________________
૨૦ : આરામભા રાસમાળા જેવી છે. કુલાનંદા નામ એટલા માટે કે પોતાના મહાન ગુણથી એ પિતાની કુલને આનંદ આપે છે.
બીજું, ઘણી ઘટનાઓને કવિએ કર્મવિચાર સાથે જોડી છે. વિધુત્રભાની માતાનું મૃત્યુ ક ષથી થયાનું કવિ કહે છે. વિદ્યુ...ભાએ માતાને ગુમાવી તે સંબંધમાં પણ એ શુભાશુભ કર્મના પરિણામની વાત કરે છે. વિદ્યુપ્રભાને માથે પડેલા ઘરકામને અનુલક્ષીને એ કર્મભેદનો મુદ્દો આગળ કરે છે – માણસ આ લેકનાં કર્મો દુસહ હોવા છતાં કરે છે, પરલોકનાં કર્મો પણ એવી રીતે કરે તો એ કદી દુઃખી ન થાય. નાગકુમારની પાછળ ગાઠિકો પડયા છે તેમાં એ પોતાના પાપકર્મને ઉદય જુએ છે તે વિદ્યુપ્રભાને એ પાપકારકર્મ કરવા પ્રેરે છે. અહીં પરોપકાર એ મનુષ્યજીવનને સાર હોવાનું કવિ સદષ્ટાંત સમજાવે છે. આરામશોભા પણ પિતે પહેલાં સત્કર્મ કર્યું ન હતું અને હવે તક આવી છે એને વિચાર કરે છે. એને ઉદ્યાનનું વરદાન મળ્યું એનાથી પણ એ એમ વિચાર કરે છે કે આટલા થડા પરોપકારથી આવું ફળ મળે તો બધાંને ઉપકાર કરનારને કેવું ફળ મળે? નાગકુમાર આરામશોભાને મારી નાખવાની ઓરમાન માની યુક્તિ જાણે છે ત્યારે “પિતા સમાન હું વિદ્યમાન હોવા છતાં એને મરણદુઃખ કેમ આપશે?” એમ વિચારવાની સાથે જ “એણે પહેલાં પુણ્ય ઉપાર્જન કરેલું છે” એમ કહે છે. જેનધર્મનો કર્મવાદ તો બધી કૃતિઓમાં વાચા પામે છે, પણ એ મુખ્યત્વે આરામશોભાંને બે ભવને સાંધે છે. આ કવિએ કર્મવાદને વારંવાર પ્રગટપણે વચ્ચે આપ્યો છે એવું અન્ય કવિઓમાં જોવા મળતું નથી.
એમ કહી શકાય કે શુભવધનની કૃતિ વિશેષપણે ધર્મબંધની કૃતિ બનવા જાય છે. રાજકીતિગણિવિરચિત આરામભાથા (ર.ઈ.૧૭મી સદી પૂર્વધ)
રાજકીર્તિગણિવિરચિત “વર્ધમાનદેશના પ્રકાશિત છે. ૩ કૃતિને રચનાસમય મળતા નથી, પરંતુ કવિના ગુરુ રત્નલાભની ગુજરાતી કૃતિઓ ઈ.૧૬૦૦૧૬૬ (સં.૧૯૫૬-૧૬૬૨)ની નાંધાયેલી છે. ૪ તેથી કવિનો સમય ઈ.૧૭મી, સદી પૂર્વાધ લેખી શકાય. સમગ્ર વર્ધમાનદેશના સંસ્કૃત ગદ્યમાં છે. - રાજકીર્તિએ શુભવધનના પ્રાકૃત પદ્યને સંસ્કૃત ગદ્યમાં મૂકી આપવા જેવું જ કર્યું છે. માત્ર શુભવધન કરતાંયે એમણે કથાનિરૂપણ વધારે લાઘવયુક્ત અને
૧૩. વીર સં.૨૪૧૩, પ્રકા. હીરાલાલ હંસરાજ, જામનગર. તેમાં પૃ.૩થી ૨૨ પર આરામશોભાકથા છે.
૧૪. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.ર, ૧૯૮૭, પૃ.ર૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org