________________
હોય નહિ, એ ભાવાર્થ છે. અહીં અવિરતસમ્યગ્દષ્ટિથી પ્રારંભીને અયોગી ગુણસ્થાન સુધીના સર્વે જીવો સમ્યગુદૃષ્ટિ જાણવા, માટે તે (૪ થી ૧૪ ગુણ૦ સુધીના) જીવો યથાસંભવ એ ત્રણે સમ્યક્તમાં પ્રાપ્ત થાય છે. અને નીચેના ત્રણ ગુણસ્થાનવાળા જીવો અવિરત સમ્યગુદૃષ્ટિ ન હોવાથી જ તેઓમાંના કોઈપણ ગુણસ્થાનમાં વર્તતા જીવોમાં તે સમ્યત્વ હોતું નથી. વળી અવિરત સમ્યદૃષ્ટિથી પ્રારંભીને ઉપરનાં સર્વે પણ ગુણસ્થાનોમાં એ ત્રણે સમ્યક્ત સમુદિતપણે હોતાં નથી એટલે એક ગુણસ્થાનવાળાને ત્રણે સમ્યક્ત સમકાળે હોતાં નથી), પરન્તુ કોઈ સમ્યક્ત અમુક ગુણસ્થાન સુધી અને કોઈ સમ્યક્ત અમુક ગુણસ્થાન સુધી, એ પ્રમાણે હોય છે. તે સ્પષ્ટ રીતે દર્શાવે છે –
૩વસંતમ[મત્તે ઇત્યાદિ. આગળ કહેવાતા સિદ્ધન્તા શબ્દમાં પર્યન્ત જે સન્ત શબ્દ છે, તે પ્રત્યેકની સાથે સંબંધવાળો છે, તેથી અર્થ આ પ્રમાણે થાય છે - ઉપશમ સમ્યક્ત ઉપશાન્ત સુધી હોય છે, એટલે અવિરત સમ્યકત્વરૂપ ચોથા ગુણસ્થાનથી પ્રારંભીને ઉપશાન્તમોહરૂપ અગીઆરમા ગુણસ્થાન સુધી હોય છે, એ ભાવાર્થ છે. અને ત્યાર પછી તો ક્ષીણમોહ નામના ૧૨મા ગુણસ્થાનમાં મોહનીયકર્મનો સર્વથા ક્ષય થયેલો હોવાથી ક્ષાયિક સમ્યક્ત જ હોય છે. તથા ક્ષયોપશમ સમ્યક્ત અપ્રમત્ત ગુણસ્થાન સુધી હોય છે. અર્થાત્ અવિરતિ - દેશવિરતિ – પ્રમત્ત અને અપ્રમત્ત એ ચાર ગુણસ્થાનકોમાં જ હોય છે, પરન્તુ તેથી આગળના ગુણસ્થાનમાં (આઠમા અપૂર્વકરણ વિગેરે ગુણસ્થાનમાં) ક્ષયોપ, સમ્યત્વ હોતું નથી. કારણ કે અપૂર્વકરણાદિ ગુણસ્થાનવાળા જીવોને તો દર્શનમોહનીયકર્મનો ક્ષય અથવા ઉપશમ થયેલો હોવાથી ક્ષાયિક સમ્યક્ત અથવા ઉપશમ સમ્યક્ત હોય છે, પરન્તુ ક્ષયોપશમ સમ્યક્ત હોતું નથી, એ ભાવાર્થ છે. તથા ક્ષાયિક સમ્યક્ત સિદ્ધપર્યન્ત હોય છે. કારણ કે ચોથા અવિરતિ ગુણસ્થાનથી પ્રારંભીને ચૌદમા અયોગી ગુણસ્થાન સુધી ક્ષાયિક સમ્યક્ત પ્રવર્તતું હોવાથી સિદ્ધ અવસ્થામાં પણ તે ચાલ્યું જતું નથી. નહીસો એટલે પૂર્વે કહેલા સ્વરૂપવાળા યથાસંભવ અનુક્રમ વડે જેવા ક્રમથી તે સમ્યક્ત-પ્રવૃત્તિ હોય છે તેવા ક્રમથી વિચારવી, પરન્તુ સર્વે ગુણસ્થાનોમાં સમુદિત પ્રવૃત્તિ (એક જ ગુણસ્થાનમાં ત્રણે સમ્યક્તની પ્રવૃત્તિ સમકાળે હોવાથી સંભાવના) ન વિચારવી.
અહીં પરમાર્થ એ છે કે – અવિરત, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત એ ચાર ગુણસ્થાનમાં ત્રણે સમ્યક્ત પૂર્વે જે કહ્યાં તે હોય છે. જુદા જુદા જીવને આશ્રયિ અથવા એક જ જીવને જુદા જુદા કાળ આશ્રયિ એ ત્રણે સમ્યક્ત હોય છે.) તથા અપૂર્વકરણ - અનિવૃત્તિ બાદર-સૂક્ષ્મસંપરાય અને ઉપશાન્તમોહ એ ચાર ગુણસ્થાનવાળા જીવો કોઈ ક્ષાયિક સમ્યક્તવાળા હોય છે, અથવા તો કોઈ ઉપશમ સમ્યક્તવાળા હોય છે, પરંતુ ક્ષયોપશમ સમ્યત્વવાળા હોતા નથી. તથા ક્ષીણમોહ – સયોગિકેવલી અને અયોગિકેવલી એ ત્રણ ગુણસ્થાનવાળા જીવો તથા સર્વે સિધ્ધપરમાત્મા તે ક્ષાયિક સમ્યક્તવાળા
Jain Education International
૧ ૨૩ For Private & Personal Use Only
www.jainelibrary.org