तह वावहारिओ चेव ।
सुहुमो च अप्पएसो, ववहारनएण अणंतओ खंधो ॥९५॥
થાર્થ : પરમાણુ તે બે પ્રકારનો છે, - સૂક્ષ્મ પરમાણુ, તેમજ નિશ્ચય વ્યાવહારિક પરમાણુ. તેમાં સૂક્ષ્મ પરમાણુ તે અપ્રદેશ છે, અને વ્યવહારનય વડે જે પરમાણુ છે તે અનન્ત પરમાણુનો સ્કંધ છે. l૯પા.
ટાર્થ : આ ગાથા ગીતિ છંદમાં છે, પરંતુ આર્યા છંદમાં નથી. તે પરમાણુ સામાન્યથી બે પ્રકારનો છે, સુહુમ = સૂક્ષ્મ એટલે નૈૠયિક પરમાણુ, તથા વાવટાપિ = વ્યાવહારિક પરમાણુ. ત્યાં નિશ્ચયનયથી મનાયેલો સૂક્ષ્મ પરમાણુ અપ્રદેશી (પ્રદેશ રહિત) જ જાણવો. કારણ કે અંશ રહિત હોવાથી પોતાનાથી ભિન્ન એવા બીજા પ્રદેશથી રહિત હોય છે માટે. આવા પ્રકારનો પરમાણુ જ, પરમાર્થથી (વાસ્તવિક) પરમાણુ કહેવાય છે. “પરમ = પ્રકૃષ્ટ એટલે ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત થયેલો જે ૩y = સૂક્ષ્મ પરમાણુ તે જ પરમાણુ' એવી વ્યુત્પત્તિ હોવાથી. જે કારણથી કહ્યું છે કે :
જારમેવ તત્ત્વ = આ (નૈશ્ચયિક) પરમાણુ તે ઉત્તરવર્તી એવા દ્વિઅણુ સ્કંધ, ત્રિઅણુ સ્કંધ ઈત્યાદિનું પર્યન્તભૂત (છેલ્લામાં છેલ્લું) કારણ છે, પરંતુ કોઈપણ અન્યનું એ કાર્ય નથી. કારણ કે તે પરમાણુની પછી કોઈપણ એવો પુદ્ગલ નથી કે જે એ પરમાણુને પણ બનાવવામાં કારણભૂત હોય અને દ્વિઅણુ સ્કંધ, ત્રિઅણુ સ્કંધ ઇત્યાદિ સ્કંધો તો પોતાનાથી પૂર્વ – અલગ અલગ પરમાણુઓ – તેનું કાર્ય છે, અને ઉત્તર-ચણુક આદિ સ્કંધો-તેનું કારણ પણ થાય છે. (પરમાણુ તો ફક્ત દ્રવ્યણુકનું કારણ બને છે, પણ કાર્ય કોઈનું ય નથી બનતો.) એ ગાથાના
૧. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – પુદ્ગલનો સર્વોત્કૃષ્ટ સ્કંધ તે કેવળ કાર્યભૂત છે, અને તેમાં અનન્ત અણુઓ અથવા અનન્ત પૂર્વસ્કંધો કારણભૂત છે, કારણ કે અનન્ત અણુ વા સ્કંધોથી તે મહાત્કંધ બનેલો છે, પરંતુ હવે તે સ્કંધથી બીજો કોઈ સ્કંધ બનવાનો નથી (માટે તે સ્કંધ કોઈનું કારણ નથી બનતો), તથા તે મહાત્કંધની પશ્ચાતુનો એકાણુન્યૂન સ્કંધ તે મહાત્કંધને બનાવવામાં કારણભૂત છે, અને પોતાની પૂર્વના અણુઓ અથવા પોતાનાથી એકાણકાદિ ન્યૂન સ્કંધોનું કાર્યભૂત છે, એ પ્રમાણે યાવતુ દુબળુકર્કંધ તે ઉતરવર્તી વ્યણુકાદિ સ્કંધોને બનાવવામાં કારણભૂત છે, અને પૂર્વવર્તી બે અણુઓનું કાર્ય છે, એ પ્રમાણે પરમાણુ અને મહાત્કંધ એ બે વર્જીને શેષ સર્વે પુદ્ગલ સ્કંધો ઉત્તરવર્તી સ્કંધનું કારણ અને પૂર્વવર્તી અંધાદિનું કાર્ય એમ કારણ- કાર્યરૂપ છે, તેવી રીતે પરમાણુ કારણ – કાર્ય બે રૂપ નથી
પરંતુ કેવળ ઉત્તરવર્તી દ્વિઅણુકાદિ સ્કંધોનું કારણ જ છે, પણ પૂર્વવર્તી પુગલભેદના અભાવે પોતે કાર્યરૂપ નથી. Jain Education International For Private Personal Use Only
www.jainelibrary.org