________________
સ્કંધ સુધીનાં સર્વે દ્રવ્યો (અર્થાત્ પરમાણુ, દુવ્યણુક, ચણુક ઈત્યાદિ ભેદથી) પ્રદેશનિષ્પન્ન દ્રવ્ય પ્રમાણ (દ્રવ્યો) કહેવાય છે, એ ભાવાર્થ છે.
ત્યાં એક પરમાણુ તે એક પ્રદેશરૂપ દ્રવ્યપ્રમાણ છે. બે પરમાણુનો બનેલો વ્યણુકન્કંધ તે ઢિપ્રદેશનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. અને ત્રણ પરમાણુનો બનેલો ચણકન્ડંઘ તે ત્રિપ્રદેશનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. એ પ્રમાણે યાવતુ અનન્ત પરમાણુનો બનેલો અનન્તાણુક અંધ તે અનન્તપ્રદેશનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ કહેવાય.
પ્રફ:- એ પરમાણુથી પ્રારંભીને અનંતપ્રદેશી ઢંઘ સુધીના જે અનન્ત દ્રવ્ય કહ્યાં તે તો દરેક દ્રવ્ય જ છે, (અને દ્રવ્ય તે પ્રમેય હોય પરન્તુ પ્રમાણ ન હોય, તો તે દરેક દ્રવ્ય પ્રમેય હોવાથી તે પ્રમાણ કેમ ગણાય?
૩ત્ત -એ વાત એ પ્રમાણે નથી (અર્થાત્ પરમાણુ આદિ દ્રવ્યો પ્રમેય છે, પરન્તુ પ્રમાણ નથી એમ જે કહો છો તે તેમ નથી), કારણ કે દ્રવ્ય જો કે પ્રમેય છે તો પણ તેવાં પ્રમેય-દ્રવ્યોને પ્રમાણ ગણવાનો રૂઢ વ્યવહાર છે. તે આ પ્રમાણે – પ્રસ્થક વિગેરેથી (શેરિયા વિગેરેથી) માપીને ઢગલી કરેલ એવા ધાન્યાદિ પદાર્થોને જોઈને લોકમાં બોલનારા એમ પણ બોલે છે કે – આ શેરની ઢગલી કરેલી છે (આ બશેરની ઢગલી કરેલી છે) ઈત્યાદિ. એમ “૧-૨-૩-૪ ઇત્યાદિસંખ્યક પ્રદેશો વડે નિષ્પન્ન થવું” એવા પોતાના સ્વરૂપથી જ પોતે મપાતાં હોઈ, પરમાણુ આદિ દ્રવ્યો માટે, [fT ૩ ને પ્રત્યય કરેલો કર્મ સાધન પ્રમા' શબ્દ પ્રયોજીએ તો તેમાં કાંઈ દોષ નથી. જ્યારે કરણ અર્થમાં મને કરી પ્રમUT શબ્દ બનાવીએ, ત્યારે ૧-૨-૩-૪ ઇત્યાદિ સંખ્યક પ્રદેશો વડે નિષ્પન્ન થયેલું (તે તે દ્રવ્યોનું) સ્વરૂપ જ મુખ્યત્વે પ્રમાઈ ગણાય. પરમાણુ આદિ દ્રવ્ય તો, તે સ્વરૂપના યોગે ઉપચારથી પ્રમાણ ગણાય.
પુનઃ ભાવસાધન પ્રમાણની (પ્રતિઃ પ્રમur એવી) વિવક્ષામાં તો જે પ્રમિતિ તે જ પ્રમાણ. પરન્તુ તે પ્રમાણ તથા પ્રમેયને આધીન છે, માટે પ્રમાણ અને પ્રમેય એ બન્નેને પણ ઉપચારથી પ્રમાણ ગણી શકાય; માટે આ પક્ષમાં-અર્થમાં-વિવક્ષામાં (ભાવસાધનની વિવક્ષામાં) પણ પરમાણુ આદિ દ્રવ્યોને ઉપચારથી પ્રમાણ સ્વરૂપ ગણાય, અને તેમાં કોઈ પ્રકારનો વિરોધ નથી. એ પ્રમાણે ૮૭મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૫૮૭ી.
વિતરVT : એ પ્રમાણે પૂર્વે કહેલા સ્વરૂપવાળું દ્રવ્ય ઉત્તરોત્તર ભિન્ન ભિન્ન સંખ્યાવાળા પોતાના જ પ્રદેશો વડે બનેલું હોવાથી તે દ્રવ્યને શનિષ્પન્ન દ્રવ્યમા કહ્યું. અને હવે પોતાના પ્રદેશોને ર્વજીને (પ્રદેશરૂપ વિભાગોને વર્જીને) બીજો જે વિવિધ પ્રકારનો અથવા વિશિષ્ટ પ્રકારનો (અમુક નિયત પ્રકારનો) જે ભાગ એટલે ભાંગો – ભંગ - વિકલ્પ અર્થાત્ પ્રકાર તે વડે બનેલું; અથવા તો પ્રમાણની પ્રમેય થકી ભિન્નતા તે જ વિભાગ, તેના વડે નિષ્પન્ન થતું તે વિમા નિષ્પન્ન દ્રવ્યમા નામનું બીજું દ્રવ્યપ્રમાણ છે. તેને લક્ષ્ય બનાવીને હવે આ ૮૮મી ગાથા કહેવાય છે. (અર્થાત્ વિ = વિવિધ અથવા વિશિષ્ટ પ્રકારના મા = ભંગ – પ્રકાર વડે
૧. અહીં કર્મસાધન, કરણ સાધન અને ભાવસાધન એ ત્રણ પ્રકારની વિવક્ષા છે, તેની સમજૂતી :- ફર્મસાધન: પ્રમીયતે यानि परमाण्वादिद्रव्याणि तानि प्रमाणम् । करणसाधनः प्रमीयन्ते परमाण्वादिद्रव्याणि येन स्वरूपेण तत् प्रमाणम् । भावसाधनः प्रमितिः प्रमाणम् ।
Jain Education International
For Priva! X Cersonal Use Only
www.jainelibrary.org