SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ : આરામશોભા રાસમાળા જિનચંદ્રસૂરિને જ માત્ર ઉલ્લેખ કરે છે, પરંતુ અન્ય કૃતિઓમાં એમની વિસ્તૃત ગુરુપરંપરા બેંધાયેલી છે: વાયનાચાય ગુણવધન-ગણિ સમજીશાંતિહષ વાચક–જિનહ. જૈન પરંપરાના શામળ કહી શકાય એવા આ કવિએ સંખ્યાબંધ રાસાઓ ઉપરાંત વીશીએ, છત્રીશીઓ, સઝા, સ્તવને, બાલાવબોધ આદિ અનેક કાવ્યપ્રકારના વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે, જેમાં ગુજરાતી ઉપરાંત હિંદી-રાજસ્થાની ભાષાનો વિનિયોગ જોવા મળે છે. એમાંનું ઘણું સાહિત્ય પ્રકાશિત પણ છે. એમની કૃતિઓ સં.૧૭૦૪થી સં.૧૭૬૩નાં રચનાવ બતાવે છે, પરંતુ સં.૧૭૭૯ સુધી એ હયાત હોવાની માહિતી મળે છે. એમની કેટલીક કૃતિઓમાં “જસરાજ' નામ મળે છે તે એમના પૂર્વાશ્રમનું નામ હોવાનું સમજાય છે. એમણે અન્ય ગચ્છના સાધુઓ વિશે કાવ્યો કરેલાં છે તે એમની સાંપ્રદાયિક ઉદારતા બતાવે છે. એમને પિતાને પણ છેલ્લાં વ્યાધિનાં વર્ષોમાં તપગચ્છના વૃદ્ધિવિજયની સેવાઓ મળેલી. સં.૧૭૪૦થી એમની લગભગ બધી કૃતિઓ પાટણમાં રચાયેલી છે, તે જોતાં તેઓએ પાટણમાં સ્થિરવાસ કર્યો જણાય છે. પ્રસ્તુત કૃતિ પાટણમાં સં.૧૭૬૧(ઈ.૧૭૦ ૫) જેઠ સુદ ૩ના રોજ રચાયેલી છે. આ રીતે આ કવિના દીર્ઘ કવનકાળના અંતભાગની કૃતિ છે. દુહાદેશીબદ્ધ આ કૃતિની ઢાળ ૨૨ છે અને કુલ કીસંખ્યા ૪ર૯ છે. દરેક ઢાળને આરંભે તમાં વપરાયેલ દેશીબંધને નિર્દેશ છે અને તેમાં કોઈ દેશબંધ બે વાર આવતા નથી. આ પરથી આ કૃતિના ઢાળવિધ્યને ખ્યાલ આવે છે. ચરણારંભે શબ્દપુનરાવર્તનનો ઉપયોગ કરતી ૧૭મી ઢાળ ખાસ ધ્યાન ખેંચે છે. ધ્રુવાઓનું પણ કેટલુંક વૈવિધ્ય છે. કેાઈ ઢાળને આરંભે અને એક વાર ઢાળઅંતગત પણ રાગના નિદેશ છે. આ બધું કૃતિની સુગેયતાનું પરિચાયક બને છે અને રાજસિંહની કૃતિની જેમ મધ્યકાલીન પદ્યબંધની સમૃદ્ધ પરંપરાનું ઉદાહરણ બની રહે છે. કથા પરંપરા અનુસારની જ છે અને એકંદરે વિશદ રીતે કહેવાયેલી છે. રાજસિંહ સુધીની પરંપરાને પણ અહીંતહીં લાભ મળ્યો દેખાય છે. પરંતુ બે સ્થાને નિરૂપણ અધ્ધર રહી ગયું છે. અપરમાતાએ પોતાની પુત્રીને સંતાડવાની વાત જ આવતી નથી. વળી, આરામશોભા પોતાના પુત્રને મળવા જાય છે તે પ્રસંગનું નિરૂપણ અસ્પષ્ટ રહી ગયું છે. કૃત્રિમ રાણી સાથેનો વાર્તાલાપ ચાલતો હોય છે ત્યાં જ “આરામશોભાની સગલી ચેષટા રે, દીઠી ૨૫. વિશેષ માહિતી માટે જુઓ. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા. ૪, ૧૯૮૮, પૃ. ૮૨-૧૪૨; જિનહષ ગ્રંથાવલી, સપા, અગરચંદ નાહટા, ૧૯૬૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy