________________
નિષ્પન્ન = બનેલું જે દ્રવ્ય તે વિમા નિષ્પન્નદ્રવ્ય એ પ્રકારના વ્યુત્પત્તિ અર્થથી બીજા પ્રકારનું – બીજું વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ કહે છે, તે આ પ્રમાણે :
माणुम्माणपमाणं, पडिमाणं गणियमेव य विभागं ।
पत्थकुडवाइ धन्ने, चउभागविवड्ढियं च रसे ।।८८॥
થાર્થ : માન-ઉન્માન- અવમાન-પ્રતિમાન અને ગણિમ એ પાંચ પ્રકારનું વિભાગનિષ્પન્ન પ્રમાણ છે. ત્યાં માન-પ્રમાણ બે પ્રકારનું છે, તે આ પ્રમાણે – પ્રસ્થ અને કડવ આદિ વડે માપ કરવું તે ઘાન્ય સંબંધી, અને ધાન્યમાનથી ચોથા ભાગે અધિક એવું બીજું રસ સંબંધી માન છે (એ પ્રમાણે માન પ્રમાણ બે પ્રકારનું કહ્યું). ll૮૮
ટીવાર્થ : વિભાગનિષ્પન્ન પ્રમાણ પાંચ પ્રકારનું છે, તે આ પ્રમાણે – માન-ઉન્માનઅવમાન-પ્રતિમાન અને ગણિમ. તેમાં માન નામનું પ્રમાણ વળી બે પ્રકારનું છે - ધાન્યમાન પ્રમાણ, અને રસમાન પ્રમાણ. ત્યાં જેના વડે મપાય તે મને કહેવાય, અને વળી એ માનરૂપ પ્રમાણ (એવા સમાસથી) તે માનપ્રમUT કહેવાય. તથા ધાન્યસંબંધી માનપ્રમાણ તે ધાન્યમાનપ્રHI . તે (ધાન્યમાન પ્રમાણ) મગધ દેશમાં પ્રસિદ્ધ છે. સિદ્ધાન્તમાં તો રસમ પર્ફ ઈત્યાદિ પદવાળી ગાથાઓ વડે અસલી વિગેરે ધા પ્રમાણે કહેલું છે, તે આ પ્રમાણે – નુતે એટલે ધાન્યને માપવાનાં બધાં પ્રમાણો આ “અશતિ'માંથી જ ઉદ્ભવતાં હોઈ, (આદિ કારણ તરીકે) બધાં ધાન્યનાં માપોમાં પ્રસરી જાય તે સશતિ: એટલે અવાખ હસ્તતલ (અધોમુખ-ઊંધી હથેલી) તે વડે માપેલું ધાન્ય પણ “અશતિ’ (અસતિ) કહેવાય. તથા તેવી બે અસલીઓ વડે ઉત્પન્ન થયેલી ૧ પસલી કહેવાય. તે પ્રકૃતિ (પસલી એટલે) નૌકાના આકારે સ્થાપેલી (રાખેલી) સીધી હથેલી જણાવી. તેવી બે પસલીની ૧ સેતિકા ગણાય, તે સેતિકા અહીં - ગુજરાતમાં પ્રસિદ્ધ છે તે ન લેવી. કારણ કે અહીં તો મગધ દેશમાં પ્રવર્તતું માન પ્રમાણ જ કહેવાશે માટે આ સેતિકા તે મગધદેશમાં પ્રસિદ્ધ એવું કોઈ માપ છે, એમ જાણવું.
તે ચાર સેતિકાનો ૧ કુડવ, તેવા ચાર કુડવનો ૧ પ્રસ્થ, તેવા ચાર પ્રસ્થનો ૧ આઢક, તેવા ચાર આઢકનો ૧ દ્રોણ, તેવા ૬૦ આઢકનો ૧ નાનો કુંભ, ૮૦ આઢકનો મધ્યમ કુંભ, અને ૧૦૦ આઢકનો મોટો કુંભ થાય છે. તથા ૮૦૦ આઢકનો ૧ બાહ. આવા પ્રકારના ધાન્યમાન પ્રમાણ વડે (ધાન્યના માપ વડે) મગધદેશમાં વ્રીહિ (ડાંગર આદિ) ધાન્યો મપાય છે. અહીં ગાથામાં પત્થડવીરૂં ધન્ને એ સૂત્ર કહેવા વડે પ્રસ્થ અને કુડવનું ધાન્યમાન તો સાક્ષાત્ (ગાથામાં જ) ગ્રહણ કર્યું (કહાં) અને શેષ જે અસલી, પસલી, આઢક વિગેરે માન, તે તો ગાથામાં કહેલા (ડવાર્ફ પદમાં કહેલા) મા = આદિ પદ વડે ગ્રહણ કર્યું (કહેલું) જાણવું. || તિ ધાન્યમાન પ્રમUTમ્ |
હવે રસમાન પ્રમUT નામે જે બીજા પ્રકારનું માન છે તેનું સ્વરૂપ કહે છે – વહેમ વિઢિયે
સે ઇતિ. અહીં રસ તે ઘી - તેલ વિગેરે જાણવો. માટે તે ઘી - તેલ વિગેરે સંબંધિ જે માન તે રસમાન કહેવાય. તે સેતિકા વિગેરે ધાન્યમાનથી ચોથા ભાગ જેટલી વૃદ્ધિવાળું છે, એટલે ચોથા ભાગ જેટલું અધિક છે. કારણ કે – ધાન્ય અપ્રવાહી હોવાથી તેની શિખા સંભવે છે, અને
For Privat Gersonal Use Only
Jain Education International
www.jainelibrary.org