________________
ભૂમિકા : ૩૭
કવિનું કથાકથત મેાકળાશભર્યું છે, પરંતુ અન્ય ગુજરાતી કવિઓની પેઠે એમણે વણુનામાં કશી રુચિ બતાવી નથી. વૃક્ષયાદીવાળું ફૂંકું વનવર્ણન મળે છે (૧-૬પ), પડાવનું ને નગરોત્સવનું ટૂંકું વર્ચુન મળે છે, પણ અન્ય ાઈ વનસ્થાનના એમણે લાભ લીધેા નથી. પરંતુ કથાપ્રસંગ માંડીને કહેવાય છે, પાત્રાના મનાભાવે, વિચારાને સ્ક્રુટ રીતે મુકાય છે, સંવાદના આશ્રય પણ ચેગ્ય રીતે લેવાય છે.
re
મનાભાવનિરૂપણ બહુધા પરપરાગત છે, પણ સતાષકારક રીતે થયેલું છે. એક મનેાભાવચિત્ર કવિની વિશેષતાવાળું ગણાવી શકાય એવું છે. તે છે આરામશાભાની પેાતાના પુત્ર પ્રત્યેની પ્રીતિનું ચિત્ર. આરામશેાભાને પોતાના પુત્રને મળવાની ખુચ્છા થાય છે તે પ્રસ`ગ કવિ નાટયાત્મક રીતે આર ંભે છે – સીધા “મુઝનઇ દે નયણું દેખાવુ નાન્ડ હે” (૨૧૯) એવી આરામશેભાની ઉક્તિથી જ. અન્ય સર્વ કવિએએ આ પ્રસંગ મધ્યકાલીન રૂઢિ અનુસારની માંડણીથી કહ્યો છે, ત્યાં આ કવિની આ રીત તરત ધ્યાન ખેંચે છે. “દા નયણુ નાન્ડેડ' એ લક્ષાપ્રયાગ પણ મૂતાને પાક અને તેથી ભાવપૂર્ણ લાગે છે. આરામશેાભાની પુત્રવિરહની વ્યથા કવિ તીવ્રતાથી વ્યક્ત કરે છે (૨૨૦-૨૨) પછીથી આરામશાભાએ પુત્રને કરેલું વડાલ વીગતે પ્રત્યક્ષ કરાવ્યું છે (૨૨૭-૩૦) અને પાતાલભવને ગયા પછી પુત્રની સ્મૃતિ તેને કેવી પીડે છે તે દૃષ્ટાંતમાલાથી સરસ રીતે સૂચવ્યું છે (૨૩૧) – આ સઘળું નિરૂપણુ પરંપરામાં થેાડી જુદી ભાત પાડે છે.
કવિની વાણીમાં રૂઢાક્તિઓ, અલંકાર-દષ્ટાંતાદિકના વિનિયોગ છે, પરંતુ એ બહુધા પરંપરાગત છે. બંદૂક', 'બક્ષવું', 'હજૂર', ‘અક્સાસ' જેવા થાડાક ફારસી શબ્દોના વપરાશ ધ્યાન ખેંચે છે.
રાજસિંહની આ કૃતિ વધુ તા, પર ંપરાને યાગ્ય રીતે ઝીલતી કૃતિ તરીકે જ આપણી સમક્ષ આવે છે.
જિન કૃત આરામોાભારાસ (૨.ઈ,૧૭૦૫)
આ કૃતિ આ પૂર્વે પ્રકાશિત થઈ છે.૨૪ એ જ વાચના સ્વલ્પ સુધારા
સાથે અહીં આપવામાં આવી છે.
કવિ ખરતરગચ્છના જૈન સાધુ છે. અન્યત્ર એ ક્ષેમશાખાના પણ નિર્દેશ કરે છે. આ કૃતિમાં તેઓ પેાતાના ગુરુ શાંતિ વાચકના અને ગુચ્છતાયક
૨૪. સ'પા. જયંત કાઠારી, કીર્તિદા શ્વેશી, ૧૯૮૩, પ્રકા. સમતા પ્રકાશન, અમદાવાદ (કથામ રૂપા શ્રેણી પુસ્તિકા ૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org