________________
યથાખ્યાત ચારિત્ર, ૨. કેવલિ યથાખ્યાત ચારિત્ર, પુનઃ તેમાં પણ પહેલું છદ્મસ્થ યથાખ્યાત ચારિત્ર ૨ પ્રકારનું છે-૧. ઉપશાન્તમોહ છદ્મસ્થ યથાખ્યાત ચારિત્ર, ૨. ક્ષીણમોહ છદ્મસ્થ યથાખ્યાત ચારિત્ર. તથા બીજું કેવલિ યથાખ્યાત ચારિત્ર પણ ૨ પ્રકારનું છે - ૧. સયોગિકેવલિ યથાખ્યાત ચારિત્ર, ૨. અયોગિકેવલિ યથાખ્યાત ચારિત્ર.
એ પ્રમાણે ઉ૫૨ કહેલાં ૫ ચારિત્રો સંયમરૂપે માનવા યોગ્ય - અંગીકાર કરવા યોગ્ય છે એમ સિદ્ધ થયું. એ ૬૬ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. II૬ ૬
અવતરણ ઃ એ પ્રમાણે પૂર્વ ગાથામાં સંયમનું સ્વરૂપ કહ્યું, અને તે કહેવાથી અસંયમ તથા સંયમાસંયમનું સ્વરૂપ પણ કહેવાયું. હવે સંયમપણે કહેલાં સામાયિક ચારિત્રાદિ પ ચારિત્રોમાં ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસનું નિરૂપણ કરાય છે ઃ
सामाइय છેયા ના [ડ] નિટ્ટિ પરિહારમપ્પમન્નતા ||
हुमा सुहुमसरागे, उवसंताई अहकरवाया ॥६७॥
-
થાર્થ : સામાયિક ચારિત્ર તથા છેદોપસ્થાપનીય ચારિત્ર (૬ઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનથી પ્રારંભીને) ૯મા અનિવૃત્તિ ગુણસ્થાન સુધી હોય છે. પરિહારવિશુદ્ધિ ચારિત્ર ૬ઠ્ઠાથી અપ્રમત્ત સુધી (૬-૭મા ગુણસ્થાને) હોય છે. સૂક્ષ્મસં૫રાય ચારિત્ર સૂક્ષ્મસરાગ (૧૦ મા સૂક્ષ્મસંપ૨ાય) ગુણસ્થાનમાં એકમાં જ હોય છે, અને યથાખ્યાત ચારિત્ર ઉપશાન્તાદિ સર્વ (૧૧-૧૨-૧૩-૧૪મા) ગુણસ્થાનોમાં હોય છે ।।૬૭।।
વ્યાહ્વાર્થ : સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપન ચારિત્ર હોય છે. કેટલા દૂર સુધી હોય છે ? ઉત્તર : નાઽનિયટ્ટિ = પ્રમત્તસંયત નામના ૬ઠ્ઠા ગુણસ્થાનથી પ્રારંભીને અનિવૃત્તિ બાદર સં૫રાય નામના ૯મા ગુણસ્થાન સુધી હોય છે, અર્થાત્ પ્રમત્ત-અપ્રમત્ત-અપૂર્વકરણ અનિવૃત્તિ બાદ૨ સંપ૨ાય એ ૪ જીવસમાસ સામાયિક ચારિત્ર તથા છેદોપસ્થાપન ચારિત્રરૂપ બે સંયમને વિષે પ્રાપ્ત થાય છે. ‘૬ઠ્ઠા ગુણસ્થાનથી પ્રારંભીને' એ વચન જો કે સૂત્રમાં – ગાથામાં કહ્યું નથી તો પણ અહીં ગ્રહણ કરવું. કારણ કે દેશવિરતિ સુધીના ૫ જીવસમાસોમાં સર્વવિરતિ ચારિત્રનો સર્વથા અસંભવ છે. (માટે, ૬ઠ્ઠા ગુણસ્થાનકથી પ્રારંભીને એ ભાવાર્થ અધ્યાહારથી ગ્રહણ કરવો.)
તથા પરિહારવિશુદ્ધિ સંયમમાં અપ્રમત્ત સુધીના જીવસમાસ પ્રાપ્ત થાય છે, અર્થાત્ પ્રમત્ત અને અપ્રમત્ત એ બે ગુણસ્થાનવર્તી બે જીવસમાસ પૂર્વે કહેલા સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપન ચારિત્રરૂપ ૨ સંયમમાં તેમજ પરિહારવિશુદ્ધિરૂપ ત્રીજાચારિત્રમાં પણ પ્રાપ્ત થાય છે. અપૂર્વકરણ આદિ ગુણસ્થાનો પરિહારવિશુદ્ધિ ચારિત્રમાં પ્રાપ્ત થતાં નથી, કારણ કે એ અપૂર્વકરણાદિ ગુણસ્થાનો તો બે શ્રેણિએ ચઢતા જીવોને જ હોય છે. અને કેટલાક આચાર્યોના મતે (અભિપ્રાય પ્રમાણે) તો પરિહારવિશુદ્ધિ ચારિત્રવંતોને બે શ્રેણિએ ચઢવાનો જ નિષેધ છે.
તથા સુન્નુમ એટલે સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનમાં વર્તનારા જીવો સૂક્ષ્મસં૫રાય ચારિત્રમાં જ વર્તે છે, પરન્તુ બીજા ચારિત્રમાં વર્તતા નથી. તથા ઉપશાન્તમોહ આદિ ગુણસ્થાનવર્તી જીવો
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org