________________
યથાખ્યાત ચારિત્રવાળા હોય છે, એટલે ઉપશાન્તમોહ-ક્ષણમોહ-સયોગિકેવલી તથા અયોગિકેવલી એ ૪ જીવસમાસ યથાખ્યાત ચારિત્રામાં પ્રાપ્ત થાય છે, એ ભાવાર્થ છે.
એ પ્રમાણે ૫ સંયમમાં ચારિત્રમાં જીવસમાસનો વિચાર કહ્યો. અને અસંયમમાં તો મિથ્યાદૃષ્ટિથી પ્રારંભીને અવિરત સમ્યગુદૃષ્ટિ સુધીના ૪ જીવસમાસ હોય છે, અને સંયમસંયમમાં દેશવિરતિ ગુણસ્થાનવર્તી ૧ જ જીવસમાસ પ્રાપ્ત થાય છે, એ વાત અનત્તર ગાથામાં (આ ગાથાથી પહેલાંની ૬ મી ગાથામાં) કહી છે. એ પ્રમાણે આ ૬૭મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૬ળી.
વિતર: એ પ્રમાણે પૂર્વ ગાથાઓમાં સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપન ચારિત્ર ઈત્યાદિ ચારિત્રના ૫ ભેદ રૂપે સંયમ માનું સ્વરૂપ કહીને તેમાં જીવસમાસની પ્રાપ્તિ પણ યથાસંભવ દર્શાવી. વળી આગમમાં - સિદ્ધાન્તમાં તો પુલાક-બકુશ-કુશીલ-નિગ્રંથ અને સ્નાતક એ ૫ શ્રમણ કહેવાય છે, તેથી તેના ચારિત્ર – પરિણામરૂપ પણ સંયમમાં સંભવે છે. માટે તે પુલાકાદિ ભેદે પણ સંયમનું સ્વરૂપ કહેવાને (અને તેમાં જીવસમાસની પણ પ્રાપ્તિ કહેવા માટે) આ ૬૮મી ગાથામાં તે પુલાક-બકુશ આદિ શ્રમણોનું સ્વરૂપ કહેવાય છે :
समणा पुलाय बउसा, कुसील निग्गंथ तह सिणाया य ।
आइतियं सकसाई, विराय छउमा य केवलिणो ॥६८॥ પથાર્થ: પુલાક-બકુશ-કુશીલ-નિગ્રંથ- તથા સ્નાતક એ ૫ પ્રકારના શ્રમણો છે. તેમાં પહેલા ત્રણ શ્રમણો સકષાય (યથાસંભવ પ્રમત્તાદિ ગુણસ્થાનવાળા) હોય છે. તથા નિગ્રંથ શ્રમણો વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનવાળા અને સ્નાતકો કેવલિ ગુણસ્થાનવાળા હોય છે. /૬ ૮.
વ્યરધ્ધાર્થ : શાન્તિ તિ શ્રમUTI : એટલે સાધુઓ અથવા ચારિત્રીઓ. તે શ્રમણો કયા કયા ? તે કહે છે કે – પુના વરસે ઈત્યાદિ. પુલાક-બકુશ -કુશીલ-નિગ્રંથ અને સ્નાતક, એ પુલાકાદિ પાંચે શ્રમણોને સામાન્યથી ચારિત્રનો સદ્દભાવ હોવા છતાં પણ મોહનીયકર્મના યોપશમાદિકના વિચિત્રપણાથી પરસ્પર ભેદ છે એમ જાણવું. હવે તે પુલાકાદિ શ્રમણનું સ્વરૂપ આ પ્રમાણે :
૧. પુત્તા વિગેરે શ્રમણના શબ્દાર્થ પતંજી નામના ધાન્યનો નિઃસાર (સત્વરહિત) કણ તે પૂજિ કહેવાય. તે કણની માફક આગળ કહેવાતી રીતે જ્ઞાન-દર્શન - ચારિત્ર વડે આજીવિકા કરવાથી સંયમના સારનો-સત્ત્વનો વિનાશ કરનાર એવા જે અસાર સાધુઓ તે પુનાલ્ડ શ્રમ કહેવાય. કારણ કે પુલાક (પલંગજી ધાન્યના અસાર કણ) સરખા શ્રમણ તે પુલાક શ્રમણ એવી વ્યુત્પત્તિ હોવાથી (તે પુલાક શ્રમણો કહેવાય છે).
તથા વશ એટલે શબલ અર્થાત્ કર્બર (એટલે કાબડું-વિચિત્ર) એ ત્રણે એક અર્થવાળા શબ્દ છે. અને અતિચારયુક્ત હોવાથી એવા પ્રકારનો કાબરો) સંયમ તે વવશ સંયમ કહેલો છે. અને તેથી તેવા પ્રકારના બકુશ સંયમના યોગથી- સંબંધથી સાધુઓ પણ વેશ શ્રમ કહેવાય. એટલે અતિચારસહિત હોવાથી શબલચારિત્રી (મલિન ચારિત્રવાળા) કહેવાય, એ
Jain Education International
For Private
Bersonal Use Only
www.jainelibrary.org