________________
૩૬ : આરામભા રાસમાળા
વિશિષ્ટ ગાન છટા પણ ઉપયોગમાં લેવાયેલી છે (જેમકે ઢાળ ૧૦). આરામશોભાના આદ્ર હૃદયભાવને વર્ણવતી ૧૬મી ઢાળમાં યોજાયેલ દેશીબંધ અને રાજાના કોપને વર્ણવતી ૧૭મી ઢાળમાં યોજાયેલ ત્રાટિકાની દેશી ભાવાનુરૂપ દેશીબંધના દાખલા છે. એમ કહેવાય કે મધ્યકાલીન ગેય દેશીબંધોનો સમૃદ્ધ વારસે આ કવિએ ઝીલ્યો છે.
આ કૃતિ સ્વાભાવિક રીતે જ આગલી કથા પરંપરા – સંસ્કૃત-પ્રાકૃત તેમજ ગુજરાતી – ને લાભ લે છે. અહીં સમયપ્રમોદ કરતાં ઘણા સંક્ષેપથી મહાવીર સ્વામીના ઉપદેશને સંદર્ભ વણાયો છે તે તથા અન્ય કેઈક નિરૂપણે શુભવર્ધનની “વર્ધમાનદેશના સાથે સંબંધ બતાવે છે, તો સમયપ્રમોદનાં નિરૂપણ તથા શબ્દપ્રયોગોને પણ ક્યાંક લાભ લેવાયો છે. વિદ્યુપ્રભા ગાયો તરફ નજર રાખીને સૂતી હતી તેવું આ બે કવિઓ જ કહે છે, બધા ગુજરાતી કવિઓ વિવાહવિધિનું વર્ણન કરે છે ત્યારે આ બન્ને કવિઓ કશું વર્ણન આપતા નથી અને ઝડપથી લગ્ન થઈ ગયાનું સૂચવે છે – એટલે કે આગલી પરંપરામાં ગાંધર્વ. વિવાહની વાત હતી તેને જાણે અનુસરે છે. (પછીથી જિનહષ પણ ગાંધવા વિવાહ થયાનું કહે છે.) “કિણ ગાઈ” (=શી વિસાતમાં) એ શબ્દપ્રયોગ આ બન્ને કવિઓ કરે છે.
અપરમાની પુત્રી કામકુમારી (=રતિ) હોવાનું વિનયસમુદે કહેલું; પૂજાઋષિ પણ એને “કમલવાસિની દેવી” (કલમ) કહે છે; આ કવિ એને અસરા જેવી કહે છે. સંસ્કૃતમાં વિનયચંદ્ર પણ એને “કામદેવના શસ્ત્રાભ્યાસસ્થાન” તરીકે ઓળખાવેલી. અન્ય પરંપરા એના સૌન્દર્ય વિશે મૌન સેવે છે ને પછી આરામશોભાને સ્થાને એને મૂકવામાં આવતાં સૌને આઘાત લાગે છે તેથી એનામાં કશું લાવણ્ય નહીં હોય એવી છાપ ઊભી થાય છે. વસ્તુતઃ છેક દેવચંદ્ર આરામશોભાને
સ્થાને મુકાયેલી અપરમાપુત્રીને થોડાક ઓછા લાવવાળી, જરાક જુદી દષ્ટિવાળી પણ સરખા અવયવાળી કહેલી. ફેરબદલી સ્વાભાવિક બને તે માટે આવી જ સ્થિતિ યોગ્ય કહેવાય.
આ કવિમાં કથાવસ્તુના નવા ફણગા ભાગ્યે જ છે. ગારુડીના હાથમાં નાગદમની હોય છે, વિદ્યુપ્રભા બંદુકના ભડાકાથી જાગે છે, કુલધરે જે ધન આપ્યું તે નંદને હાથમાં લીધું નહીં (પરંપરામાં કયાંક તો કુલધરે કંઈ ન આપ્યું તેની ફરિયાદ કરતો એને બતાવ્યો છે) – વગેરે જુદી પડતી ગૌણ હકીકતોના દાખલા છે. કવિ “વિદ્યુ—ભાને સ્થાને “પ્રભા”, “આરામશોભાને સ્થાને “શાભા" એમ સંક્ષિપ્ત નામરૂપ વાપરે છે તે પણ એમની પોતીકી ખાસિયત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org