SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જ હોય. (પરન્તુ ઉપશમ કે ક્ષયોપશમ સમ્યક્ત્વવાળા હોતા નથી). એ ૭૯ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. કા અવતરણ: હવે એ ત્રણે સમ્યક્ત્વનો વિચાર વૈમાનિક વિગેરે જીવોમાં, પ્રસંગથી, કરાય છે. તે આ પ્રમાણે : वेमाणिया य मणुया, रयणाएऽसंखवासतिरिया य । तिविहा सम्मद्दिट्ठी, वेयगउवसामगा सेसा ॥८०॥ થાર્થ: વૈમાનિક દેવો, મનુષ્યો, રત્નપ્રભાના નારક, અને અસંખ્યવર્ષના આયુષ્યવાળા તિર્યંચો એ ચાર પ્રકારના જીવો ત્રણે પ્રકારના સમ્યક્ત્વવાળા હોય છે, અને શેષ સર્વ જીવો ક્ષયોપશમ અને ઉપશમ એ બે પ્રકારના સમ્યક્ત્વવાળા હોય છે. ૮૦ગા ટીાર્થ: વૈમાનિક દેવો તથા મનુષ્યો તથા ચાણ રત્નપ્રભાના નારકો અને અસંખ્યવર્ષના આયુષ્યવાળા (યુગલિક) તિર્યંચો એ સર્વ તિવિહા સમદ્દિી = ત્રણે પ્રકારના સમ્યક્ત્વવાળા હોય છે, એટલે એ જીવો ત્રણેમાંના કોઈપણ એક સમ્યક્ત્વમાં વર્તતા હોય છે, એ ભાવાર્થ છે. તે આ પ્રમાણે : વૈમાનિક દેવોમાં જે કોઈ અનાદિ મિથ્યાદૃષ્ટિ દેવ પ્રથમ સમ્યક્ત્વ પામે, તેને અંત૨ક૨ણના કાળમાં પ્રથમ અન્તર્મુહૂર્ત્ત પ્રમાણનું ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. વળી તે ઉપશમ સમ્યક્ત્વ કેવી રીતે પ્રાપ્ત થાય ? અને તેનું સ્વરૂપ શું ? એ વાતનો નિર્ણય આ ગ્રન્થને વિષે જ સાસ્વાદન સમ્યક્ત્વના વિચારમાં કરેલો જ છે. તથા તે ઉપશમ સમ્યક્ત્વ બાદ અનંતર કાળમાં (એટલે ઉપશમ સમ્યક્ત્વનો અન્નુર્મુ૰ કાળ સમાપ્ત થયા બાદ) સમ્યક્ત્વના શુદ્ધ પુંજરૂપ પુદ્ગલો વેદતાં (પુદ્ગલોનો ઉદય થતાં) તે જ દેવને ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અથવા મનુષ્ય કે તિર્યંચમાંથી જો કોઈ જીવ વૈમાનિકમાં (પૂર્વભવના સમ્યક્ત્વસહિત) ઉત્પન્ન થાય તો તે દેવને પરભવનું સમ્યક્ત્વ પણ હોય છે. વળી જ્યારે કોઈ મનુષ્ય વૈમાનિકદેવપ્રાયોગ્ય આયુષ્ય બાંધીને ત્યારબાદ ક્ષપકશ્રેણિ આરંભે; જો કે આયુષ્ય બંધાયેલું હોવાથી તે શ્રેણિ સંપૂર્ણ સમાપ્ત થાય નહિ, પરન્તુ કેવળ સાત દર્શનમોહનીયનો ક્ષય કરીને ક્ષાયિક સમ્યક્ત્વ જ પામે, અને ત્યારબાદ મનુષ્ય આયુષ્ય સમાપ્ત થયે મરણ પામીને વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય, ત્યારે એ રીતે વૈમાનિક દેવોને પરભવનું ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. પરન્તુ વૈમાનિકના ભવમાં પ્રાપ્ત થયેલું ક્ષાયિક સમ્યક્ત્વ એટલે તદ્ભવજન્ય ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી, કારણ કે ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિનો પ્રારંભ તો મનુષ્યભવમાં મનુષ્યને જ હોય છે. એ પ્રમાણે વૈમાનિક દેવો ત્રણે પ્રકારના સમ્યક્ત્વવાળા હોય છે. 11 રૂતિ વૈમાનિકમાં રૂ સભ્ય || હવે મનુષ્યો બે પ્રકારના છે - ૧. સંખ્યાતવર્ષના આયુષ્યવાળા, અને ૨. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા. તેમાં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને પૂર્વે કહેલી પદ્ધતિ પ્રમાણે પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, અથવા ઉપશમશ્રેણિમાં પણ (ઉપશમશ્રેણિની પદ્ધતિ પ્રમાણે) ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અને તે ઉપશમ સમ્યક્ત્વથી અનન્તર કાળ આદિ વખતે થનારૂં ક્ષયોપશમ સમ્યક્ત્વ તદ્ભવજન્ય હોય છે. અથવા તો Jain Education International ૧૨૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy